ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 03:26 PM, 30 October 2026
ADVERTISEMENT
ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના હાથી પહાડની પાછળ ચાયી ગામ પાસે હેલિકોપ્ટર ક્રેશ થયાની જાણકારી સામે આવી રહી છે. ખરાબ હવામાન અને સતત વરસાદના કારણે બચાવ કામગીરી મુશ્કેલ બની રહી છે. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત નીપજ્યા છે.
ADVERTISEMENT
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં બદ્રીનાથ ધામથી ઉડી ફાટા જઇ રહેલું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ અકસ્માત જોશીમઠ પાસે હાથી પહાડની પાછળ ચાયી ગામના વિસ્તારમાં થયો હોવાનું કહેવાય છે. જો કે હજુ સુધી હેલિકોપ્ટરનો કાટમાળ મળ્યો નથી. સ્થાનિક વહીવટીતંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમો શોધ અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે.
#WATCH | Uttarakhand: A team from the district administration is currently searching for the missing helicopter travelling from Badrinath to Dehradun.
— ANI (@ANI) October 30, 2026
Smoke was seen rising near Chaien village in Joshimath, following the disappearance of the helicopter. There are six people on… https://t.co/WOlBnE8a7z pic.twitter.com/TVSuM8gJLm
ADVERTISEMENT
આ હેલિકોપ્ટર ટ્રાન્સ ભારત કંપનીનું હોવાનું કહેવાય છે. હેલિકોપ્ટર લોકેશન પરથી અચાનક ગાયબ થઈ ગયા બાદ શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ઓપરેશનમાં અન્ય બે હેલિકોપ્ટર પણ તૈનાત કરવામાં આવ્યા છે, પરંતુ ખરાબ હવામાનને કારણે તેનું ચોક્કસ સ્થાન હજુ સુધી જાણી શકાયું નથી.
પેસેન્જર મેનિફેસ્ટ મુજબ હેલિકોપ્ટરમાં કુલ છ લોકો સવાર હતા. આ પાંચ મુસાફરોમાં ચંદ્રકાંત, રાજશ્રી, દિનેશ, આકાશ અને અથર્વનો સમાવેશ થતો હતો. આ સિવાય હેલિકોપ્ટરમાં એક પાયલટ પણ હાજર હતો, જેની ઓળખ હિમાંશુ તરીકે જણાવવામાં આવી રહી છે.
ADVERTISEMENT

વરસાદ અને ગાઢ વાદળોના કારણે રેસ્ક્યૂમાં મુશ્કેલી
ADVERTISEMENT
દુર્ઘટના વાળા વિસ્તારમાં સતત વરસાદ પડી રહ્યો છે અને ગાઢ વાદળો છે. આ કારણે વિઝિબિલિટી એકદમ ઓછી છે. આવી સ્થિતિમાં રેસ્ક્યુ ટીમોને હેલિકોપ્ટરનું લોકેશન શોધવામાં મુશ્કેલી પડી રહી છે. હાલમાં ટીમો બદ્રીનાથ અને જોશીમઠ વચ્ચેના વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
હેલિકોપ્ટરમાં કેટલા લોકો હતા અને તેમની સ્થિતિ શું છે તે અંગે હજુ સુધી ચોક્કસ માહિતી મળી નથી. પ્રશાસનની ટીમ કાટમાળને શોધવામાં અને બચાવ કામગીરીને આગળ ધપાવવામાં વ્યસ્ત છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ નિર્ણય / હવેથી આટલી સ્પીડ પર નહીં આવે ટ્રાફિક મેમો! ઓવરસ્પીડિંગના કારણે વધતા ચલણને લઇ ગડકરીનું મોટું એલાન
ઉત્તરાખંડ સિવિલ એવિએશન ડેવલપમેન્ટ ઓથોરિટી (UCADA) ના જણાવ્યા અનુસાર ટ્રાન્સ ભારત એવિએશન પ્રાઇવેટ લિમિટેડનું હેલિકોપ્ટર, VT-HCX બદ્રીનાથથી દેહરાદૂનના સહસ્ત્રધારા માટે રવાના થયું હતું. હેલિકોપ્ટર બપોરે લગભગ 1:14 વાગ્યે ઉડાન ભરી જોશીમઠ ખીણ ઉપર ઉડતી વખતે તેનો સંપર્ક તૂટી ગયો અને ટ્રેકિંગ સિસ્ટમ પર તેનું લોકેશન મળવાનું બંધ થઇ ગયું. આ પછી ભારતીય સેના, ચમોલી જિલ્લા વહીવટીતંત્ર અને SDRF ની ટીમોને શોધ અને બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવી હતી. સાવચેતી તરીકે ટ્રાન્સ ભારત એવિએશનના સમગ્ર હેલિકોપ્ટર કાફલાને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ