ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM મોદી રોડ-શો બાદ BBBRC સેન્ટર પહોંચ્યાં, ગાય માતાને કર્યું વ્હાલ, જુઓ Video
Last Updated: 11:32 AM, 30 October 2026
ADVERTISEMENT
પીએમ મોદીએ ભીલડીમાં રોડ-શો કર્યો હતો જેમાં મોટી સંખ્યામાં નાગરિકોની હાજરી જોવા મળી હતી. રોડ શો પછી નરેન્દ્ર મોદી BBBRC સેન્ટર પહોંચ્યાં હતા. BBBRC સેન્ટરમાં પીએમ મોદીએ ગાયોને વ્હાલ કરી અને ઘાસ ખવડાવ્યુ હતું તેમજ વાછરડાઓને દૂધ પીવડાવ્યું હતું. પીએમ મોદીએ BBBRC સેન્ટરમાં ET-IVF લેબનું ઉદ્ઘાટન કર્યું.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ બે દિવસીય પ્રવાસ દરમિયાન પીએમ મોદી ગાંધીનગર, બનાસકાંઠા અને એકતાનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. વડાપ્રધાન બપોરે ગાંધીનગર પહોંચશે અને લોકભવન ખાતે રોકાણ કરશે. આ દરમિયાન તેઓ રાજ્યના નેતાઓ સાથે બેઠક પણ કરી શકે છે. ત્યારબાદ તેઓ બનાસકાંઠાના ભીલડી ખાતે આયોજિત રાષ્ટ્રીય 'પીએમ કિસાન ઉત્સવ દિવસ'ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ખેડૂતોને આર્થિક સહાયની ભેટ આપવા ઉપરાંત બનાસ ડેરીના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે.
ADVERTISEMENT
30 ઓક્ટોબરનો પ્રવાસ
ADVERTISEMENT
સવારે 8:45 કલાકે: ડીસા એરપોર્ટ આગમન.
સવારે 9:10 કલાકે: ભીલડી ખાતે આગમન અને BBBRC કેટલ ફાર્મ તથા ET IVF લેબની વિશેષ મુલાકાત.
ADVERTISEMENT
સવારે 10:30 કલાકે: ભીલડી ખાતે ભવ્ય જાહેર સભા, જ્યાં બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે તેમજ પીએમ જનસભાને સંબોધશે.
બપોરે 12:00 કલાકે: ભીલડીથી ગાંધીનગર રાજભવન માટે રવાના.
ADVERTISEMENT
બપોરે 1:00 થી 4:00 કલાક: ગાંધીનગર રાજભવન ખાતે રોકાણ અને રાજકીય તથા સંગઠનના આગેવાનો સાથે બેઠકો/મુલાકાત.
સાંજે 4:00 કલાકે: ગાંધીનગરથી હેલિકોપ્ટર/વિમાન દ્વારા કેવડિયા જવા રવાના.
સાંજે 5:00 કલાકે: કેવડિયા આગમન અને ભારત પર્વ પેવેલિયન તથા રેન ફોરેસ્ટ, વમન વૃક્ષ વાટિકા વગેરેની મુલાકાત.
સાંજે 6:00 કલાકે: કલ્ચર ગ્રાઉન્ડ ખાતે 'આનંદ મઠ' નાટકમાં ઉપસ્થિતિ.
સાંજે 7:45 કલાકે: એકતા પ્રકાશ પર્વમાં હાજરી.
રાત્રે 8:15 કલાકે: વિશ્વપ્રસિદ્ધ નર્મદા ઘાટ પર નર્મદા આરતીમાં ભાગ લેશે. (રાત્રિ રોકાણ કેવડિયા નર્મદા ખાતે રહેશે.)

આ પણ વાંચોઃ PM Modi LIVE / ભીલડીમાં PM મોદીના હસ્તે BBBRC કેટલ ફાર્મ અને ET IVF લેબનું લોકાર્પણ
31 ઓક્ટોબરનો પ્રવાસ
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શ્રદ્ધાંજલિ
સવારે 9:00 કલાકે: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપશે.
સવારે 9:15 કલાકે: કેવડિયાના વિવિધ નવા વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત.
સવારે 9:40 થી 10:10 કલાક: રેન ફોરેસ્ટ અને વમન વૃક્ષ વાટિકાની મુલાકાત.
સાંજે 5:30 કલાકે: ભવ્ય 'એકતા દિવસ'ની રાષ્ટ્રીય ઉજવણીમાં વિશેષ ઉપસ્થિતિ અને પરેડમાં સહભાગી બનશે.
મોડી સાંજે 7:40 કલાકે: કેવડિયાથી વડોદરા એરપોર્ટ માટે રવાના.
રાત્રે 9:10 કલાકે: વડોદરા એરપોર્ટથી વિશેષ વિમાન દ્વારા દિલ્હી પરત જવા રવાના થશે.
સંકળાયેલા મુદ્દાઓ