ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / 'બાલિકા વધૂ'ની અભિનેત્રી 25 વર્ષ પછી ફરીથી દુલ્હન બની, 48 વર્ષની વયે પતિ સાથે 'વ્હાઇટ વેડિંગ', દીકરીઓની હાજરીમાં પતિને કરી KISS, જુઓ ફોટા

photo-story

7 ફોટો ગેલેરી

મનોરંજન / 'બાલિકા વધૂ'ની અભિનેત્રી 25 વર્ષ પછી ફરીથી દુલ્હન બની, 48 વર્ષની વયે પતિ સાથે 'વ્હાઇટ વેડિંગ', દીકરીઓની હાજરીમાં પતિને કરી KISS, જુઓ ફોટા

Last Updated: 06:03 PM, 29 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ટીવીની જાણીતી અભિનેત્રી સ્મિતા બંસલે લગ્નનાં 25 વર્ષ બાદ ફરી પોતાના પતિ અંકુશ મોહલા સાથે લગ્નના વચનો લીધાં છે. ગોવામાં યોજાયેલા આ ખાસ સમારોહમાં સ્મિતા સફેદ ગાઉનમાં દુલ્હન બની તો પતિએ પણ રોમેન્ટિક અંદાજમાં પ્રેમ વ્યક્ત કર્યો.

1/7

photoStories-logo

1. ટીવી અભિનેત્રીનો રોમેન્ટિક પ્રેમને ફરીથી જીવંત થયો

લગ્નનાં વર્ષો વીતી જાય છતાં પ્રેમની સુંદરતા જળવાઈ રહે તો સંબંધ વધુ ખાસ બની જાય છે. આવું જ કંઈક જોવા મળ્યું ટીવી અભિનેત્રી સ્મિતા બંસલ અને તેમના પતિ અંકુશ મોહલાના જીવનમાં. બંનેએ લગ્નનાં 25 વર્ષ પૂરાં થવાની ખુશીમાં ગોવામાં ખાસ સમારોહ યોજ્યો હતો. સફેદ ગાઉનમાં સજેલી સ્મિતા અને ડાર્ક સૂટમાં અંકુશની તસવીરો સામે આવતાં ચાહકોનું ધ્યાન ખેંચાયું છે. પતિએ પત્નીના ગાલ પર કિસ કરી તો બંનેએ ફૂલો વચ્ચે ડાન્સ કરીને પોતાની પ્રેમકહાનીની યાદો ફરી તાજી કરી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. લગ્નનાં 25 વર્ષ બાદ ફરી દુલ્હન બની સ્મિતા બંસલ

ટીવી સિરિયલ 'બાલિકા વધૂ'માં જગ્યાની માતા સુમિત્રાનું પાત્ર ભજવીને ઘર-ઘરમાં ઓળખ મેળવનાર સ્મિતા બંસલ ફરી એકવાર દુલ્હન બની છે. 48 વર્ષની સ્મિતાએ પતિ અંકુશ મોહલા સાથે લગ્નનાં 25 વર્ષ પૂરાં થવાની ખુશીમાં ગોવામાં ખાસ સમારોહ યોજ્યો હતો. આ પ્રસંગે બંનેએ ફરી એકબીજાને લગ્નનાં વચનો આપ્યાં હતાં. સમુદ્રના સુંદર નજારા વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રેમ અને ખુશીની ઝલક જોવા મળી હતી. લગ્નની સિલ્વર જ્યુબિલીને યાદગાર બનાવવા માટે બંનેએ વ્હાઇટ વેડિંગ સ્ટાઇલ પસંદ કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. સફેદ ગાઉનમાં સ્મિતાનો બ્રાઇડલ લુક, પતિએ પણ જીતી લીધાં દિલ

આ ખાસ પ્રસંગે સ્મિતા સફેદ રંગના સુંદર ગાઉનમાં જોવા મળી હતી. તેના બ્રાઇડલ લુકે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. બીજી તરફ અંકુશ મોહલા ડાર્ક રંગના સૂટમાં જોવા મળ્યા હતા. બંનેના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાતી હતી. લગ્નનાં 25 વર્ષ બાદ પણ બંને વચ્ચેનો પ્રેમ અને એકબીજા પ્રત્યેનો લગાવ તસવીરોમાં જોવા મળ્યો હતો. તેમની તસવીરો અને વીડિયો સામે આવ્યા બાદ ચાહકોને આ કપલની પ્રેમકહાનીની સુંદર ઝલક જોવા મળી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. પતિએ ગાલ પર કિસ કરી, ફૂલો વચ્ચે બંનેએ કર્યો ડાન્સ

સ્મિતા અને અંકુશની કેટલીક તસવીરો ખાસ ચર્ચામાં છે. એક તસવીરમાં અંકુશ પત્ની સ્મિતાના ગાલ પર કિસ કરતા જોવા મળે છે. આ દરમિયાન સ્મિતાની આંખો બંધ છે અને તેના ચહેરા પર સુંદર સ્મિત જોવા મળે છે. બંને વચ્ચેનો પ્રેમ અને લાગણી આ એક તસવીરમાં સ્પષ્ટ દેખાય છે. એક વીડિયોમાં બંને ફૂલોથી સજાવેલા આર્ચની નીચે સાથે ડાન્સ કરતાં પણ જોવા મળ્યાં હતાં. તેમના આ રોમેન્ટિક અંદાજે ચાહકોને ફરી એકવાર તેમની પ્રેમકહાનીની યાદ અપાવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. સમુદ્ર કિનારે સુંદર સજાવટ વચ્ચે યોજાયો સમારોહ

ગોવામાં યોજાયેલા આ સમારોહની સજાવટ પણ ખાસ હતી. સમુદ્રની સામે વેડિંગ એરિયા તૈયાર કરવામાં આવ્યો હતો. લાકડાની ખુરશીઓ પર ક્રીમ રંગનાં કાપડ લગાવવામાં આવ્યાં હતાં અને આસપાસ ફૂલોની સુંદર સજાવટ કરવામાં આવી હતી. આ સજાવટને કારણે આખું સ્થળ લગ્નના ખાસ પ્રસંગ માટે તૈયાર કરવામાં આવ્યું હોય એવું લાગતું હતું. ત્યાં લગાવવામાં આવેલા એક ડેકોરેટિવ સાઇન પર 'Ankush & Smita' નામ લખવામાં આવ્યું હતું. તેની સાથે 26 ઓક્ટોબરની તારીખ અને સાથેનાં 25 વર્ષ પૂરાં થવાની ખુશી દર્શાવતો સંદેશ પણ જોવા મળ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ટીવી ઇન્ડસ્ટ્રીના મિત્રો પણ ખુશીમાં જોડાયા

સ્મિતા બંસલના આ ખાસ પ્રસંગમાં ટીવી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તેમના મિત્રો પણ હાજર રહ્યા હતા. 'બાલિકા વધૂ'માં તેમની સાથે કામ કરી ચૂકેલી અભિનેત્રી નેહા મર્દા પણ આ ઉજવણી સાથે જોડાયેલી જોવા મળી હતી. આ ઉપરાંત સંગીતા ઘોષ, જયતિ ભાટિયા સહિત અન્ય ટીવી કલાકારોએ પણ સમારોહની તસવીરો અને વીડિયો શેર કર્યા હતા. સોશિયલ મીડિયા પર સામે આવેલી આ ઝલકોએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું. સ્મિતા અને અંકુશના લગ્નનાં 25 વર્ષ પૂરાં થવાની ખુશીમાં તેમના મિત્રો પણ સામેલ થતાં આ પ્રસંગ વધુ ખાસ બન્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. 2002માં થયાં હતાં લગ્ન, બે દીકરીઓનાં માતા-પિતા છે સ્મિતા અને અંકુશ

સ્મિતા બંસલ અને અંકુશ મોહલાનાં લગ્ન વર્ષ 2002માં થયાં હતાં. અંકુશ એક્ટર હોવાની સાથે ટેલિવિઝન ડિરેક્ટર તરીકે પણ કામ કરે છે. બંનેને સ્ટાશા અને અનાઘા નામની બે દીકરીઓ છે. સ્મિતા અને અંકુશ અગાઉ ડાન્સ રિયાલિટી શો 'નચ બલિયે 5'માં પણ સાથે જોવા મળ્યાં હતાં. વર્ષ 2012માં આ શોમાં ભાગ લઈને બંનેએ પોતાની ડાન્સની આવડત બતાવી હતી. ખાસ વાત એ છે કે સ્મિતા પોતાની બીજી દીકરીના જન્મના લગભગ ત્રણ મહિના બાદ જ ડાન્સ ફ્લોર પર પાછી ફરી હતી. તે સમયે તેમના ઉત્સાહ અને ડાન્સની પણ પ્રશંસા થઈ હતી. હવે લગ્નનાં 25 વર્ષ પૂરાં થવા પર બંનેએ ફરી એકબીજાને વચનો આપીને પોતાની પ્રેમકહાનીની નવી યાદ બનાવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Smita Bansal Wedding Ankush Mohla VTV Gujarati
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ