ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / મહારાષ્ટ્રના પહાડ પરથી વીડિયો વાયરલ કર્યા બાદ યુવાનનો આપઘાત, પત્ની અને સાસરિયા સહિત 6 સામે ફરિયાદ
Last Updated: 04:34 PM, 29 October 2026
ADVERTISEMENT
ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર નીકળેલો યુવાન મહારાષ્ટ્રના હરિશ્ચંદ્રગઢ કેવી રીતે પહોંચ્યો? ત્યાંથી તેણે એવો તે કયો વીડિયો વાયરલ કર્યો કે પરિવારજનોની ચિંતા વધી ગઈ? ભાવનગરના યુવાન વિશ્વરાજસિંહના આપઘાત કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. વિશ્વરાજસિંહે મહારાષ્ટ્રના હરિશ્ચંદ્રગઢના કોકણ કડા પરથી સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કર્યો હતો. આ વીડિયોમાં તેમણે પોતાના સાસરિયા પક્ષ તરફથી શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો હતો. એટલું જ નહીં, ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી મળતી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી અને બાદમાં મહારાષ્ટ્રમાંથી વિશ્વરાજસિંહનો મૃતદેહ મળી આવ્યો હતો.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ સમગ્ર મામલે ભાવનગરના DYSP આર.વી. ડામોરે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગત તારીખ 31 ઓગસ્ટ 2026ના રોજ વિશ્વરાજસિંહ નામના વ્યક્તિ કોઈને પણ જાણ કર્યા વગર પોતાના ઘરેથી નીકળી ગયા હતા. તેમના ગુમ થવા અંગે ગોધરા ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ કરવામાં આવી હતી. પરિવારજનો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર વિશ્વરાજસિંહનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં તેમણે પોતાના સાસરિયા પક્ષ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.
ADVERTISEMENT
વિશ્વરાજસિંહે મહારાષ્ટ્રના હરિશ્ચંદ્રગઢના કોકણ કડા પરથી વીડિયો વાયરલ કર્યો હતો. વીડિયોમાં તેમણે જણાવ્યું હોવાનો પોલીસ દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, તેમના સાસરિયા પક્ષ દ્વારા તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ ઉપરાંત ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપવામાં આવતી હતી. આ ત્રાસના કારણે તેઓ આપઘાત કરી રહ્યા હોવાનો ઉલ્લેખ વીડિયોમાં કરવામાં આવ્યો હતો. વીડિયો વાયરલ થતાં સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. જોકે, વીડિયોમાં કરવામાં આવેલા આક્ષેપો અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
DYSP આર.વી. ડામોરના જણાવ્યા અનુસાર, વીડિયો વાયરલ થયા બાદ ગોધરાના પોલીસ અધિક્ષક નિલેશ પાંડેએ મહારાષ્ટ્ર પોલીસનો સંપર્ક કરીને તપાસ કરવા સૂચના આપી હતી. ત્યારબાદ મહારાષ્ટ્ર પોલીસ દ્વારા હરિશ્ચંદ્રગઢ વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન વિશ્વરાજસિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ મળ્યાની જાણ થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ત્યારબાદ મૃતકના પરિવારજનો મહારાષ્ટ્રથી વિશ્વરાજસિંહનો મૃતદેહ વતનમાં લાવ્યા હતા અને તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી.

ADVERTISEMENT
વિશ્વરાજસિંહના આપઘાત કેસમાં હવે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. DYSP આર.વી. ડામોરે જણાવ્યું હતું કે, તારીખ 23 ઓક્ટોબરના રોજ ગોધરા ટાઉન પોલીસ સ્ટેશનમાં મૃતકના સાસરિયા પક્ષ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં વિશ્વરાજસિંહની પત્ની, સાસુ અને સસરા સહિત કુલ 6 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. વિશ્વરાજસિંહે વાયરલ કરેલા વીડિયોમાં સાસરિયા પક્ષ દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાના આક્ષેપ કર્યા હતા. આ આક્ષેપોના આધારે નોંધાયેલા ગુનામાં પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : અમદાવાદમાં ઇલેક્ટ્રિક બસોને મળશે ઝડપી ચાર્જિંગની સુવિધા, 6 ટર્મિનસ પર સ્ટેશન બનશે
વિશ્વરાજસિંહના આપઘાત કેસમાં વાયરલ વીડિયો અને તેમાં કરવામાં આવેલા આક્ષેપો તપાસનો મહત્વનો ભાગ બન્યા છે. યુવાન ઘરેથી નીકળ્યા બાદ મહારાષ્ટ્રના હરિશ્ચંદ્રગઢ પહોંચ્યા હતા અને ત્યાંથી વીડિયો વાયરલ કર્યો હતો. ત્યારબાદ તેમનો મૃતદેહ મળી આવતાં સમગ્ર ઘટના સામે આવી હતી. હાલ પોલીસ દ્વારા પત્ની અને સાસરિયા પક્ષના અન્ય સભ્યો સહિત 6 લોકો સામે નોંધાયેલા ગુનાની તપાસ કરવામાં આવી રહી છે. વીડિયોમાં કરવામાં આવેલા આક્ષેપોની હકીકત અને આપઘાત પાછળના સંજોગો અંગે પોલીસ તપાસ બાદ વધુ વિગતો સ્પષ્ટ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.