ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ભારત / અન્ય જિલ્લા / બનાસકાંઠાથી PM મોદીએ જાહેર કર્યો PM કિસાન સન્માન નિધિનો 24મો હપ્તો, ખેડૂતો ચેક કરી લેજો
Last Updated: 12:19 PM, 30 October 2026
ADVERTISEMENT
PM Kisan 24th installment : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાંથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-Kisan) યોજનાનો 24મો હપ્તો જાહેર કર્યો છે. આ સાથે દેશભરના 9.34 કરોડથી વધુ ખેડૂત પરિવારોને મોટી આર્થિક સહાય મળી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ હપ્તા અંતર્ગત ₹18,680 કરોડથી વધુની રકમ સીધી લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે. પાત્ર ખેડૂતોને હપ્તા પેટે ₹2,000ની સહાય આપવામાં આવી છે.
ADVERTISEMENT
PM કિસાન યોજનાના 24મા હપ્તા અંતર્ગત દેશના 9.34 કરોડથી વધુ ખેડૂત પરિવારોને લાભ મળ્યો છે. સરકારે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે ₹18,680 કરોડથી વધુની રકમ ખેડૂતોના ખાતામાં મોકલી છે. આ વ્યવસ્થાથી સહાયની રકમ સીધી લાભાર્થી સુધી પહોંચે છે અને વચેટિયાઓની ભૂમિકા રહેતી નથી.
ADVERTISEMENT
કેન્દ્ર સરકાર દ્વારા ફેબ્રુઆરી 2019માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ પાત્ર ખેડૂત પરિવારોને દર વર્ષે કુલ ₹6,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ રકમ એકસાથે આપવાને બદલે ₹2,000ના ત્રણ સમાન હપ્તામાં ચૂકવવામાં આવે છે. સામાન્ય રીતે દર ચાર મહિને એક હપ્તો લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. યોજનાના અગાઉના 23 હપ્તા મારફતે ખેડૂતોને કુલ ₹4.47 લાખ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી ચૂકી છે. હવે 24મા હપ્તાની રકમ પણ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે.
ADVERTISEMENT
સરકારના નિયમો મુજબ ખેતીલાયક જમીન ધરાવતા અને જમીનના રેકોર્ડમાં નામ નોંધાયેલા પાત્ર ખેડૂત પરિવારો આ યોજનાનો લાભ મેળવી શકે છે. અહીં ખેડૂત પરિવારનો અર્થ પતિ, પત્ની અને સગીર બાળકોનો થાય છે. જોકે, માત્ર જમીન હોવી પૂરતી નથી. લાભાર્થીએ સરકાર દ્વારા નક્કી કરાયેલી અન્ય પાત્રતા અને જરૂરી પ્રક્રિયાઓ પણ પૂર્ણ કરવી જરૂરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ભીલડીમાં ખેડૂતો-મહિલાઓ સાથે PM મોદીનો સંવાદ, હર્ષ સંઘવીના કોંગ્રેસ પર પ્રહાર
ADVERTISEMENT
જનાનો લાભ મેળવવા માટે ખેડૂતના જમીનના રેકોર્ડ, બેંક ખાતાની વિગતો અને અન્ય જરૂરી માહિતી યોગ્ય હોવી જોઈએ. આ ઉપરાંત, સરકાર દ્વારા નક્કી કરાયેલી e-KYC સહિતની જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરવી પણ મહત્વપૂર્ણ છે. પાત્રતા અને દસ્તાવેજોમાં ખામી હોય તો હપ્તાની ચુકવણી અટકી શકે છે. ભીલડીના કાર્યક્રમમાંથી 24મો હપ્તો જાહેર થતાં દેશના કરોડો ખેડૂતોને આર્થિક સહાય મળી છે. આ રકમ ખેતી સંબંધિત ખર્ચમાં ખેડૂતોને મદદરૂપ થવાના હેતુથી સીધી તેમના બેંક ખાતામાં મોકલવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો