ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 50થી વધુ સ્ટોલ ધરાવતા અર્બન ચોકમાં ફાયર સેફ્ટી અને ઇમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા સામે સવાલ!

અમદાવાદ / 50થી વધુ સ્ટોલ ધરાવતા અર્બન ચોકમાં ફાયર સેફ્ટી અને ઇમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા સામે સવાલ!

Published By: Priykant Shrimali

Last Updated: 02:16 PM, 30 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News : 50થી વધુ સ્ટોAhmedabad News : 50થી વધુ સ્ટોલ ધરાવતા અર્બન ચોકમાં ફાયર સેફ્ટી અને ઈમર્જન્સી એક્ઝિટ સહિતના મુદ્દે તાત્કાલિક તપાસની જરૂરિયાતલ ધરાવતા અર્બન ચોકમાં ફાયર સેફ્ટી અને ઈમર્જન્સી એક્ઝિટ સહિતના મુદ્દે તાત્કાલિક તપાસની જરૂરિયાત

ADVERTISEMENT

Ahmedabad News : રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરાવવા માટે સરકારી તંત્રએ કડક વલણ અપનાવ્યું હતું. ગેમ ઝોન, રેસ્ટોરાં, ફૂડ કોર્ટ અને જાહેર સ્થળો પર ફાયર સેફ્ટીની ચકાસણી, એનઓસી અને ઈમર્જન્સી વ્યવસ્થાની સમીક્ષા કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી હતી, જોકે ગઈ કાલે રાતે સિંધુ ભવન-રાજપથ-રંગોલી રોડ પર આવેલા અર્બન ચોક ફૂડ પાર્કમાં ખાણી-પીણીના સ્ટોલમાં લાગેલી આગે આ કાર્યવાહી કેટલી અસરકારક રહી છે તે અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. કરવા ચોથના તહેવારના કારણે અર્બન ચોકમાં લોકોની અવરજવર વધુ હતી ત્યારે ચાટ અને મોમોઝના સ્ટોલમાં આગ લાગવાની ઘટના બની હતી.

સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ આગની ઘટનાએ ફૂડ પાર્કની સુરક્ષા વ્યવસ્થા અંગે ચિંતા ઊભી કરી છે. ૫૦થી વધુ સ્ટોલ ધરાવતા આવા સ્થળે આગ જેવી કટોકટી સર્જાય ત્યારે લોકોની સુરક્ષિત અવરજવર, આગને પ્રાથમિક તબક્કામાં કાબૂમાં લેવાનાં સાધનો અને ફાયર બ્રિગેડને પહોંચવા માટેના માર્ગની વ્યવસ્થા કેટલી સજ્જ છે તે તપાસનો વિષય બન્યો છે.

રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ જાહેર સ્થળો અને ભીડ એકઠી થતી હોય તેવા વ્યાવસાયિક એકમોમાં ફાયર સેફ્ટી અંગે તપાસ અને નિયમોના પાલન પર ભાર મૂકવામાં આવ્યો હતો. ફાયર એકસ્ટિંગ્વિશર, ઈમર્જન્સી એક્ઝિટ, વીજળીની સુરક્ષિત વ્યવસ્થા અને આગ લાગે ત્યારે કર્મચારીઓ કેવી રીતે કાર્યવાહી કરે તેની તાલીમ જેવા મુદ્દાઓ મહત્ત્વના છે, પરંતુ અર્બન ચોકની આગ બાદ આ વ્યવસ્થાઓની વાસ્તવિક સ્થિતિ અંગે સવાલો ઊભા થયા છે.

ફૂડ પાર્કમાં અનેક સ્ટોલ એકબીજાની નજીક કાર્યરત હોય છે. રસોઈ માટે ગેસ સિલિન્ડર, ગેસ બર્નર, ડીપ ફ્રાયર અને અન્ય વીજ ઉપકરણોનો ઉપયોગ થતો હોય છે. આવી સ્થિતિમાં એક સ્ટોલમાં લાગેલી આગ નજીકના સ્ટોલ સુધી ફેલાવાનું જોખમ રહે છે.

દરેક સ્ટોલ પર અગ્નિશામક સાધનો ઉપલબ્ધ હતાં કે નહીં, તે કાર્યરત સ્થિતિમાં હતાં કે કેમ અને કર્મચારીઓને તેનો ઉપયોગ કરવાની તાલીમ આપવામાં આવી હતી કે નહીં તેની તપાસ જરૂરી છે, સાથે જ સમગ્ર ફૂડ પાર્કમાં આગની ઘટનાને પહોંચી વળવા માટેની સંયુક્ત વ્યવસ્થા હતી કે નહીં તે પણ તપાસવું પડશે.

અર્બન ચોકની આગમાં કોઈ જાનહાનિ થઈ નથી એ રાહતની વાત છે, પરંતુ તેને માત્ર એક નાની આગની ઘટના ગણીને ભૂલી શકાય તેમ નથી. રાજકોટની દુર્ઘટના પછી પણ જો ફાયર સેફ્ટીનું મહત્ત્વ આગ લાગ્યા બાદ જ યાદ આવતું હોય તો સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) અને નિયમોના અમલની સમીક્ષા કરવાનો સમય આવી ગયો છે.

આગની ઘટના બાદ નીચેના મુદ્દાઓની તપાસ અનિવાર્ય બની છે

  • ફાયર એનઓસી: સમગ્ર ફૂડ પાર્ક પાસે લાગુ પડતી જોગવાઈઓ મુજબ ફાયર સેફ્ટી મંજૂરી અને જરૂરી પ્રમાણપત્ર છે કે નહીં?
  • અગ્નિશામક સાધનો: દરેક સ્ટોલ અને કોમન એરિયામાં પૂરતી સંખ્યામાં કાર્યરત ફાયર એકસ્ટિંગ્વિશર ઉપલબ્ધ છે કે નહીં?
  • ઈમર્જન્સી એક્ઝિટ: આગ કે અન્ય કટોકટીમાં મુલાકાતીઓ બહાર નીકળી શકે તેવા સુરક્ષિત અને અવરોધમુક્ત રસ્તા છે કે નહીં?
  • ગેસ સિલિન્ડર: કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનાં સ્ટોરેજ અને જોડાણ સલામતીના નિયમો મુજબ છે કે નહીં?
  • વીજળીની વ્યવસ્થા: સ્ટોલમાં વપરાતાં ઓવન, ફ્રાયર અને અન્ય ઉપકરણોના લોડ પ્રમાણે વાયરિંગ તથા ઈલેક્ટ્રિકલ પેનલની ક્ષમતા છે કે નહીં?
  • કર્મચારીઓની તાલીમ: આગ લાગે ત્યારે પ્રાથમિક કાર્યવાહી અને મુલાકાતીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે કર્મચારીઓને તાલીમ આપવામાં આવી છે કે નહીં?

આગની ઘટના બાદ ફાયર બ્રિગેડ દોડી, પરંતુ આગ પહેલાં તપાસ કેમ નહીં?

ઘટના બન્યા બાદ બોપલ ફાયર સ્ટેશનથી ચાર ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર બ્રિગેડની તાત્કાલિક કામગીરીથી મોટી જાનહાનિ ટળી હતી, જોકે આ ઘટનાએ આગ લાગ્યા પહેલાંની નિવારક વ્યવસ્થા અંગે સવાલો ઊભા કર્યા છે. ફાયર વિભાગ દ્વારા આવા ફૂડ પાર્ક્સનું સમયાંતરે નિરીક્ષણ કરવામાં આવે છે કે નહીં? જો કરવામાં આવતું હોય તો અર્બન ચોકમાં કઈ તારીખે છેલ્લી તપાસ કરવામાં આવી હતી? તપાસમાં કોઈ ખામી જણાઈ હતી તો તેનું નિરાકરણ કરાવવામાં આવ્યું હતું કે નહીં? ફૂડ પાર્કના સંચાલકને ફાયર સેફ્ટી અંગે કોઈ નોટિસ આપવામાં આવી હતી કે નહીં? આ તમામ બાબતોની તપાસ થવી જરૂરી છે. એએમસીના હેલ્થ-એસ્ટેટ અને ફાયર વિભાગ વચ્ચે સંકલનનો અભાવ હોય તો તેની અસર પણ આવી વ્યવસ્થાઓ પર પડી શકે છે. ખાસ કરીને એક જ સ્થળે મોટી સંખ્યામાં ખાણી-પીણીના સ્ટોલ કાર્યરત હોય ત્યારે લાઈસન્સ, દબાણ, વીજળી અને ફાયર સેફ્ટી જેવા મુદ્દાઓની સંયુક્ત ચકાસણી થવી જોઈએ.

આ પણ વાંચો : ભીલડીથી PM મોદીએ કર્યા વખાણ, કહ્યું ''હું આખી જિંદગી ગુજરાતનો ઋણી રહીશ''

અર્બન ચોકની ઘટના એક સ્થળ પૂરતી મર્યાદિત રાખવાના બદલે શહેરમાં કાર્યરત અન્ય ઓપન ફૂડ પાર્ક્સની સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરવાની જરૂર છે. સિંધુ ભવન રોડ, એસ.જી. હાઈવે, બોડકદેવ અને અન્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો એકસાથે એકઠા થતા હોય તેવાં ફૂડ હબ કાર્યરત છે. અહીં પણ ગેસ સિલિન્ડર અને વીજ ઉપકરણોનો ઉપયોગ થાય છે.

દિવાળીના તહેવારોમાં ઓપન ફૂડ પાકર્સમાં પણ સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવશે. આવાં ઓપન ફૂડ પાર્ક્સ બનાવતી વખતે ફાયરની એનઓસી હોવી પણ જરૂરી છે. - મિથુન મિસ્ત્રી, ચીફ ફાયર ઓફિસર
અમદાવાદમાં જ્યાં પણ આવા મોટા ફૂડ સ્ટોલ છે ત્યાં કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ તેમજ ફાયર બ્રિગેડની ટીમને ચેકિંગ કરવાનું કહેવામાં આવશે. દિવાળીમાં કોઈ બનાવ બને નહીં તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. - કમલેશ પટેલ, સ્ટેન્ડિંગ કિમટીના ચેરમેન

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Urban Chowk Fire Incident

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ