ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Amazon-Flipkart પર એક જ ફોનની કિંમત અલગ કેમ? ખરીદી પહેલાં આ રીતે સરખાવો ભાવ અને મેળવો સૌથી સસ્તી ડીલ!

બિઝનેસ / Amazon-Flipkart પર એક જ ફોનની કિંમત અલગ કેમ? ખરીદી પહેલાં આ રીતે સરખાવો ભાવ અને મેળવો સૌથી સસ્તી ડીલ!

Published By: Jinal Chauhan

Last Updated: 10:36 AM, 1 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓનલાઈન મોબાઈલ ખરીદતી વખતે એક જ ફોનની કિંમત અલગ-અલગ મોબાઈલમાં જુદી જોવા મળે છે. ક્યારેક એક જ મોડલ એક પ્લેટફોર્મ પર સસ્તું તો બીજા પર મોંઘું મળે છે. આવી સ્થિતિમાં ઉતાવળમાં ખરીદી કરવાને બદલે કેટલીક સરળ ટિપ્સ અપનાવશો તો સારા એવા પૈસા બચાવી શકો છો.

ADVERTISEMENT

ઓનલાઈન શોપિંગનો ક્રેઝ વધવાની સાથે મોબાઈલ ખરીદવા માટે લોકો અલગ-અલગ પ્લેટફોર્મ પર ભાવ સરખાવતા થયા છે. પરંતુ ઘણીવાર એક જ ફોનની કિંમતમાં તફાવત જોવા મળે છે. આ પાછળ ડાયનેમિક પ્રાઇસિંગ, ડિસ્કાઉન્ટ, બેંક ઓફર અને અન્ય કારણો જવાબદાર હોઈ શકે છે. જો તમે પણ નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. માત્ર સ્ક્રીન પર દેખાતી કિંમત જોઈને ફોન ખરીદવાની ભૂલ ન કરો. ખરીદી કરતાં પહેલાં આ પાંચ રીતો અજમાવો, જેનાથી તમને ફોનની સારી ડીલ મળી શકે છે.

Incognito મોડમાં ફોનની કિંમત ચેક કરો

તમે કોઈ એક ફોન વારંવાર સર્ચ કરો છો ત્યારે તેની કિંમતમાં ફેરફાર જોવા મળી શકે છે. ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ પર ડાયનેમિક પ્રાઇસિંગ સિસ્ટમનો ઉપયોગ થઈ શકે છે. આ સિસ્ટમમાં માંગ, સ્ટોક, ઓફર અને અન્ય બાબતોના આધારે કિંમત બદલાઈ શકે છે.આવી સ્થિતિમાં ફોનની કિંમત ચેક કરવા માટે બ્રાઉઝરના Incognito અથવા Private મોડનો ઉપયોગ કરી શકો છો. આ મોડમાં સામાન્ય બ્રાઉઝિંગ હિસ્ટ્રી અને કૂકીઝનો ઉપયોગ થતો નથી. જો તમે શોપિંગ એપનો ઉપયોગ કરો છો તો તેની Cache ફાઇલ ક્લિયર કરીને પણ ભાવ ચેક કરી શકો છો. આ ઉપરાંત પરિવારના અન્ય સભ્યના ફોનમાં પણ એ જ મોડલની કિંમત જોઈ શકો છો. જોકે, આ રીતથી હંમેશા સસ્તો ભાવ મળશે તેની કોઈ ગેરંટી નથી.

Price Trackerથી જાણો ફોનની જૂની કિંમત

ઓનલાઈન સેલ દરમિયાન ઘણીવાર ફોન પર મોટું ડિસ્કાઉન્ટ બતાવવામાં આવે છે. પરંતુ ખરેખર કેટલા રૂપિયાની બચત થઈ રહી છે તે જાણવું પણ જરૂરી છે. ઘણીવાર જૂની કિંમત અને હાલની કિંમત વચ્ચેનો તફાવત જોઈને જ ખરીદદારો નિર્ણય લે છે.આ માટે Price Tracker ટૂલ્સનો ઉપયોગ કરી શકાય છે. આવા ટૂલ્સની મદદથી કોઈ પ્રોડક્ટની અગાઉની કિંમતનો રેકોર્ડ અને પ્રાઇસ ગ્રાફ જોઈ શકાય છે. તેનાથી ફોનની કિંમત ક્યારે વધારે હતી અને ક્યારે ઓછી થઈ હતી તેનો અંદાજ આવે છે. કેટલાક Price Trackerમાં Price Drop Alertની સુવિધા પણ હોય છે. આ સુવિધા ચાલુ રાખવાથી ફોનની કિંમત ઘટે ત્યારે નોટિફિકેશન મળી શકે છે.

ફોનને Cartમાં રાખીને થોડી રાહ જુઓ

ઓનલાઈન શોપિંગ કરતી વખતે મનપસંદ ફોન દેખાય એટલે તરત જ ખરીદી કરવાની ઉતાવળ ન કરો. પહેલાં તેને Cartમાં ઉમેરો અને થોડો સમય રાહ જુઓ. કેટલીકવાર શોપિંગ પ્લેટફોર્મ Cartમાં રહેલા પ્રોડક્ટ માટે વધારાના કૂપન અથવા ડિસ્કાઉન્ટ ઓફર મોકલી શકે છે.જોકે, દરેક વખતે આવી ઓફર મળે તે જરૂરી નથી. તેથી ખરીદી કરતાં પહેલાં પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કૂપન અને અન્ય ડિસ્કાઉન્ટ પણ ચેક કરો. કેટલીકવાર નાની ઓફરથી પણ ફોનની અંતિમ કિંમતમાં સારો એવો ઘટાડો થઈ શકે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ તમારી સેલરીમાંથી કપાતો PFનો પૈસો ક્યાં રોકાય છે? સરકાર દર વર્ષે 8%થી વધુ વ્યાજ કેવી રીતે આપે છે?

બેંક ઓફર અને Exchange Bonus ચેક કરો

ફોનની કિંમત સરખાવતી વખતે માત્ર તેની MRP અથવા ડિસ્કાઉન્ટ પછીની કિંમત ન જુઓ. પેમેન્ટ કરતી વખતે મળતા બેંક ડિસ્કાઉન્ટ અને અન્ય ઓફર પણ ચેક કરો. કેટલીકવાર ચોક્કસ બેંકના ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર વધારાનું ડિસ્કાઉન્ટ મળે છે.આ ઉપરાંત જૂનો ફોન બદલવાના Exchange Bonusનો પણ લાભ લઈ શકો છો. તમારા જૂના ફોનની સ્થિતિ અને મોડલ પ્રમાણે તેની કિંમત નક્કી થઈ શકે છે. કેટલીક ઓફરમાં વધારાનું એક્સચેન્જ બોનસ પણ મળે છે. જો તમારી પાસે રિવોર્ડ પોઈન્ટ્સ હોય તો તેનો ઉપયોગ કરીને પણ ખરીદીનો ખર્ચ ઘટાડી શકો છો. EMI પર ફોન ખરીદતા પહેલાં વ્યાજ અને અન્ય ચાર્જ પણ તપાસી લેવા જોઈએ.

અલગ-અલગ સમયે અને પ્લેટફોર્મ પર ભાવ સરખાવો

ઘણીવાર ખરીદદારો એક જ વેબસાઈટ પર ફોનની કિંમત જોઈને ખરીદી કરી લે છે. પરંતુ એક જ ફોનની કિંમત અલગ-અલગ શોપિંગ પ્લેટફોર્મ પર જુદી હોઈ શકે છે. તેથી ખરીદી કરતાં પહેલાં ઓછામાં ઓછા બે-ત્રણ પ્લેટફોર્મ પર તેની કિંમત સરખાવો.આ ઉપરાંત મંગળવાર અને બુધવાર જેવા દિવસોમાં તેમજ રાત્રિના સમયે પણ ભાવ ચેક કરી શકો છો. જોકે, આ સમયે ફોન હંમેશા સસ્તો મળે તેવું નથી. ફોનની કિંમત સ્ટોક, માંગ અને ચાલુ ઓફર પ્રમાણે બદલાઈ શકે છે. તેથી એક જ સમયે ખરીદી કરવાનો નિર્ણય લેવાને બદલે થોડા સમય સુધી ભાવ પર નજર રાખો.

ફોન ખરીદતા પહેલાં આટલું ખાસ ધ્યાન રાખો

ઓનલાઈન ફોન ખરીદતી વખતે માત્ર ડિસ્કાઉન્ટ જોઈને નિર્ણય ન લો. ફોનનું સાચું મોડલ, સ્ટોરેજ, વોરંટી, વેચનારની વિશ્વસનીયતા અને રિટર્ન પોલિસી પણ તપાસો. એક જ ફોનના અલગ-અલગ વેરિઅન્ટની કિંમતમાં પણ તફાવત હોઈ શકે છે.આખરે, ખરીદી કરતાં પહેલાં ફોનની જૂની અને હાલની કિંમત સરખાવો. બેંક ઓફર, એક્સચેન્જ બોનસ અને કૂપનનો લાભ મળે છે કે નહીં તે પણ તપાસો. થોડી ધીરજ રાખીને સરખામણી કરશો તો ઉતાવળમાં વધારે પૈસા ખર્ચવાથી બચી શકશો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

VTV Gujarati Smartphone Price Comparison Online Mobile Shopping

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ