ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં માવઠાનો માર યથાવત્, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું યલો એલર્ટ, 21 તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં
Last Updated: 10:11 PM, 31 October 2026
ADVERTISEMENT
ગુજરાતમાં શિયાળાની શરૂઆત સાથે જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 21 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. મગફળી, સોયાબીન સહિતના તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
ADVERTISEMENT
4 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ
હવામાન વિભાગે 31 ઑક્ટોબરના રોજ દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. વિભાગના ત્રણ કલાકના Nowcast અનુસાર, રાત્રે 8 વાગ્યા સુધી આ જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે ભારે વરસાદ પડી શકે છે.
ADVERTISEMENT
7 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
ADVERTISEMENT
રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
ખેડૂતોની ચિંતામાં વધારો
ADVERTISEMENT
કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીઓ વધારી છે. સૌરાષ્ટ્રમાં મગફળીનો પાક તૈયાર થવાની અવસ્થામાં હોવાથી વરસાદને કારણે પાકની ગુણવત્તા અને ઉત્પાદન પર અસર થવાની આશંકા છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સોયાબીન સહિતના પાકને પણ નુકસાન થવાની ભીતિ છે. ખેડૂતોના મતે, જો વરસાદનું પ્રમાણ વધશે તો ખેતરમાં તૈયાર પાકને મોટું નુકસાન થઈ શકે છે. ખાસ કરીને કાપણી અને પાકને સૂકવવાની કામગીરીમાં વિક્ષેપ પડવાની શક્યતા છે.
આ પણ વાંચોઃ એકતાનગરમાં PM મોદીની હાજરીમાં એકતા પરેડ, દેશભરના સુરક્ષાદળોએ શક્તિનું પ્રદર્શન કર્યું
ADVERTISEMENT
હવામાનમાં પલટાને પગલે સાવચેતી જરૂરી
રાજ્યમાં સક્રિય હવામાન પ્રણાલીઓને કારણે આગામી કલાકોમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ રહી શકે છે. હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ કાપણી કરેલા પાકને સુરક્ષિત જગ્યાએ રાખવા અને ખેતરમાં પાણીનો ભરાવો ન થાય તે માટે જરૂરી તકેદારી રાખવી જરૂરી છે. હાલ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની નજર હવામાન વિભાગની આગામી આગાહીઓ પર ટકેલી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.