ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / કર્ણાટકમાં ઝેરી સાપના ડંખથી 17,608 લોકો અસરગ્રસ્ત, 205નાં મોત, 3 દિવસમાં 200થી વધુ ઇમરજન્સી કોલ!
Last Updated: 03:34 PM, 29 October 2026
ADVERTISEMENT
કર્ણાટકમાં ગરમી વધતાં સાપોનો આતંક વધી ગયો છે. વરસાદ બંધ થયા બાદ તીવ્ર ગરમીને કારણે સાપ ઠંડકની શોધમાં માનવ વસ્તી અને ઘરોની અંદર ઘૂસી રહ્યા છે. બેંગલુરુમાં છેલ્લા ત્રણ દિવસમાં જ ઘરોમાં સાપ ઘૂસ્યાની 200થી વધુ ફરિયાદો નોંધાઈ છે.
ADVERTISEMENT
રાજ્યભરમાં સાપના કરડવાના કેસમાં ભારે વધારો જોવા મળ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં 702 કેસ નોંધાયા છે, જેમાંથી 6 લોકોના મોત થયા છે. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધી કર્ણાટકમાં કુલ 17,608 લોકો સાપના કરડવાનો ભોગ બન્યા છે અને 205 લોકોએ જીવ ગુમાવ્યો છે.
BBMP હેલ્પલાઇન, ઇમરજન્સી નંબર 100 અને ફાયર બ્રિગેડ પાસે ત્રણ દિવસમાં 200થી વધુ કોલ આવ્યા છે. જેમાં સૌથી વધુ કોબ્રા, રસેલ વાઇપર, રેટ સ્નેક અને પટ્ટાવાળા સાપ જોવા મળી રહ્યા છે. વિદ્યારણ્યપુરા, નાગરભાવી, આરઆર નગર, યેલાહંકા, જેપી નગર અને સરજાપુર જેવા વિસ્તારોમાં આ સમસ્યા વધુ ગંભીર છે. જેમાં ઝડપી શહેરીકરણ અને બાંધકામને કારણે સાપોના કુદરતી વસવાટ નાશ પામી રહ્યા છે.
ADVERTISEMENT
આ અંગે સ્વાસ્થ્ય વિભાગે તમામ જિલ્લા હોસ્પિટલો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને પૂરતા પ્રમાણમાં એન્ટિ-વેનમનો સ્ટોક રાખવાના સૂચના આપી છે. સ્વાસ્થ્ય મંત્રીએ દરેક દર્દીને તરત સારવાર આપવાના આદેશ આપ્યા છે.
ADVERTISEMENT
ઘરમાં સાપ દેખાય તો શું કરવું?
સાપ દેખાતાં ગભરાઈને તેને મારવા કે જાતે પકડવા જવું જોખમી છે. આવી સ્થિતિમાં સાપથી સુરક્ષિત અંતર જાળવો, ફાયર બ્રિગેડ કે અધિકૃત સ્નેક રેસ્ક્યૂ ટીમની મદદ લો. જો કોઈ વ્યક્તિને સાપ કરડે, તો સમય બગાડ્યા વગર તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવી જોઈએ. ઝાડફૂંક, ઘરગથ્થુ ઉપચાર કે બીજી અંધશ્રદ્ધા પાછળ સમય વેડફવાને બદલે મેડીકલ સારવારને પ્રાથમિકતા આપવી જરૂરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ