ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:26 PM, 1 November 2026
ADVERTISEMENT
ઓક્ટોબર મહિનાના GST કલેક્શનના આંકડા બહાર આવ્યા છે અને તેમાં શાનદાર વધારો જોવા મળ્યો છે. ગ્રોસ GST કલેક્શન વાર્ષિક ધોરણે લગભગ 23 ટકા વધીને 2,31,290 કરોડ રૂપિયા પહોંચી ગયું છે. ગયા વર્ષે આ જ મહિનામાં 1,88,125 કરોડ રૂપિયા જ મળ્યા હતા, એટલે આ વખતે 43 હજાર કરોડ રૂપિયાથી વધુની વધારાની આવક થઈ છે.
ADVERTISEMENT
ઘરેલુ વ્યવહારમાંથી મળેલી આવક 15.8 ટકા વધીને 1,59,044 કરોડ રૂપિયા થઈ છે, જ્યારે આયાતમાંથી મળેલી આવકમાં તો 42 ટકાથી વધુનો મોટો કૂદકો જોવા મળ્યો છે અને તે 72,246 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.
વિગતવાર જોઈએ તો...
ADVERTISEMENT
સેન્ટ્રલ GST (CGST)માં 42,935 કરોડ રૂપિયા કલેક્શન થયું છે. સ્ટેટ GST (SGST)માં 51,340 કરોડ રૂપિયા કલેક્શન થયું છે. ઇન્ટિગ્રેટેડ GST (IGST)માં 1,37,015 કરોડ રૂપિયા કલેક્શન થયું છે. જેમાં IGSTમાં ઘરેલુ વ્યવહાર અને આયાત બંનેનો ફાળો છે. રિફંડ બાદ નેટ GST આવક 25.6 ટકા વધીને 2,03,356 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
ADVERTISEMENT
ચાલુ નાણાકીય વર્ષના પહેલા સાત મહિનામાં (એપ્રિલથી ઓક્ટોબર) કુલ ગ્રોસ GST કલેક્શન 14.77 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે, જે ગયા વર્ષ કરતાં 13 ટકાથી વધુ છે. નેટ આવક પણ 12.69 લાખ કરોડ રૂપિયાની આસપાસ રહી છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર આ મજબૂત વૃદ્ધિ ઘરેલુ આવક અને આયાત બંનેમાંથી થયેલા કલેક્શનમાં આવેલી તેજીને કારણે શક્ય બની છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો