ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / સૂર્યવંશી સહિત 2 ખેલાડીઓ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11માંથી OUT, તો વાપસી કોની?
Last Updated: 01:58 PM, 30 October 2026
ADVERTISEMENT
Team Indian Playing 11: ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવનમાંથી વૈભવ સૂર્યવંશી સહિત બે ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા છે. વૈભવ સૂર્યવંશીના શાનદાર પ્રદર્શન છતાં પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં સેમસન અને અભિષેકની જોડી મેદાન પર હશે.
ADVERTISEMENT
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ટી20 શ્રેણીની ચોથી મેચ ઓકલેન્ડના ઈડન પાર્ક ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને ફરીથી બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમમાં બે ફેરફાર જોવા મળ્યા છે. એક ફેરફાર કરવામાં આવ્યો છે જે ઘણી ચર્ચા જગાવનારો છે, કારણ કે ઓપનર વૈભવ સૂર્યવંશીને તેના પ્રદર્શન છતાં પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એક બોલરને પણ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે.
ઓપનર વૈભવ સૂર્યવંશી ઉપરાંત ભુવનેશ્વર કુમારને પણ ચોથી ટી20 મેચ માટે બહાર કરવામાં આવ્યો હતો. કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ પછી પોતે આ જાણકારી આપી. વૈભવ સૂર્યવંશીની જગ્યાએ ઇશાન કિશનની વાપસી થઇ છે, જ્યારે ભુવનેશ્વર કુમારની જગ્યાએ મયંક યાદવ રમશે. બોલિંગને લઇ ટેકનિકલ ફેરફાર પણ છે. પ્રદર્શન પણ એક આધાર છે, કારણ કે ભુવીએ ત્રણ મેચમાં ફક્ત એક જ વિકેટ લીધી છે અને તે સૌથી મોંઘો રહ્યો છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ સ્પોર્ટ્સ / WPL 2027 ઓક્શન: સોફી મોલિનક્સ પર રૂપિયાનો વરસાદ, યુપી વોરિયર્સે બાજી મારી
ADVERTISEMENT
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન
અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, નમન ધીર, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, મયંક યાદવ અને પ્રિન્સ યાદવ.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ