ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 04:13 PM, 1 November 2026
ADVERTISEMENT
પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP) ને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. પટિયાલા જિલ્લાના સમાનાના ધારાસભ્ય ચેતન સિંહ જોડમજરા અને સનૌરના ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમજરાએ રવિવારે પાર્ટીના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું.
ADVERTISEMENT
પંજાબમાં રાજકીય ખળભળાટ
આમ આદમી પાર્ટી દ્વારા 2027ની પંજાબ વિધાનસભા ચૂંટણી માટે40 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કર્યાના એક દિવસ બાદ જ બંને નેતાઓના રાજીનામા આવ્યા છે. જોકે, આમ આદમી પાર્ટીએ હજુ સુધી સમાના અને સનૌર વિધાનસભા બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી નથી. બંને ધારાસભ્યોના રાજીનામાથી પંજાબમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે.
ADVERTISEMENT
અરવિંદ કેજરીવાલને મોકલ્યું રાજીનામું
સનૌરના ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરાએ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને પોતાનું રાજીનામું મોકલી દીધું છે . આ દરમિયાન, સમાનાના ધારાસભ્ય અને પંજાબના ભૂતપૂર્વ મંત્રી ચેતન સિંહ જોડમાજરાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં પાર્ટી છોડવાની જાહેરાત કરી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ અમેરિકામાં ગેરકાયદે રહેતા ગુજરાતીઓમાં ભયનો માહોલ, અનેક લોકોએ નોકરી અને ફોન નંબર બદલ્યા
કોને મળી શકે ટીકિટ?
ADVERTISEMENT
આમ આદમી પાર્ટી એ સપ્ટેમ્બરમાં પંજાબના ભૂતપૂર્વ મંત્રી સુરજીત સિંહ રાખરાને સમાના તવિસ્તાર માટે મતવિસ્તાર પ્રભારી તરીકે નિયુક્ત કર્યા હતા. ત્યારથી તેમને 2027 ની વિધાનસભા ચૂંટણીમાં સમાના મતવિસ્તારના સંભવિત ઉમેદવાર માનવામાં આવી રહ્યા છે. જોકે, AAP એ હજુ સુધી આ બેઠક માટે પોતાના ઉમેદવાર અંગે સત્તાવાર જાહેરાત કરી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.