ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અર્નબ વાવાઝોડું લો-પ્રેશરમાં ફેરવાયું, ત્યાં જ વધુ એક વાવાઝોડું ‘મુરાસુ’ ત્રાટકવાની આગાહી, દિશા દ.ગુજરાત તરફ હોવાની શક્યતા!

photo-story

7 ફોટો ગેલેરી

ગુજરાત / અર્નબ વાવાઝોડું લો-પ્રેશરમાં ફેરવાયું, ત્યાં જ વધુ એક વાવાઝોડું ‘મુરાસુ’ ત્રાટકવાની આગાહી, દિશા દ.ગુજરાત તરફ હોવાની શક્યતા!

Last Updated: 10:44 AM, 1 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અર્નબ વાવાઝોડાની અસર હજુ સંપૂર્ણપણે સમાપ્ત થઈ નથી ત્યાં જ બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સક્રિય થવાની શક્યતા છે. ‘મુરાસુ’ નામનું આ વાવાઝોડું 2 નવેમ્બરે આંધ્રપ્રદેશના કાંઠા નજીક પહોંચે તેવી સંભાવના છે અને તેની અનુમાનિત દિશા દક્ષિણ ગુજરાત તરફ હોવાથી રાજ્યમાં દિવાળી પહેલાં માવઠાની ચિંતા વધી છે.

1/7

photoStories-logo

1. વાવાઝોડાની અસર પૂરી

એક વાવાઝોડાની અસર પૂરી થાય તે પહેલાં જ હવે વધુ એક વાવાઝોડું ત્રાટકવાની શક્યતાએ હવામાનને લઈને ચિંતા વધારી છે. આંધ્રપ્રદેશ અને પુડુચેરીના કાંઠે ત્રાટકેલું ‘અર્નબ’ વાવાઝોડું હવે નબળું પડીને ઉત્તર પ્રદેશ ઉપર લો-પ્રેશર વિસ્તારમાં ફેરવાઈ ગયું છે. તેના કારણે ઉત્તર પ્રદેશમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, આ દરમિયાન દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થઈ છે, જે આગળ જતાં ‘મુરાસુ’ નામના વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. આ વાવાઝોડાની સંભવિત દિશા હૈદરાબાદ અને નાસિક થઈને દક્ષિણ ગુજરાત તરફની દર્શાવવામાં આવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી

મોસમ વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને આંદામાન-નિકોબાર નજીક સર્જાયેલું વેલ-માર્ક્ડ લો-પ્રેશર આજે ડિપ્રેશનમાં ફેરવાયું છે. આ સિસ્ટમ શ્રીવિજયપુરમથી આશરે 330 કિલોમીટરના અંતરે હોવાનું જણાવાયું છે. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. અનુમાન મુજબ, આ સિસ્ટમ આંધ્રપ્રદેશના કાંઠા નજીક પહોંચ્યા બાદ વધુ મજબૂત બની સાયક્લોનિક સ્ટોર્મ એટલે કે વાવાઝોડામાં ફેરવાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. સોમવારની સાંજની આસપાસ આ વાવાઝોડું

અનુમાન પ્રમાણે, આગામી 2 નવેમ્બર, સોમવારની સાંજની આસપાસ આ વાવાઝોડું આંધ્રપ્રદેશના કાંઠા નજીક ત્રાટકી શકે છે. ત્યારબાદ તેની આગળની દિશા હૈદરાબાદ અને નાસિક થઈને દક્ષિણ ગુજરાત તરફ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, ગુજરાતને આ વાવાઝોડાની કેટલી અસર થશે તે અંગે હાલ ચોક્કસ કહી શકાય તેમ નથી. આગામી બે-ત્રણ દિવસમાં વાવાઝોડાની દિશા, ગતિ અને તીવ્રતા અંગે વધુ સ્પષ્ટતા થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ગુજરાત પહોંચતા પહેલાં મહારાષ્ટ્રમાં નબળું પડવાની શક્યતા

હવામાનના અનુમાન મુજબ, આ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધતાં પહેલાં મહારાષ્ટ્રમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. જોકે, જો વાવાઝોડું પોતાની અનુમાનિત દિશા જાળવી રાખીને આગળ વધશે તો ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી શકે છે. ખાસ કરીને દિવાળી પહેલાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પડવાની શક્યતા છે. આથી ખેડૂતો અને નાગરિકો માટે આગામી બે-ત્રણ દિવસ હવામાનની દૃષ્ટિએ મહત્વના બની રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. અર્નબ વાવાઝોડું આંધ્રપ્રદેશ

ઉલ્લેખનીય છે કે અર્નબ વાવાઝોડું આંધ્રપ્રદેશ અને પુડુચેરીના કાંઠે ત્રાટક્યા બાદ નબળું પડ્યું હતું અને હવે ઉત્તર પ્રદેશ સુધી પહોંચીને લો-પ્રેશર વિસ્તારમાં ફેરવાયું છે. તેના કારણે ઉત્તર પ્રદેશમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે. હવે બીજી સિસ્ટમ ‘મુરાસુ’ કઈ દિશામાં આગળ વધે છે અને તેની તીવ્રતામાં કેટલો ફેરફાર થાય છે તેના પર હવામાન વિભાગની નજર રહેશે. ગુજરાતમાં માવઠું થશે કે નહીં તે આગામી દિવસોમાં વધુ સ્પષ્ટ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. શું છે ‘મુરાસુ’ નામનો અર્થ?

અર્નબ બાદ સર્જાનારા સંભવિત વાવાઝોડાને ‘મુરાસુ’ નામ આપવામાં આવશે. આ તમિલ ભાષાનો પ્રાચીન શબ્દ છે, જેનો અર્થ નગારું કે ઢોલ થાય છે. પ્રાચીન સમયમાં રાજવીઓ યુદ્ધની ઘોષણા કરવા અથવા કોઈ મહત્વપૂર્ણ જાહેરાત કરવા માટે નગારાં વગાડતા હતા. આ નામ ભારત દ્વારા સૂચવવામાં આવ્યું છે. sવાવાઝોડાંને અલગ-અલગ નામ આપવાની પાછળ પણ ખાસ હેતુ રહેલો છે. વિશ્વના વિવિધ દેશો દ્વારા સૂચવવામાં આવેલા નામો ક્રમ પ્રમાણે વાવાઝોડાંને આપવામાં આવે છે. તેના કારણે દરેક વાવાઝોડાની ઓળખ સરળ બને છે અને તેની ગતિવિધિ અંગે લોકોને માહિતી આપવામાં પણ સરળતા રહે છે. એક જ સમયે એકથી વધુ વાવાઝોડાં સક્રિય હોય ત્યારે પણ નામના કારણે કોઈ મૂંઝવણ ઊભી થતી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. હાલમાં ‘મુરાસુ’ વાવાઝોડા

હાલમાં ‘મુરાસુ’ વાવાઝોડાની સંભવિત અસરને લઈને ગુજરાતના હવામાન પર નજર રાખવામાં આવી રહી છે. જો તેની દિશામાં ફેરફાર નહીં થાય અને તે દક્ષિણ ગુજરાત તરફ આગળ વધશે તો દિવાળી પહેલાં રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદનું વાતાવરણ સર્જાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Cyclone Forecast Murasu Cyclone Gujarat Weather Update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ