ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટની સરાઝા હોટલમાં બર્થડે પાર્ટીની આડમાં દારૂની મહેફિલ! 50થી વધુ ઉદ્યોગપતિઓ હાજર હોવાની ચર્ચા
Last Updated: 06:25 AM, 1 November 2026
ADVERTISEMENT
Rajkot Liquor Party : રાજકોટના કાલાવડ રોડ પર આવેલી જાણીતી સરાઝા હોટલમાં બર્થડે પાર્ટીની આડમાં દારૂની મહેફિલ યોજાઈ હોવાના દાવા બાદ શહેરમાં ચર્ચા જાગી છે. સોશિયલ મીડિયા પર પાર્ટીનો કથિત વીડિયો વાયરલ થયા બાદ રાજકોટ LCB ઝોન-2ની ટીમે હોટલમાં દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક વિગતો મુજબ દિવાળી પહેલાં ચિરાગ પટેલના જન્મદિવસ નિમિત્તે યોજાયેલી આ પાર્ટીમાં 33 મહિલાઓ અને 43 પુરુષો સહિત કુલ 76 લોકો હાજર હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
આ પાર્ટીમાં રાજકોટ અને મોરબીના 50થી વધુ નામાંકિત ઉદ્યોગપતિઓ તથા મોટા વેપારીઓ હાજર હોવાની ચર્ચા છે. આ ઉપરાંત, પાર્ટીનું જોડાણ જાણીતા ડેકોરા ગ્રુપ સાથે હોવાનો દાવો પણ સામે આવ્યો છે. જોકે, આ વિગતોની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે. હોટલના પાર્કિંગમાં મોંઘીદાટ લક્ઝરી કારનો જમાવડો પણ ચર્ચાનો વિષય બન્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
પોલીસની ઓચિંતી કાર્યવાહી દરમિયાન હોટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હોવાના અહેવાલ છે. કેટલાક દ્રશ્યોમાં મહિલાઓ કેમેરાથી બચવા ખુરશીના કવર વડે ચહેરો છુપાવતી જોવા મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. દરોડા દરમિયાન હોટલની વીજળી અચાનક બંધ થઈ હોવાની વાત પણ સામે આવી છે. જનરેટરની સુવિધા હોવા છતાં લાઇટ કેમ બંધ થઈ તે અંગે સવાલો ઊઠ્યા છે.
ADVERTISEMENT
હાલ આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પાર્ટીનું આયોજન કોણે કર્યું હતું, દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેમાં કોણ-કોણ સામેલ હતું તે તપાસનો વિષય છે. 50થી વધુ ઉદ્યોગપતિઓની હાજરી અને ડેકોરા ગ્રુપ સાથેના કથિત જોડાણ અંગે પણ સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી. પોલીસ તરફથી તમામ વિગતોની પુષ્ટિ થયા બાદ જ સમગ્ર ઘટનાની સ્પષ્ટતા થઈ શકશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ