ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VIDEO : અમદાવાદના ગોતામાં નિર્માણાધીન સાઈટની દીવાલ ધરાશાઈ, શાયોના 3ના રહીશોમાં ફફડાટ
Last Updated: 09:09 PM, 1 November 2026
ADVERTISEMENT
અમદાવાદના ગોતામાં નિર્માણાધિન સાઇટની દીવાલ ધરાશાઈ થઈ છે. સાઇટને અડીને આવેલા શાયોના 3ના રહીશોમાં ફફડાટ ફેલાયો હતો. દિવાલ પડતા શાયોના બિલ્ડિંગને પણ નુકશાન થયું હતું. દિવાલ ધરાશાઈ થઈ તેના CCTV ફૂટેજ સામે આવ્યાં છે. દિવાલ પડતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી.
ADVERTISEMENT
''પ્લાન પાસ થયા વિના ખોદકામ...'', Ahmedabadના ગોતામાં નિર્માણાધિન સાઇટની દીવાલ ધરાશાયી થવા મુદ્દે AMC એસ્ટેટ ઓફિસરે સ્વીકાર્યું #Ahmedabad #Gota #ConstructionSite #WallCollapse #BuildingSafety #VTVDigital https://t.co/XUOBIaoDdP
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 1, 2026
પોલીસ-ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને બિલ્ડર દ્વારા નવી દીવાલ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. સુરક્ષાના ભાગરૂપે આજુબાજુના ફ્લેટમાં રહેતા સ્થાનિક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
ADVERTISEMENT
શું નુકસાન થયું?
બાજુમાં આવેલા શાયોના તિલક-3 (બ્લોક ૦૩ અને ૦૪) ફ્લેટની દીવાલ અને જમીન તેમજ ફ્લેટના પિલર સુધીનો ભાગ પ્રભાવિત થયો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.