ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / આવતીકાલે એક-બે નહીં, 25 રાજ્યોમાં વરસાદની આગાહી, 120ની ઝડપે પવન ફૂંકાશે

photo-story

8 ફોટો ગેલેરી

વેધર / આવતીકાલે એક-બે નહીં, 25 રાજ્યોમાં વરસાદની આગાહી, 120ની ઝડપે પવન ફૂંકાશે

Last Updated: 09:29 PM, 1 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ચક્રવાત 'મુરાસુ'ની તીવ્ર અસરને કારણે 2 નવેમ્બરે દેશના 25 રાજ્યોમાં વરસાદ અને 120 km/h ની ઝડપે તીવ્ર પવન ફુંકાવાની શક્યતા છે.

1/8

photoStories-logo

1. આવતીકાલે એક-બે નહીં, 25 રાજ્યોમાં વરસાદની આગાહી, 120ની ઝડપે પવન ફૂંકાશે

દેશભરમાં હવામાનના મિઝાઝમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. 2 નવેમ્બર સોમવારના રોજ દેશના 25 રાજ્યોમાં વરસાદ થવાની પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી વાવાઝોડું ‘મુરાસુ’ વધુને વધુ શક્તિશાળી બની રહ્યું છે. આ વાવાઝોડાની તીવ્ર અસરના પરિણામે તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશા અને છત્તીસગઢ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને ઝડપી પવનો ફુંકાવાનો તબક્કો શરૂ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. ભારે પવન ફુંકાશે

તટીય આંધ્રપ્રદેશ અને યાનામ વિસ્તારમાં 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવનના ઝાપટાં પડી શકે છે. આંધ્રપ્રદેશના દરિયાકાંઠે 2 નવેમ્બરની સાંજથી પવનની ગતિ 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની અને રાત્રિના સમયે તે વધીને 100 થી 110 કિલોમીટર પ્રતિ કલાક થવાની આશંકા છે. આ સમયગાળા દરમિયાન પવનના ઝાપટાંની મહત્તમ ઝડપ 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ ચક્રવાત 2 નવેમ્બરની મધ્યરાત્રિથી 3 નવેમ્બરની સવાર વચ્ચે નેલ્લોર અને નરસાપુર વચ્ચે દક્ષિણ આંધ્રપ્રદેશના કાંઠે ત્રાટકે તેવી ભીતિ સેવાઈ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/8

photoStories-logo

3. ગુજરાતમાં વરસાદ પડશે ?

2 નવેમ્બર 2026 ના રોજ ગુજરાતમાં હવામાનની સ્થિતિ સામાન્ય રીતે ખુલ્લું આકાશ અને સૂકું વાતાવરણ રહેવાની સંભાવના છે. નવેમ્બરની શરૂઆત સાથે રાજ્યમાં હવે ધીમે ધીમે ગુલાબી ઠંડીની શરૂઆત થઈ રહી છે અને તાપમાન સામાન્ય રીતે આસપાસ રહેશે. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ સૂકું અને ચોખ્ખું રહેવાની સંભાવના છે. દિવસ દરમિયાન તાપમાન આશરે 33°C થી 35°C ની આસપાસ રહી શકે છે, જ્યારે રાત્રિ અને વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થશે. 02 નવેમ્બરના રોજ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની કોઈ મોટી ચેતવણી નથી, વાતાવરણ સામાન્ય રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. ઉત્તર પ્રદેશમાં હવામાનની સ્થિતિ

ઉત્તર પ્રદેશમાં સોમવારે પૂર્વીય ભાગોમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. રાજ્યમાં ક્યાંક ક્યાંક હળવાથી મધ્યમ ધુમ્મસ છવાઈ જવાની પણ સંભાવના છે, જેની અસર ખાસ કરીને સવારના સમયે જોવા મળી શકે છે. જોકે, રાજ્ય માટે કોઈ મોટા વરસાદી એલર્ટ કે તીવ્ર વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી નથી. રાજ્યના દક્ષિણ-પૂર્વીય ભાગ અને તેની આસપાસના વિસ્તારોમાં નીચલા વાતાવરણીય સ્તરે ચક્રવાતી પરિભ્રમણ સર્જાયેલું છે, જેના કારણે પૂર્વ ઉત્તર પ્રદેશમાં છૂટોછવાયો વરસાદ ચાલુ રહી શકે છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ માટે 2 નવેમ્બરે વરસાદની કોઈ ખાસ આગાહી કરવામાં આવી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/8

photoStories-logo

5. બિહારમાં હવામાનની સ્થિતિ

બિહારમાં 2 નવેમ્બરના રોજ કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. 1 અને 2 નવેમ્બર દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે. જોકે, 2 નવેમ્બર માટે ભારે વરસાદ, તીવ્ર વાવાઝોડું કે વીજળી પડવા અંગેનું કોઈ વિશેષ એલર્ટ જારી કરાયું નથી. દક્ષિણ ભારતના તટીય વિસ્તારોની સરખામણીએ બિહારમાં ‘મુરાસુ’ વાવાઝોડાની સીધી અસર ઓછી રહેવાનો અંદાજ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. દિલ્હીમાં હવામાન કેવું રહેશે?

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 2 નવેમ્બરે વાતાવરણ ચોખ્ખું રહેવાનું અનુમાન છે. આકાશ મુખ્યત્વે ખુલ્લું રહેશે અને તડકો ખીલેલો રહેશે તેમજ વરસાદની કોઈ શક્યતા નથી. રાજધાનીનું મહત્તમ તાપમાન 28 થી 30 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન 16 થી 18 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહી શકે છે. ન્યૂનતમ તાપમાન સામાન્યની આસપાસ રહેશે, જ્યારે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.6 થી 3 ડિગ્રી સેલ્સિયસ નીચું રહેવાની શક્યતા છે. સવારના સમયે ઉત્તર-પશ્ચિમ દિશામાંથી 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે, જે બપોરના સમયે વધીને 15 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. સાંજ અને રાત્રિના સમયે પવનની ગતિ ઘટીને 10 કિલોમીટર પ્રતિ કલાક રહેવાનો અંદાજ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/8

photoStories-logo

7. હિમાચલ પ્રદેશમાં વરસાદની સંભાવના

હિમાચલ પ્રદેશમાં સોમવારે કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. 1 અને 2 નવેમ્બર દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા વરસાદનું પૂર્વાનુમાન છે. જોકે, 2 નવેમ્બર માટે ભારે વરસાદ કે તીવ્ર વાવાઝોડા માટેનું કોઈ અલગ એલર્ટ આપવામાં આવ્યું નથી. પહાડી વિસ્તારોમાં હવામાન બદલાવાના કારણે કેટલાક સ્થળોએ ઠંડીનો અનુભવ વધી શકે છે, પરંતુ હાલમાં તાપમાનમાં કોઈ મોટો ઘટાડો નોંધાશે નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. જમ્મુ-કાશ્મીર અને લડાખમાં વરસાદી માહોલ

જમ્મુ-કાશ્મીર અને લડાખમાં 2 નવેમ્બરે કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થવાનો અંદાજ છે. 1 અને 2 નવેમ્બર દરમિયાન આ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. પહાડી વિસ્તારોમાં હવામાનનો મિઝાઝ બદલાવાથી ઠંડીનું પ્રમાણ વધી શકે છે. જોકે, 2 નવેમ્બર માટે ભારે વરસાદ કે હિમવર્ષાનું કોઈ ખાસ એલર્ટ જારી કરવામાં આવ્યું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

WeatherForecast CycloneMurasu RainAlert
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ