ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભીલડીમાં ખેડૂતો-મહિલાઓ સાથે PM મોદીનો સંવાદ, હર્ષ સંઘવીના કોંગ્રેસ પર પ્રહાર
Last Updated: 12:01 PM, 30 October 2026
ADVERTISEMENT
PM Modi In Bhildi : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠાના ભીલડી પહોંચ્યા હતા, જ્યાં BBBRC સેન્ટરનું ઉદ્ઘાટન કર્યા બાદ તેમણે ET-IVF લેબનું પણ લોકાર્પણ કર્યું હતું. સેન્ટરની મુલાકાત દરમિયાન વડાપ્રધાને વાછરડાઓને દૂધ પીવડાવ્યું હતું. ત્યારબાદ રોડ-શો પૂર્ણ કરીને તેઓ સભાસ્થળે પહોંચ્યા હતા, જ્યાં ખેડૂતો અને મહિલાઓ સાથે સંવાદ સાધ્યો હતો. સભાસ્થળે પરંપરાગત પાઘડી અને કોટી પહેરાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
શંકર ચૌધરીએ કહ્યું, 'PM આવ્યાં અને બનાસમાં દિવાળી આવી'
સભાસ્થળે વડાપ્રધાનનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ કહ્યું હતું કે, 'PM આવ્યાં અને બનાસમાં દિવાળી આવી'. તેમણે વડાપ્રધાનના આગમનને બનાસકાંઠા માટે વિશેષ પ્રસંગ ગણાવ્યો હતો.
ADVERTISEMENT
હર્ષ સંઘવીના કોંગ્રેસ પર પ્રહાર
સભાને સંબોધતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના નેતાઓ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ વર્ષ 2003માં બનાસકાંઠા હવે પછાત નહીં રહે તેવી વાત કરી હતી. સંઘવીએ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસના નેતાઓ સવારે ઊઠે ત્યારથી વડાપ્રધાન મોદી વિરુદ્ધ નિવેદનો આપે છે. હર્ષ સંઘવીએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનનો ઉલ્લેખ કરીને પીએમ મોદીના પિતાના અપમાનનો આક્ષેપ પણ કર્યો હતો. આ દરમિયાન તેમણે સભામાં ઉપસ્થિત લોકોને 'મોદી નહીં જાયેગા'ના નારા લગાવડાવ્યા હતા.
ADVERTISEMENT
PM મોદીએ વિકાસનો વિશ્વાસ જગાવ્યો: ભૂપેન્દ્ર પટેલ
ADVERTISEMENT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના કરોડો લોકોમાં વિકાસનો વિશ્વાસ જગાવ્યો છે. ભીલડીમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન તેમણે વડાપ્રધાનના નેતૃત્વ અને વિકાસકાર્યોનો ઉલ્લેખ કર્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચો : PM મોદી રોડ-શો બાદ BBBRC સેન્ટર પહોંચ્યાં, ગાય માતાને કર્યું વ્હાલ, જુઓ Video
BBBRC સેન્ટરમાં ET-IVF લેબનું ઉદ્ઘાટન
ADVERTISEMENT
આ કાર્યક્રમ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BBBRC સેન્ટરની મુલાકાત લીધી હતી. અહીં તેમણે વાછરડાઓને દૂધ પીવડાવ્યું હતું અને ત્યારબાદ ET-IVF લેબનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સેન્ટર અને લેબ પશુપાલન ક્ષેત્રે આધુનિક ટેક્નોલોજી તથા સંશોધનને પ્રોત્સાહન આપવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો