ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ભૂતાનમાં ગ્લેશિયર ફાટતાં વધ્યું પૂરનું જોખમ, કરાયા 10,000 લોકોને શિફ્ટ, પ્રશાસન એલર્ટ

નેશનલ / ભૂતાનમાં ગ્લેશિયર ફાટતાં વધ્યું પૂરનું જોખમ, કરાયા 10,000 લોકોને શિફ્ટ, પ્રશાસન એલર્ટ

Published By: Jinal Chauhan

Last Updated: 09:20 AM, 30 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભૂતાનમાં શિન્તાફૂ તળાવમાંથી અચાનક પાણી બહાર નીકળતાં આસપાસના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ પાણીનો પ્રવાહ પશ્ચિમ બંગાળ સુધી પહોંચવાની આશંકા વચ્ચે અલીપુરદ્વાર જિલ્લામાં વહીવટી તંત્રએ એલર્ટ જાહેર કરીને 10 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે.

ADVERTISEMENT

હિમાલયના પહાડી વિસ્તારોમાં ગ્લેશિયર પીગળવાથી બનતાં તળાવો ક્યારેક મોટી આફતનું કારણ બની શકે છે. ભૂતાનમાં આવી જ સ્થિતિ સર્જાતાં ભારતના સરહદી વિસ્તારોમાં પણ ચિંતા વધી છે. અચાનક પાણીનો પ્રવાહ વધવાથી નદી કિનારે રહેતા લોકોની સુરક્ષાને લઈને તંત્રએ તાત્કાલિક પગલાં લીધાં છે. શાળાઓ અને સામુદાયિક ભવનોને રાહત કેન્દ્રોમાં ફેરવી દેવામાં આવ્યાં છે. NDRF અને SDRFની ટીમોને બચાવ કામગીરી માટે તૈયાર રાખવામાં આવી છે. જોકે, બાદમાં કેટલાક વિસ્તારોમાં પૂરનાં પાણીનો પ્રવાહ ઘટ્યો હોવાના અને ભારતીય વિસ્તારમાં તમામ લોકો સુરક્ષિત હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે.

ભૂતાનમાં તળાવમાંથી અચાનક પાણી નીકળતાં ખળભળાટ

ભૂતાનમાં શિન્તાફૂ તળાવમાંથી અચાનક મોટા પ્રમાણમાં પાણી બહાર નીકળતાં અનેક વિસ્તારોમાં નુકસાનની સ્થિતિ સર્જાઈ છે. આ ઘટનાને ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ (GLOF) સાથે જોડીને જોવામાં આવી રહી છે. ગ્લેશિયરમાંથી બનતાં તળાવની દીવાલ તૂટે અથવા પાણી અચાનક બહાર નીકળે ત્યારે ભારે ઝડપે પાણી નીચેના વિસ્તારો તરફ ધસી આવે છે. આવી ઘટનાને કારણે નદીમાં પાણીનું સ્તર ઝડપથી વધી શકે છે.ભૂતાનમાં સર્જાયેલી આ સ્થિતિની અસર ભારતના પશ્ચિમ બંગાળના સરહદી વિસ્તારોમાં થવાની આશંકા હતી. ખાસ કરીને અલીપુરદ્વાર જિલ્લાના કુમારગ્રામ વિસ્તારમાં પૂરનું જોખમ વધતાં તંત્રએ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી શરૂ કરી હતી.

10 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા

અલીપુરદ્વાર જિલ્લામાં સંભવિત પૂરનું જોખમ જોતા મોટા પાયે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અંદાજે 10 હજારથી વધુ લોકોને તેમના ઘરેથી સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા હતા. જેમાંથી 4થી 5 હજાર લોકોને રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા હતા, જ્યારે 6 હજારથી વધુ લોકોને અન્ય સુરક્ષિત વિસ્તારોમાં ખસેડવામાં આવ્યા હતા.જિલ્લા પોલીસ અધિક્ષક અમિત કુમાર શાહે લોકોને ગભરાવાને બદલે સાવચેતી રાખવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ, બ્લોક વિકાસ અધિકારીઓ અને અન્ય વિભાગો સાથે મળીને કામ કરી રહ્યા છે. આ ઉપરાંત ભૂતાનના અધિકારીઓ સાથે પણ સતત સંપર્ક રાખવામાં આવી રહ્યો છે.રાહત શિબિરોમાં લોકોને રહેવા માટે શાળાઓ અને અન્ય સરકારી ઇમારતોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યાં સૂકો ખોરાક, પીવાનું પાણી અને શૌચાલય જેવી જરૂરી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી.

NDRF-SDRFની ટીમો તૈનાત, બચાવ કામગીરી માટે તૈયારી

પૂરની સ્થિતિ વધુ ગંભીર બને તો લોકોને તાત્કાલિક મદદ મળી રહે તે માટે SDRFની ટીમને સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી. જ્યારે NDRFની ટીમને પણ ઘટનાસ્થળે પહોંચવા માટે રવાના કરવામાં આવી હતી. સિવિલ ડિફેન્સની ટીમોને પણ રાહત અને બચાવ કામગીરીમાં જોડવામાં આવી હતી.પ્રશાસનના જણાવ્યા અનુસાર સંકોશ નદીમાં પાણીના પ્રવાહની ઝડપમાં થોડો ઘટાડો નોંધાયો હતો. જોકે, જોખમને ધ્યાનમાં રાખીને નદી કિનારાના વિસ્તારોમાં સાવચેતી રાખવામાં આવી હતી. સંકોશ નદી અને તેની આસપાસના વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

vtv app promotion

આ પણ વાંચોઃ 'જ્યારે સાજા થઈ જાવ, ત્યારે મારી પાસે એક આઈડિયા છે', ભારતીય પાઇલટ સ્મિત મછારને મળ્યા UAEના રાષ્ટ્રપતિ

18 સ્થળોએ બનાવાયાં રાહત કેન્દ્રો

કુમારગ્રામ બ્લોકમાં લોકોને સુરક્ષિત રાખવા માટે કુલ 18 સ્થળોએ રાહત કેન્દ્રો બનાવવામાં આવ્યાં હતાં. આ માટે શાળાઓ, સામુદાયિક ભવનો અને ચાના બગીચા સાથે જોડાયેલી ઇમારતોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.સંકોશ નેપાળી લાઇન કમ્યુનિટી હોલમાં અંદાજે 600 લોકોને આશરો આપવામાં આવ્યો હતો. ઉત્તર હલ્દીબાડી જુનિયર હાઈસ્કૂલમાં લગભગ 800 લોકોને રાખવામાં આવ્યા હતા. કુમારગ્રામદ્વાર એમએસ હાઈસ્કૂલમાં 800 અને કુમારગ્રામ ગર્લ્સ સ્કૂલમાં લગભગ 650 લોકો માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.આ ઉપરાંત માઝેરડાબરી હાઈસ્કૂલમાં અંદાજે 850 લોકોને રાખવામાં આવ્યા હતા. કુમારગ્રામ ટી ગાર્ડન ફેક્ટરીમાં પણ લગભગ 900 લોકોને આશરો આપવામાં આવ્યો હતો. અન્ય શાળાઓ અને સામુદાયિક ભવનોમાં પણ લોકોને સુરક્ષિત રાખવામાં આવ્યા હતા.

સંકોશ નદી પાસે રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના

પ્રશાસને સંકોશ નદી અને તેની આસપાસ રહેતા લોકોને ખાસ સાવચેતી રાખવા જણાવ્યું હતું. નદીમાં પાણીની સાથે મૃત માછલીઓ, લાકડાના મોટા ટુકડા અને કોંક્રિટનો કાટમાળ પણ વહીને આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. આવા સંજોગોમાં નદીના કિનારે જવું જોખમી બની શકે છે.લોકોને નદીથી દૂર રહેવા અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી. બીજી તરફ, કુમારગ્રામ વિસ્તારમાં પૂરનાં પાણીનો પ્રવાહ બાદમાં ઘટી ગયો હોવાની માહિતી સામે આવી હતી. ભારતીય વિસ્તારમાં તમામ લોકો સુરક્ષિત હોવાનું પણ જણાવાયું હતું.હાલમાં પ્રશાસન રાહત શિબિરોમાંથી લોકોને પરત મોકલવા અને સામાન્ય સ્થિતિ ફરી શરૂ કરવા માટે જરૂરી પગલાં લઈ રહ્યું છે. જોકે, સરહદી વિસ્તારોમાં પાણીના પ્રવાહ પર નજર રાખવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati smachar Bhutan Glacier Burst West Bengal Flood Alert

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ