ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટની સરાઝા હોટેલની દારૂ પાર્ટીમાં MLA પ્રકાશ વરમોરાના કૌટુંબિક ભાઈ નું નામ સામે આવ્યું
Last Updated: 12:06 PM, 1 November 2026
ADVERTISEMENT
રાજકોટની નામાંકિત સરાઝા હોટેલમાં યોજાયેલી હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો મામલો દિવસેને દિવસે વધુ ચર્ચાસ્પદ બની રહ્યો છે. LCBના દરોડા બાદ સામે આવેલી વિગતોમાં હવે રાજકીય કનેક્શન પણ સામે આવ્યું છે. આ દારૂ પાર્ટીમાં ધારાસભ્ય પ્રકાશ વરમોરાના કૌટુંબિક ભાઈ મનીષ વરમોરા પણ સામેલ હોવાની માહિતી મળી છે. પોલીસ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદમાં મનીષ વરમોરા ઉર્ફે મનીષ પટેલનું નામ પણ આરોપીઓમાં સામેલ કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT

મળતી માહિતી મુજબ, રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સરાઝા હોટેલમાં બર્થડે પાર્ટીના નામે દારૂની મહેફિલ યોજવામાં આવી હતી. આ પાર્ટીમાં શહેરના નામાંકિત ડોક્ટર્સ, બિલ્ડરો અને તેમના પરિવારજનો સહિત અનેક લોકો હાજર હતા. LCBની ટીમે દરોડા પાડીને કાર્યવાહી કરતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. હવે આ પાર્ટીમાં ધારાસભ્યના કૌટુંબિક ભાઈનું નામ સામે આવતાં રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઈ છે.
ADVERTISEMENT
આ કેસમાં પોલીસ દ્વારા કુલ 38 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ યાદીમાં મનીષ વરમોરા ઉર્ફે મનીષ પટેલનું નામ પણ સામેલ છે. મનીષ વરમોરા મોરબીના જાણીતા વરમોરા ગ્રુપના માલિક છે. તેઓ ધારાસભ્ય પ્રકાશ વરમોરાના કૌટુંબિક ભાઈ હોવાનું પણ સામે આવ્યું છે. સરાઝા હોટેલમાં યોજાયેલી પાર્ટીમાં તેમની હાજરીને લઈને હવે આ મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. પોલીસની ફરિયાદમાં તમામ આરોપીઓનાં નામજોગ ઉલ્લેખ કરવામાં આવ્યા હોવાથી તપાસમાં દરેકની ભૂમિકા અને પાર્ટીમાં તેમની હાજરી અંગેની વિગતો મહત્વપૂર્ણ બની શકે છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સરાઝા હોટેલમાં બર્થડે પાર્ટી દરમિયાન દારૂની મહેફિલ ચાલતી હોવાની માહિતી મળતાં LCBએ દરોડા પાડ્યા હતા. આ પાર્ટી ચિરાગ પટેલના જન્મદિવસ નિમિત્તે યોજવામાં આવી હતી. દિવાળીના દિવસોમાં લોકો હાજર રહી શકે તેમ ન હોવાથી અગાઉથી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.
ADVERTISEMENT
પોલીસે આ મામલે કાર્યવાહી કરીને પાર્ટીમાં હાજર લોકોની મેડિકલ તપાસ પણ કરાવી હતી. હવે 38 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ નોંધાયા બાદ મનીષ વરમોરાનું નામ સામે આવતાં કેસને નવો વળાંક મળ્યો છે. સમગ્ર મામલે પોલીસ તપાસ આગળ વધી રહી છે અને આરોપીઓની ભૂમિકા અંગે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.