ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદના મકરબા બ્રિજ પાસે હવે ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ લગાવવાનો નિર્ણય, ટ્રાફિકજામની ભીતિ!
Last Updated: 12:33 PM, 1 November 2026
ADVERTISEMENT
અમદાવાદના મકરબા વિસ્તારમાં વાહનચાલકોની મુશ્કેલી ઓછી થવાની આશા હતી, પરંતુ હવે તંત્રના એક નવા નિર્ણયે ફરી સવાલો ઊભા કર્યા છે. બ્રિજની કામગીરી દરમિયાન રસ્તા પર ટ્રાફિકની સ્થિતિ સુધારવા માટે કેપ્સ્યુલ આકારનો રસ્તો બનાવવામાં આવ્યો હતો. જોકે, હવે બ્રિજ પાસે જ ટ્રાફિક સિગ્નલ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બ્રિજ પરથી ઉતરતાની સાથે જ વાહનચાલકોને સિગ્નલ પર રોકાવું પડશે, જેના કારણે અહીં ફરી ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ શકે છે.
ADVERTISEMENT

મકરબા બ્રિજ પાસે ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અગાઉ આ વિસ્તારમાં કેપ્સ્યુલ આકારનો રસ્તો બનાવવામાં આવ્યો હતો. આ રસ્તાના કારણે વાહનચાલકોને અગાઉ કરતાં 200થી 300 મીટર જેટલું વધારાનું અંતર કાપવું પડતું હતું. હવે આ જ વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલ લગાવવાના નિર્ણયથી વાહનચાલકોની મુશ્કેલીમાં વધુ વધારો થવાની શક્યતા છે.
ADVERTISEMENT
સામાન્ય રીતે બ્રિજ બનાવવાનો હેતુ વાહનચાલકોને ટ્રાફિકમાંથી રાહત આપવાનો અને રસ્તા પરની અવરજવર સરળ બનાવવાનો હોય છે. પરંતુ મકરબા બ્રિજ પાસે બ્રિજ પરથી નીચે ઉતર્યા બાદ જ ટ્રાફિક સિગ્નલ આવવાથી વાહનોની લાંબી કતારો લાગી શકે છે. ખાસ કરીને વાહનોની અવરજવર વધુ હોય તેવા સમયે સિગ્નલના કારણે ટ્રાફિકની ગતિ ધીમી પડવાની અને જામ થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
તંત્ર દ્વારા અગાઉ બનાવવામાં આવેલા કેપ્સ્યુલ આકારના રસ્તા અંગે વાહનચાલકોને વધારાનું અંતર કાપવાની મુશ્કેલી પડી રહી હતી. હવે આ સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવાને બદલે નવો પ્રયોગ કરવામાં આવી રહ્યો હોવાની ચર્ચા છે. એક તરફ બ્રિજની કામગીરીથી ટ્રાફિકની સમસ્યા ઓછી થવાની અપેક્ષા છે, તો બીજી તરફ બ્રિજ પાસે સિગ્નલ લગાવવાના નિર્ણયથી આ રાહત પર પાણી ફરી વળવાની શક્યતા છે.
ADVERTISEMENT
બ્રિજ પૂરો થતાં જ ટ્રાફિક સિગ્નલ, મકરબામાં વાહનચાલકોની મુશ્કેલી વધવાની ભીતિ અમદાવાદના મકરબા બ્રિજ પાસે હવે ટ્રાફિક સિગ્નલ લગાવવાનો મનપાએ નિર્ણય લીધો છે. ચાર રસ્તા પર સિગ્નલ લગાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. અગાઉ અહીં કેપ્સ્યુલ આકારનો રસ્તો બનાવવામાં આવ્યો હતો અને હવે બ્રિજના છેડે જ સિગ્નલ મૂકવાના નિર્ણયથી ટ્રાફિકજામની શક્યતા વ્યક્ત થઈ રહી છે. બ્રિજ પરથી નીચે ઉતરતાં જ વાહનચાલકોને ટ્રાફિકનો સામનો કરવો પડી શકે છે. અગાઉ રસ્તાની રચનાને કારણે વાહનચાલકોને 200થી 300 મીટર વધારાનું અંતર કાપવું પડતું હતું. તંત્રના અચાનક નિર્ણયથી વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. #Ahmedabad #MakarbaBridge #TrafficSignal #AMC #VTVDigital
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 1, 2026
ADVERTISEMENT
અચાનક ટ્રાફિક સિગ્નલ લગાવવાના નિર્ણયથી સ્થાનિક વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાહનચાલકોના મનમાં સવાલ છે કે બ્રિજની કામગીરી અને રસ્તાની વ્યવસ્થા નક્કી કરતી વખતે ટ્રાફિકની સ્થિતિનો પૂરતો વિચાર કરવામાં આવ્યો હતો કે નહીં? બ્રિજ પરથી ઉતર્યા બાદ તરત જ સિગ્નલ આવતા વાહનોને રોકાવું પડશે અને તેના કારણે ફરી ટ્રાફિકજામ સર્જાઈ શકે છે.
ADVERTISEMENT
હાલમાં ચાર રસ્તા પર સિગ્નલ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હવે આ વ્યવસ્થા શરૂ થયા બાદ મકરબા બ્રિજ પાસે ટ્રાફિકની સ્થિતિ કેવી રહે છે તે જોવાનું રહેશે. જોકે, વાહનચાલકોને રાહત આપવાના હેતુથી કરવામાં આવેલી કામગીરી બાદ વધુ એક નવા નિર્ણયથી તેમની મુશ્કેલી વધવાની ભીતિ ઊભી થઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.