ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / પ્રીતિ ઝિન્ટાની પંજાબ કિંગ્સમાં સામેલ થશે હાર્દિક પંડ્યા? IPLની હરાજી પહેલાં દિગ્ગજની ભવિષ્યવાણી

ક્રિકેટ / પ્રીતિ ઝિન્ટાની પંજાબ કિંગ્સમાં સામેલ થશે હાર્દિક પંડ્યા? IPLની હરાજી પહેલાં દિગ્ગજની ભવિષ્યવાણી

Published By: Ajitsinh Jadeja

Last Updated: 06:40 PM, 26 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL News: આગામી વર્ષે આઇપીએલમાં હાર્દિક પંડ્યા નવી ફ્રેન્ચાઇઝી માટે રમી શકે છે. એવા અહેવાલો છે કે હાર્દિક માટે મુંબઈ સાથે ઘણી ટીમો વાતચીત કરી રહી છે. આ યાદીમાં હવે પંજાબ કિંગ્સનું નામ પણ જોડાયું છે.

ADVERTISEMENT

આઇપીએલ 2027 શરૂ થાય તે પહેલાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમ તરફથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કિરોન પોલાર્ડના મુખ્ય કોચ બનવાથી ટીમમાં ફરી એકવાર કેપ્ટનશીપ અને ટ્રેડ અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

ભૂતપૂર્વ ભારતીય સ્પિન દિગ્ગજ આર. અશ્વિને પોતાની યુટ્યુબ ચેનલ પર દાવો કર્યો છે કે હાર્દિક પંડ્યા આગામી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ છોડી શકે છે. અશ્વિનના મતે પંડ્યાને પંજાબ કિંગ્સ (PBKS) સાથે ટ્રેડ થઇ શકે છે. અશ્વિનના નિવેદનથી સોશિયલ મીડિયા પર ચાહકોમાં ચર્ચા શરૂ થઈ છે.

મુંબઈ ઈન્ડિયન્સની યોજનાઓની ચર્ચા કરતા અશ્વિને કહ્યું કે હાર્દિક પંડ્યા માટે મુંબઈ ઈન્ડિયન્સ સાથે રહેવું લગભગ અશક્ય લાગે છે. ટ્રેડની શક્યતા વિશે બોલતા અશ્વિને કહ્યું, "મને વિશ્વાસ છે કે હાર્દિકને ટ્રેડ કરવામાં આવશે."

મુંબઈ ઈન્ડિયન્સ આ ટ્રેડ દ્વારા પંજાબ કિંગ્સના એક ભારતીય ડાબોડી ફાસ્ટ બોલરને તેમની ટીમમાં ઉમેરવા માંગે છે. વધુમાં મુંબઈ પંજાબના એક સારા લેગ સ્પિનર ​​પર નજર રાખી શકે છે. જો અશ્વિનનો દાવો સાચો સાબિત થાય છે, તો હાર્દિક પંડ્યા પ્રીતિ ઝિન્ટાની સહ માલિકીવાળી પંજાબ કિંગ્સ તરફથી રમતા જોઈ શકાય છે.

રોહિત શર્માનું ભવિષ્ય શું હશે?

રોહિત શર્માના આઇપીએલ ભવિષ્ય અંગે અશ્વિને કહ્યું કે કોઈને ખબર નથી કે રોહિત વધુ એક વર્ષ રમશે કે તેથી વધુ સમય માટે રમશે. એમએસ ધોનીનું ઉદાહરણ આપતા અશ્વિને કહ્યું કે ધોનીને ઘણીવાર એવું પણ કહેવામાં આવે છે કે તે તેની છેલ્લી સિઝન રમી રહ્યો છે, પરંતુ તે રમવાનું ચાલુ રાખે છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ IPL Auction 2027 / 16 ડિસેમ્બરે ક્રિકેટર્સની હરાજી થશે, આ શહેરમાં IPL 2027 માટે ખેલાડીઓ પર લાગશે કરોડોની બોલી

નમન ધીર મુંબઈનો નવો કેપ્ટન બની શકે છે!

નવા કેપ્ટનશિપ વિકલ્પોની ચર્ચા કરતા અશ્વિને યુવા ઓલરાઉન્ડર નમન ધીરનું નામ સૂચવ્યું. અશ્વિને કહ્યું કે નમન ધીરના આત્મવિશ્વાસ, ઉત્તમ વિચારસરણી અને મેદાન પર શાંત વર્તનને જોતાં ભવિષ્યમાં તેને મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપની રેસમાંથી બહાર કરી શકાય નહીં. નમન ધીર હાલમાં ન્યૂઝીલેન્ડ સામેની ટી20 શ્રેણીમાં શાનદાર ફોર્મમાં છે અને બીજી મેચમાં તેણે માત્ર 17 બોલમાં 31 રન બનાવીને ભારતની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hardik Pandya Preity Zinta PBKS

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ