ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / વિકાસની રફ્તાર વચ્ચે મોંઘવારીનો માર, છૂટક મોંઘવારી વધીને 5.54 ટકા થઈ, ઔદ્યોગિક ક્ષેત્રે જોરદાર ઉછાળો
Last Updated: 08:36 PM, 29 October 2026
ADVERTISEMENT
ભારતીય અર્થવ્યવસ્થાની ગતિ સતત મજબૂત બની રહી છે. ઓક્ટોબર 2026ના માસિક આર્થિક અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2026-27ના બીજા ત્રિમાસિક ગાળામાં દેશનો વાસ્તવિક જીડીપી વિકાસ દર 7.35 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. જોકે, આ દરમિયાન મોંઘવારી વધવાના કારણે સામાન્ય નાગરિકોની ચિંતાઓમાં પણ વધારો થયો છે. સપ્ટેમ્બર મહિનામાં છૂટક મોંઘવારી દર વધીને 5.54 ટકા પર પહોંચી ગયો છે, જ્યારે ઓગસ્ટમાં આ દર 4.83 ટકા હતો. આ ઉપરાંત ખાદ્ય ચીજવસ્તુઓની મોંઘવારી પણ વધીને 7.74 ટકા સુધી પહોંચી ગઈ છે. બીજી બાજુ, ઔદ્યોગિક ઉત્પાદન, નિકાસ, જીએસટી સંગ્રહ અને બેન્ક ધિરાણમાં થયેલા વધારાને કારણે અર્થવ્યવસ્થાને મજબૂત ટેકો મળી રહ્યો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ઓક્ટોબર 2026ના માસિક આર્થિક અહેવાલ અનુસાર, નાણાકીય વર્ષ 2026-27ના બીજા ક્વાર્ટરમાં ભારતનો વાસ્તવિક જીડીપી વિકાસ દર 7.35 ટકા રહી શકે છે. અગાઉ પ્રથમ ત્રિમાસિક ગાળામાં આ દર 7.8 ટકા હતો. એટલે કે આર્થિક વિકાસની ગતિમાં થોડો ઘટાડો થવા છતાં તે હજુ પણ અત્યંત મજબૂત સ્થિતિમાં છે. અંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ દ્વારા સમગ્ર નાણાકીય વર્ષ માટે ભારતની આર્થિક વૃદ્ધિનું અનુમાન વધારીને 7 ટકા કરી દેવામાં આવ્યું છે. જ્યારે વિશ્વ બેંક, આર્થિક સહયોગ અને વિકાસ સંસ્થા તેમજ ભારતીય રિઝર્વ બેંક દ્વારા 7.1 ટકાની વૃદ્ધિનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

ADVERTISEMENT
દેશના ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ ઉત્સાહજનક મજબૂતાઈ જોવા મળી છે. ઓગસ્ટ 2026માં ઔદ્યોગિક ઉત્પાદનમાં વાર્ષિક ધોરણે 8 ટકાનો વધારો નોંધાયો હતો. આ સમયગાળા દરમિયાન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનું ઉત્પાદન 9 ટકા વધ્યું હતું. સપ્ટેમ્બર મહિનામાં આઠ મુખ્ય ઉદ્યોગોના ઉત્પાદનમાં પણ 7.9 ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં માલ અને સેવા કર (જીએસટી) ના કલેક્શનમાં આશરે 15 ટકાની વૃદ્ધિ થઈ છે. આ સાથે જ બેન્ક ધિરાણનો વૃદ્ધિ દર 21.6 ટકા રહ્યો છે. આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે દેશમાં આર્થિક ગતિવિધિઓ સતત ધમધમી રહી છે અને ધિરાણના માધ્યમથી વ્યવસાયોને પ્રોત્સાહન મળી રહ્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આર્થિક વિકાસની રફ્તાર વચ્ચે મોંઘવારીનું દબાણ પણ વધ્યું છે. સપ્ટેમ્બર 2026માં છૂટક મોંઘવારી દર વધીને 5.54 ટકા થયો છે, જે ઓગસ્ટમાં 4.83 ટકા હતો. ખાદ્ય મોંઘવારી પણ વધીને 7.74 ટકા પર પહોંચી ગઈ છે. ડુંગળી, ખાંડ, ખાદ્ય તેલ અને ચોખાની કિંમતોમાં થયેલા વધારાને આનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. મોંઘવારી પર અંકુશ મેળવવા માટે રિઝર્વ બેંકે રેપો રેટમાં 25 આધાર અંકનો વધારો કર્યો છે અને નાણાકીય નીતિના વલણને તટસ્થમાંથી ક્રમશઃ કડકાઈ તરફ વાળ્યું છે. રેપો રેટ વધવાથી લોર્ડ્સ અને ધિરાણના વ્યાજ દરો પર પણ સીધી અસર પડી શકે છે.

ADVERTISEMENT
વૈશ્વિક બજારમાં પ્રવર્તતી અનિશ્ચિતતાઓ છતાં સપ્ટેમ્બર 2026માં ભારતના માલ અને સેવાઓની કુલ નિકાસમાં વાર્ષિક ધોરણે 11 ટકાની વૃદ્ધિ થઈ છે. જેમાં માલસામાનની નિકાસમાં 23.1 ટકાનો નોંધપાત્ર વધારો મુખ્ય કારણ રહ્યો છે. તારીખ 16 ઓક્ટોબર 2026 સુધીમાં ભારતનું વિદેશી હૂંડિયામણ ભંડાર 721 અબજ ડોલર જેટલું હતું. આ રકમ દેશની આશરે 10.3 મહિનાની આયાત જરૂરિયાતોને સંતોષવા માટે પૂરતી છે. વિદેશી હૂંડિયામણ ભંડાર મજબૂત રહેવાથી આંતરરાષ્ટ્રીય ચૂકવણીઓ કરવામાં અને બાહ્ય આર્થિક આંચકાઓ સામે રક્ષણ મેળવવામાં મોટી મદદ મળે છે.

દેશમાં અલ્પવૃષ્ટિ અને ઓછા વરસાદની સીધી અસર કૃષિ ક્ષેત્ર પર પડી શકે છે. તારીખ 2 ઓક્ટોબર 2026 સુધીમાં ખરીફ પાકની વાવણીનો કુલ વિસ્તાર 1,115.31 લાખ હેક્ટર રહ્યો છે, જ્યારે ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન તે 1,127.12 લાખ હેક્ટર હતો. જૂનથી સપ્ટેમ્બર મહિના દરમિયાન દેશમાં સામાન્ય સરેરાશ કરતા 13 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. જેના કારણે પાકના ઉત્પાદન પર માઠી અસર થવાની અને આગામી સમયમાં ખાદ્ય પદાર્થોના ભાવ વધવાનું જોખમ યથાવત છે.
આ પણ વાંચોઃ ભારતીય બજારનું વળતર નબળું, હવે અમેરિકી શેરોમાં રોકાણનો ક્રેઝ
વાર્ષિક ઉદ્યોગ સર્વેક્ષણ 2024-25 અનુસાર, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં કુલ મર્યાદિત મૂલ્યવર્ધન 9.59 ટકા વધ્યું છે. આ ઉપરાંત સ્થિર મૂડીમાં 10.54 ટકા અને રોજગારી મેળવનાર લોકોની સંખ્યામાં 7.19 ટકાનો વધારો થયો છે. એટલું જ નહીં, ઓગસ્ટ 2026માં ઉદ્યોગોને આપવામાં આવેલા બેન્ક ધિરાણમાં વાર્ષિક ધોરણે 18.2 ટકાનો વધારો નોંધાયો છે.
DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો