ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / રોકાણકારોમાં Maxwell Engineering IPOનો ક્રેઝ! પ્રથમ દિવસે જ શાનદાર પ્રતિસાદ, ગ્રે માર્કેટમાં ₹70નું પ્રીમિયમ
Last Updated: 03:59 PM, 30 October 2026
ADVERTISEMENT
મેક્સવેલ એન્જિનિયરિંગ સોલ્યુશન્સના IPOને પહેલા જ દિવસે રોકાણકારોનો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે. 30 ઓક્ટોબરે ખુલેલા આ IPOમાં કુલ 3.06 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું છે. જેમાં સૌથી વધુ રસ રિટેલ રોકાણકારોએ દાખવ્યો છે.
ADVERTISEMENT
રિટેલ કેટેગરીમાં આ ઇશ્યૂ 5.07 ગણું સબ્સ્ક્રાઇબ થયું છે. નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ તરફથી પણ સારી ખરીદી જોવા મળી છે. નાના HNI કેટેગરીમાં 3.78 ગણું અને મોટા HNI (bHNI)માં 1.79 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું છે. જ્યારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ તરફથી હજુ કોઈ બિડ આવી નથી. ગ્રે માર્કેટમાં કંપનીના શેર આજે 70 રૂપિયા પ્રીમિયમ પર પહોંચી ગયા છે.
પ્રાઇસ બેન્ડ અને અન્ય વિગતો
ADVERTISEMENT
આ કંપનીએ પ્રતિ શેર 150થી 158 રૂપિયાનો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે. આ ઇશ્યૂ દ્વારા આશરે 36થી 50 કરોડ રૂપિયા ભેગા કરવાની યોજના છે. જેમાં મીનીમમ 1,600 શેર માટે બિડ લગાવવી પડશે. IPO 3 નવેમ્બર 2026 સુધી ખુલ્લું રહેશે.
કંપની શું કામ કરે છે?
ADVERTISEMENT
મેક્સવેલ એન્જિનિયરિંગ સોલ્યુશન્સ સપ્ટેમ્બર 2022માં શરૂ થઈ હતી. તે પ્રિસિઝન એન્જિનિયરિંગ ક્ષેત્રમાં કામ કરે છે અને અંડરવૉટર પેલેટાઇઝિંગ સિસ્ટમમાં વપરાતા મહત્ત્વના પાર્ટ્સ બનાવે અને સર્વિસ કરે છે. તેના પ્રોડક્ટ્સનો ઉપયોગ પ્લાસ્ટિક, પોલિમર, કેબલ કમ્પાઉન્ડ, માસ્ટરબેચ અને પ્લાસ્ટિક રિસાયક્લિંગ ઉદ્યોગોમાં થાય છે.
ADVERTISEMENT
IPOની રકમનો ઉપયોગ
ADVERTISEMENT
નવી મશીનરી અને લેબ સાધનો માટે આશરે 18 કરોડ, નવા ઓફિસ અને મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે 6.5 કરોડ, જૂના દેવા ચૂકવવા માટે 4.3 કરોડ અને રોજિંદા કારોબાર માટે 14 કરોડ રૂપિયા વાપરવામાં આવશે.
ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ