ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / દિલ્હીમાં INDIA બ્લોકની રેલીને લઈને પોલીસ એલર્ટ, 14 સુરક્ષા ઝોન, 200 CCTV કેમેરા અને બોડી કેમેરાથી રહેશે નજર

National / દિલ્હીમાં INDIA બ્લોકની રેલીને લઈને પોલીસ એલર્ટ, 14 સુરક્ષા ઝોન, 200 CCTV કેમેરા અને બોડી કેમેરાથી રહેશે નજર

Published By: Nidhi Panchal

Last Updated: 08:07 AM, 1 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના રામલીલા મેદાનમાં આજે INDIA બ્લોકની વિશાળ રેલી યોજાવા જઈ રહી છે, જેને લઈને રાજધાનીમાં રાજકીય ગરમાવો વધ્યો છે. રાહુલ ગાંધીની અપીલ બાદ વિપક્ષી નેતાઓ, કાર્યકરો અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાય તેવી શક્યતા છે, ત્યારે દિલ્હી પોલીસે સુરક્ષાનો અભેદ્ય બંદોબસ્ત ગોઠવ્યો છે.

ADVERTISEMENT

દિલ્હીના રાજકીય માહોલમાં આજે કંઈક મોટું થવાની તૈયારી છે. રાષ્ટ્રીય રાજધાનીના રામલીલા મેદાનમાં INDIA બ્લોક દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં દેશના વિવિધ વિપક્ષી પક્ષોના નેતાઓ, કાર્યકરો, વિદ્યાર્થી જૂથો અને નાગરિક સમાજના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ભાગ લે તેવી અપેક્ષા છે. પશ્ચિમ બંગાળનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સહિત અનેક વિપક્ષી નેતાઓ પણ આ કાર્યક્રમમાં હાજરી આપે તેવી શક્યતા છે.

Delhi

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ લોકોને મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાવા અપીલ કરી છે. રેલીને લઈને દિલ્હી સહિત દેશના રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. આ વિશાળ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ સંપૂર્ણ સતર્ક થઈ ગઈ છે. દિલ્હી પોલીસ કમિશનર સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે જાતે રસ્તાઓ પર ઉતરીને રેલીના રૂટ અને આસપાસના વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું.

દિલ્હી પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી

રેલીને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. રવિવારે રેલીના માર્ગ અને રામલીલા મેદાનમાં 4,000થી વધુ પોલીસકર્મીઓ તેમજ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF)ની ટુકડીઓ તૈનાત કરવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે રામલીલા મેદાનને કુલ 14 સુરક્ષા ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. દરેક ઝોનની જવાબદારી આસિસ્ટન્ટ કમિશનર રેન્કના અધિકારીને સોંપવામાં આવી છે.

સમગ્ર કાર્યક્રમ પર નજર રાખી શકાય તે માટે 200થી વધુ CCTV કેમેરા

આ ઉપરાંત રેલી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સમગ્ર કાર્યક્રમ પર નજર રાખી શકાય તે માટે 200થી વધુ CCTV કેમેરા, ડ્રોન અને બોડી-વોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. મેદાનની અંદર એક ખાસ કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે. અહીંથી સમગ્ર કાર્યક્રમ અને સુરક્ષા વ્યવસ્થાનું સતત મોનિટરિંગ કરવામાં આવશે.

કનોટ પ્લેસથી રામલીલા મેદાન સુધી રેલીનો રૂટ

આ રેલી કનોટ પ્લેસથી શરૂ થશે અને મિન્ટો રોડ જંકશન થઈને અજમેરી ગેટ માર્ગે રામલીલા મેદાન પહોંચશે. જોકે, દિલ્હી પોલીસે સ્પષ્ટતા કરી છે કે રામલીલા મેદાનમાં રેલી યોજવા માટે પરવાનગી આપવામાં આવી છે, પરંતુ મિન્ટો રોડ-કનોટ પ્લેસ ચાર રસ્તાથી પ્રસ્તાવિત શોભાયાત્રા કાઢવા માટે પોલીસને કોઈ અરજી મળી નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને રેલીના રૂટ અને મંજૂરી અંગે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.

સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી ટ્રાફિક પ્રતિબંધ

રેલીને કારણે દિલ્હીના અનેક વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવશે. રવિવારે સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી શહેરના ઘણા વિસ્તારોમાં ટ્રાફિક પ્રતિબંધો લાગુ રહેશે. ITO, દિલ્હી ગેટ, રાજઘાટ, અજમેરી ગેટ અને તુર્કમાન ગેટ સહિતના મુખ્ય આંતરછેદો પર વાહનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવશે. દિલ્હી પોલીસે લોકોને બહાદુર શાહ ઝફર માર્ગ, જવાહરલાલ નેહરુ માર્ગ, મિન્ટો રોડ અને દેશબંધુ ગુપ્તા રોડની આસપાસના વિસ્તારોમાં જવાનું ટાળવાની સલાહ આપી છે. ખાસ કરીને આ રસ્તાઓ પરથી પસાર થતા વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અને પોતાની મુસાફરીનું અગાઉથી આયોજન કરવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમથી 13 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, ગુજરાતમાં પણ માવઠાની શક્યતા

હોસ્પિટલ અને રેલવે સ્ટેશન જતા મુસાફરો માટે ખાસ વ્યવસ્થા

ટ્રાફિક પ્રતિબંધો વચ્ચે ઇમરજન્સી સેવાઓને અસર ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. LNJP અને GB પંત હોસ્પિટલ તરફ જતી એમ્બ્યુલન્સ તેમજ અન્ય ઇમરજન્સી વાહનોની અવરજવર માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત નવી દિલ્હી રેલવે સ્ટેશન જવા માગતા મુસાફરોને પણ સમયસર પહોંચવા માટે પોતાની મુસાફરીનું અગાઉથી આયોજન કરવાની સલાહ આપવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rahul Gandhi Rally Delhi Ramlila Maidan Rally INDIA Bloc Rally

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ