ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાજકોટ દારૂ પાર્ટી કેસમાં નબીરાઓની કારના ઈન્સ્યોરન્સ પૂર્ણ છતાં પરત સોંપાઈ, આરોપીઓને પાછળના દરવાજેથી છોડી મૂક્યા!
Last Updated: 02:20 PM, 1 November 2026
ADVERTISEMENT
રાજકોટમાં હાઈપ્રોફાઈલ દારૂપાર્ટીનો મામલો હજુ શાંત પડ્યો નથી, ત્યાં હવે પોલીસની કામગીરીને લઈને એક પછી એક ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. જે દારૂપાર્ટીમાં મોટા ઘરના નબીરાઓ ઝડપાયા હતા, તે જ આરોપીઓને પોલીસ સ્ટેશનના પાછળના દરવાજેથી છોડી મૂકવામાં આવ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. એટલું જ નહીં, આરોપીઓને કપડાં બદલીને એક પછી એક બહાર જવા દેવામાં આવ્યા હોવાની પણ ચર્ચા છે. આ સમગ્ર ઘટનાએ રાજકોટ પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે.
ADVERTISEMENT

આક્ષેપો મુજબ, દારૂપાર્ટીમાં ઝડપાયેલા આરોપીઓને પોલીસ સ્ટેશનમાં રાખ્યા બાદ પાછળના દરવાજેથી રવાના કરી દેવામાં આવ્યા હતા. આરોપીઓને એકસાથે બહાર મોકલવાને બદલે કપડાં બદલીને એક પછી એક જવા દેવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન આરોપીઓ સાથે સેટિંગ કરીને તોડ કરવામાં આવ્યો હોવાના પણ ગંભીર આક્ષેપો થયા છે. મોટા ઘરના નબીરાઓને છાવરવા માટે પોલીસ દ્વારા આવી કાર્યવાહી કરવામાં આવી હોવાની ચર્ચાએ મામલાને વધુ ગરમાવ્યો છે.
ADVERTISEMENT
આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન પોલીસ સ્ટેશનમાં જ મીડિયાકર્મીઓ સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. પોલીસ સ્ટેશનની અંદર જ મીડિયાકર્મીઓ સાથે થયેલા વર્તન અને આરોપીઓને પાછળના દરવાજેથી બહાર કાઢવાના દાવાને પગલે રાજકોટ પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા છે. પોલીસ સ્ટેશનમાં બનેલી આ ઘટનાના દૃશ્યો પણ પોલીસની આબરુના લીરેલીરા ઉડાવતા હોવાની ચર્ચા છે.
ADVERTISEMENT
બીજી તરફ, દારૂપાર્ટીમાં આવેલા નબીરાઓની મોંઘીદાટ કારને લઈને પણ નવા ખુલાસા સામે આવ્યા છે. માહિતી મુજબ, પાર્ટીમાં આવેલી મોટાભાગની લક્ઝરી કારના ઈન્સ્યોરન્સ પૂર્ણ થઈ ગયા હતા. કેટલીક કારના ઈન્સ્યોરન્સ વર્ષ 2023માં, તો કેટલીકના 2025 અને 2026માં જ પૂર્ણ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. માન્ય ઈન્સ્યોરન્સ ન હોવા છતાં પોલીસે આ કાર તેમના માલિકોને પરત સોંપી દીધી હોવાના મુદ્દે પણ સવાલો ઊભા થયા છે.
ADVERTISEMENT
સામાન્ય નાગરિક પોતાની કાર કે બાઈક લઈને રસ્તા પર નીકળે અને તેની પાસે માન્ય ઈન્સ્યોરન્સ ન હોય તો પોલીસ દ્વારા દંડ વસૂલવામાં આવે છે. પરંતુ રાજકોટની આ હાઈપ્રોફાઈલ દારૂપાર્ટીમાં આવેલી મોંઘીદાટ કારના ઈન્સ્યોરન્સ પૂર્ણ હોવા છતાં તેમને પરત સોંપવામાં આવી હોવાના આક્ષેપથી બેવડા ધોરણો અપનાવાયા હોવાની ચર્ચા શરૂ થઈ છે.
ADVERTISEMENT
આટલું જ નહીં, દારૂપાર્ટીમાં આવેલી એક મર્સિડીઝ કારમાં નંબર પ્લેટ પણ ન હોવાનું સામે આવ્યું છે. નંબર પ્લેટ ન હોવા છતાં પોલીસે આ કારને રોકી નહોતી કે તેની સામે કાર્યવાહી કરી નહોતી હોવાના સવાલો ઊઠી રહ્યા છે. એક તરફ સામાન્ય વાહનચાલકો સામે ટ્રાફિકના નિયમોના ભંગ બદલ કાર્યવાહી થાય છે, તો બીજી તરફ હાઈપ્રોફાઈલ દારૂપાર્ટીના મામલે નિયમોનું પાલન થયું હતું કે નહીં તે અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
હાલ રાજકોટની આ દારૂપાર્ટીનો મામલો માત્ર દારૂના સેવન સુધી સીમિત રહ્યો નથી, પરંતુ આરોપીઓ સાથે પોલીસની કાર્યવાહી, તેમને છોડવામાં આવેલી રીત, કારના ઈન્સ્યોરન્સ અને નંબર પ્લેટ જેવા મુદ્દાઓને કારણે વધુ વિવાદાસ્પદ બન્યો છે. આ તમામ આક્ષેપો અંગે પોલીસનું સત્તાવાર સ્પષ્ટીકરણ અને તપાસમાં સામે આવતી હકીકતો મહત્વપૂર્ણ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.