ન્યૂઝ અપડેટ્સ
7 ફોટો ગેલેરી
Last Updated: 06:12 PM, 1 November 2026
1/7
મુંબઈમાં સ્થિત નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ખાતે ધ લાઈબ્રેરીની શાનદાર શરૂઆત કરવામાં આવી છે. આ એક એવી અદ્ભુત જગ્યા છે, જ્યાં લોકો પુસ્તકોની સાથે ઉત્કૃષ્ટ કલા અને સંસ્કૃતિનો પણ આનંદ માણી શકે છે. આ ખાસ લોન્ચ ઇવેન્ટમાં બોલિવૂડના અનેક દિગ્ગજ કલાકારોએ પોતાની ઉપસ્થિતિ નોંધાવી હતી, જેના કારણે આખો માહોલ સ્ટાર-ડડેડ બની ગયો હતો. (Image Source : INSTAGRAM/@NMACC.INDIA)
2/7
આ ભવ્ય કાર્યક્રમમાં બોલિવૂડનું મોસ્ટ પૉપ્યુલર કપલ કરીના કપૂર અને સાઈફ અલી ખાન હાથમાં હાથ નાખીને પહોંચ્યા હતા. બંનેએ શાનદાર પોઝ આપ્યા હતા અને તેમની કેમેસ્ટ્રીએ ચાહકોનું દિલ જીતી લીધું હતું. લુકની વાત કરીએ તો, કરીના કપૂરે ડિઝાઈનર સવ્યસાચીના મેન્સ કલેક્શનની સિલ્ક પેસ્લે પ્રિન્ટ શર્ટ પહેરી હતી, જેને તેણે ડાર્ક ફ્લેયર્ડ ટ્રાઉઝર સાથે પેર કરી હતી. જ્યારે સાઈફ અલી ખાન બેઝ કલરના ક્લાસિક સૂટ અને નેવી બ્લુ શર્ટમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા હતા.(Image Source : INSTAGRAM/@NMACC.INDIA)
ADVERTISEMENT
3/7
આ ઇવેન્ટમાં અભિનેત્રી કાજોલ ઓલ-બ્લેક આઉટફિટમાં નજરે પડી હતી. તેણે સાટિન ફિનિશવાળી બ્લેક ફૂલ-સ્લીવ્ઝ શર્ટને હાઈ-વેસ્ટેડ બોટમ વેર સાથે પેર કરી હતી. સાઈડ-પાર્ટેડ ખુલ્લા વાળ, ન્યૂડ લિપસ્ટિક અને સટલ મેકઅપે તેના લુકને વધુ એલિગન્ટ બનાવ્યો હતો. બીજી તરફ, સોહા અલી ખાન ઓલ-બ્લેક જંપસૂટમાં જોવા મળી હતી. તેણે શોર્ટ સ્લીવ્ઝવાળા રેપ-સ્ટાઈલ આઉટફિટને મેચિંગ બ્લેક ટ્રાઉઝર સાથે પહેર્યો હતો. લાંબા ડાયમંડ ડ્રોપ ઈયરરિંગ્સ, લક્ઝરી કાંડાઘડિયાળ અને બ્લેક કિલ્ટેડ ક્લચે તેના દેખાવમાં ચાર ચાંદ લગાવ્યા હતા, અને ખુલ્લા વેવી વાળ તથા ન્યૂડ મેકઅપમાં સોહા અત્યંત ક્લાસી લાગતી હતી.(Image Source : INSTAGRAM/@NMACC.INDIA)
4/7
મશહૂર ડિઝાઈનર મનીષ મલ્હોત્રા આ ઇવેન્ટમાં ઓલ-બ્લેક ઇન્ડો-વેસ્ટર્ન લુકમાં આવ્યા હતા. તેમણે બંધ ગળાની બ્લેક બટન-ડાઉન જેકેટને મેચિંગ લૂઝ-ફિટેડ ટ્રાઉઝર સાથે પેર કરી હતી અને પોતાના મિનિમલ તથા ક્લાસી અંદાજથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું.(Image Source : INSTAGRAM/@NMACC.INDIA)
ADVERTISEMENT
5/7
અભિનેતા શાહિદ કપૂર પોતાની પત્ની મીરા રાજપૂત સાથે આ સમારોહમાં પહોંચ્યા હતા. મીરા પેસ્ટલ ગ્રે શેડની ફ્લોરલ પ્રિન્ટેડ મેક્સી ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગતી હતી. હાઈ-નેકલાઈન અને પફ્ડ સ્લીવ્ઝવાળા આ ડ્રેસને તેણે મેચિંગ બેલ્ટ, વ્હાઈટ ક્લચ અને લક્ઝરી વોચ સાથે સ્ટાઈલ કર્યો હતો, જ્યારે સ્લીક બન અને ન્યૂડ મેકઅપે તેના લુકને ખાસ બનાવ્યો હતો. બીજી બાજુ, શાહિદ કપૂર ઓલ-બ્લેક આઉટફિટમાં ઓપન-કોલર શર્ટ અને ફોર્મલ ટ્રાઉઝરમાં હેન્ડસમ દેખાતા હતા. આ સ્ટાઇલિશ જોડીએ ઇવેન્ટમાં ખાસ આકર્ષણ જમાવ્યું હતું.(Image Source : INSTAGRAM/@NMACC.INDIA)
6/7
આ સેલેબ્રિટી ગેધરિંગમાં ઓરી પણ છવાયેલા રહ્યા હતા. તેઓ સૈફ અલી ખાન અને કરીના કપૂર સાથે કેમેરા સામે પોઝ આપતા નજરે પડ્યા હતા અને હંમેશાની જેમ પોતાના યુનિક અંદાજમાં દેખાયા હતા. આ ઉપરાંત અભિનેતા રાજકુમાર રાવ પણ બ્લુ શર્ટ અને બ્લેક પેન્ટવાળા કેઝ્યુઅલ લુકમાં આ કાર્યક્રમનો હિસ્સો બન્યા હતા, તેમજ બોલિવૂડ અભિનેતા વિક્રાંત મેસી નેવી બ્લુ બ્લેઝર, વ્હાઈટ ઓપન-કોલર શર્ટ અને લાઈટ બેઝ ટ્રાઉઝરમાં દેખાયા હતા.(Image Source : INSTAGRAM/@NMACC.INDIA)
ADVERTISEMENT
7/7
આ ભવ્ય સાંજે ખુદ નીતા અંબાણી ટૈન-બેઝ કલરના કો-ઓર્ડ સૂટમાં અત્યંત ક્લાસી અંદાજમાં નજરે પડ્યા હતા. તેમણે પફ્ડ સ્લીવ્ઝવાળી જેકેટને મેચિંગ ટ્રાઉઝર અને એમ્બ્રોઈડર્ડ ટોપ સાથે પેર કર્યું હતું. ડાયમંડ ઈયરરિંગ્સ, મોટી હીરાની વીંટી અને લક્ઝરી ઘડિયાળે તેમના લુકને વધુ ખાસ બનાવ્યો હતો. આ સાથે જ ઈશા અંબાણી પિંક અને પીચ શેડના બનારસી બ્રોકેડ જેકેટ સ્ટાઈલ ટોપ તથા ડાર્ક બ્લુ ડેનિમ જીન્સમાં આકર્ષક ટ્રેડિશનલ-મોડર્ન મિક્સ લુકમાં જોવા મળ્યા હતા.(Image Source : INSTAGRAM/@NMACC.INDIA)
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ