ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / E100 Fuel પર સુપ્રીમ કોર્ટનો મોટો સવાલ, શું હવે કાર 100% ઇથેનોલથી ચાલશે? સરકાર પાસે શું છે જવાબ!

નેશનલ / E100 Fuel પર સુપ્રીમ કોર્ટનો મોટો સવાલ, શું હવે કાર 100% ઇથેનોલથી ચાલશે? સરકાર પાસે શું છે જવાબ!

Published By: Jinal Chauhan

Last Updated: 02:02 PM, 1 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેટ્રોલના વિકલ્પ તરીકે દેશમાં ઇથેનોલનો ઉપયોગ વધારવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. હવે 100% ઇથેનોલથી ચાલતી કારને પણ મંજૂરી આપવાની તૈયારી છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં વાહનો માટે ઇંધણ ક્યાંથી આવશે તે સવાલ ઊભો થયો છે.

ADVERTISEMENT

સુપ્રીમ કોર્ટે પણ આ જ મુદ્દે કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો છે. કોર્ટે કહ્યું છે કે ઇથેનોલને પ્રોત્સાહન આપવાની નીતિ બનાવતી વખતે ખેડૂતોના હિતને પણ ધ્યાનમાં રાખવા જરૂરી છે. કારણ કે આ નિર્ણય માત્ર વાહનો અને પર્યાવરણ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેની અસર દેશના ખેડૂતો અને ગ્રામ્ય અર્થતંત્ર પર પણ પડી શકે છે.

100% ઇથેનોલથી ચાલતી કાર માટે સુપ્રીમ કોર્ટનો સવાલ

દેશમાં પેટ્રોલની જગ્યાએ ઇથેનોલનો ઉપયોગ વધારવાની યોજના વચ્ચે સુપ્રીમ કોર્ટે એક મોટો સવાલ ઉઠાવ્યો છે. જો ભવિષ્યમાં 100% ઇથેનોલથી ચાલતી કારને મંજૂરી આપવામાં આવે તો તેના માટે જરૂરી ઇંધણની વ્યવસ્થા કેવી રીતે થશે? દેશના રસ્તાઓ પર લાખો વાહનો દોડે છે. આવી સ્થિતિમાં જો મોટી સંખ્યામાં કાર ઇથેનોલથી ચાલવા લાગે તો તેના માટે પૂરતા પ્રમાણમાં ઇથેનોલનું ઉત્પાદન અને સપ્લાય કરવું પડશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ બાબતે સ્પષ્ટતા કરવા કહ્યું છે.

ઇથેનોલના ઉત્પાદન માટે બદલવી પડશે વ્યવસ્થા

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી એટર્ની જનરલ આર. વેંકટરમણીએ જવાબ આપ્યો હતો કે આ માટે ઉત્પાદન અને મેન્યુફેક્ચરિંગની વ્યવસ્થામાં મોટા પાયે ફેરફાર કરવા પડશે. એટલે કે માત્ર વાહનોને 100% ઇથેનોલથી ચાલવાની મંજૂરી આપવાથી કામ નહીં ચાલે. તેની સાથે ઇથેનોલનું ઉત્પાદન વધારવું, સ્ટોરેજની વ્યવસ્થા કરવી અને દેશભરમાં સપ્લાય નેટવર્ક તૈયાર કરવું પણ જરૂરી બનશે. જો ભવિષ્યમાં આવા વાહનોની સંખ્યા વધે તો હાલની વ્યવસ્થામાં મોટા ફેરફાર કરવાની જરૂર પડી શકે છે.

ઇથેનોલ નીતિમાં ખેડૂતોના હિતને પણ પ્રાથમિકતા આપો

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઇથેનોલ નીતિને માત્ર ઇંધણ અને પર્યાવરણના મુદ્દા તરીકે જોવી યોગ્ય નથી. આ નીતિ સાથે ખેડૂતોના હિત પણ જોડાયેલા છે. જસ્ટિસ એમ.એમ. સુંદરેશએ કહ્યું કે દેશની મોટી વસ્તી આજે પણ ગામડાંમાં રહે છે અને ખેડૂતોને મજબૂત બનાવવાના મુદ્દા પર પૂરતું ધ્યાન આપવાની જરૂર છે. ઇથેનોલના ઉત્પાદન માટે કૃષિ પેદાશોનો ઉપયોગ થતો હોવાથી ખેડૂતોને તેનો લાભ મળી શકે છે. એટલા માટે નીતિ બનાવતી વખતે સામાન્ય લોકો અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોના ફાયદાને પણ ધ્યાનમાં રાખવો જોઈએ.

ઇથેનોલ સપ્લાયને લઈને શું છે વિવાદ?

સુપ્રીમ કોર્ટમાં આ મામલો ઇથેનોલ સપ્લાય યર (ESY) 2025-26 માટે ઇથેનોલના વિતરણ સાથે જોડાયેલી અરજીઓની સુનાવણી દરમિયાન સામે આવ્યો હતો. આ પહેલાં 30 જૂને સુપ્રીમ કોર્ટે કર્ણાટક હાઈકોર્ટના એક આદેશ પર યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે ઇથેનોલનો સપ્લાય વધારવાની માગ પર વિચાર કરવા કહ્યું હતું. બીજી તરફ એક ઓઇલ માર્કેટિંગ કંપનીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે હાઈકોર્ટના આદેશથી પેટ્રોલમાં 20% ઇથેનોલ ભેળવવાની નીતિ પર અસર પડી શકે છે. હવે આ સમગ્ર મામલે આગામી મહિને ફરી સુનાવણી થવાની છે.

vtv app promotion

આ પણ વાંચોઃ ‘જૂઠ, અફવા અને અરાજકતા રાહુલનું મોડેલ’, INDIA ગઠબંધનની રેલીને લઈને જે.પી. નડ્ડાનો પ્રહાર!

સરકારે E100 ફ્યુઅલ માટે શું બદલાવ કર્યા?

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે 26 ઓક્ટોબર 2026ના રોજ સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સ, 1989માં ફેરફાર કરવા માટે નોટિફિકેશન જાહેર કર્યું હતું. આ ફેરફારથી ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો માટે E100 એટલે કે લગભગ શુદ્ધ ઇથેનોલથી ચાલતા વાહનોનો રસ્તો ખુલ્યો છે. આ પહેલાં વાહનોના એમિશન સર્ટિફિકેશન સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો. તેમાં E85ની સાથે E100 ફ્યુઅલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.અહીં E85 અને E100 વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. E85 ફ્યુઅલમાં 85% ઇથેનોલ અને 15% પેટ્રોલ હોય છે. જ્યારે E100માં લગભગ 100% ઇથેનોલ હોય છે. ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોને એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે તે પેટ્રોલની સાથે ઇથેનોલના વધુ પ્રમાણવાળા ફ્યુઅલ પર પણ ચાલી શકે. જોકે આ માટે સામાન્ય પેટ્રોલ કારની સરખામણીએ એન્જિન અને ફ્યુઅલ સિસ્ટમમાં ખાસ ફેરફાર કરવામાં આવે છે.

શું સામાન્ય પેટ્રોલ કારમાં E100 ભરી શકાશે?

E100 માટે નિયમોમાં ફેરફાર થયો હોવાનો અર્થ એવો નથી કે રસ્તા પર ચાલતી દરેક સામાન્ય પેટ્રોલ કારમાં સીધું E100 ફ્યુઅલ ભરી શકાય. આ માટે ખાસ ફ્લેક્સ-ફ્યુઅલ ટેક્નોલોજીથી તૈયાર કરેલા વાહનોની જરૂર પડશે. આવા વાહનો ઇંધણમાં ઇથેનોલના અલગ-અલગ પ્રમાણને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. હવે જો દેશમાં E100 વાહનોની સંખ્યા વધે તો તેની સાથે ઇથેનોલનું ઉત્પાદન, સપ્લાય અને પેટ્રોલ પંપ પર ઉપલબ્ધતાની વ્યવસ્થા પણ વધારવી પડશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

VTV Gujarati Ethanol Cars E100 Fuel

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ