ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ઓકલેન્ડમાં ટીમ ઈન્ડિયાની કારમી હાર: ન્યુઝીલેન્ડે 87 રનથી ચોથી ટી-20 જીતી

IND vs NZ / ઓકલેન્ડમાં ટીમ ઈન્ડિયાની કારમી હાર: ન્યુઝીલેન્ડે 87 રનથી ચોથી ટી-20 જીતી

Published By: Pravin Joshi

Last Updated: 04:41 PM, 30 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યુઝીલેન્ડ સામેના ચોથા ટી-20 મુકાબલામાં ભારતીય ટીમ 87 રનથી પરાજિત થઈ છે. જેમાં ગ્લેન ફિલિપ્સની સદી અને જેકબ ડફીની ઘાતકી બોલિંગ ભારે પડી હતી.

ADVERTISEMENT

ભારતીય ક્રિકેટ ટીમનો ન્યુઝીલેન્ડ પ્રવાસ પર રમાયેલા ચોથો ટી-20 મુકાબલામાં અત્યંત નિરાશાજનક અને શરમજનક પરાજય થયો છે. ન્યુઝીલેન્ડની ધરતી પર ભારતે 7 વર્ષ બાદ કોઈ ટી-20 મેચ ગુમાવી છે, જ્યાં ઓકલેન્ડના મેદાન પર ભારતની આ પહેલી હાર છે. કિવી ઓલરાઉન્ડર ગ્લેન ફિલિપ્સની વિસ્ફોટક સદી અને ઝડપી બોલર જેકબ ડફીની ધારદાર બોલિંગ સામે ભારતીય ખેલાડીઓ સંપૂર્ણપણે લાચાર નજરે પડ્યા. આ રોમાંચક મુકાબલામાં ન્યુઝીલેન્ડે ભારતને 87 રનના મોટા અંતરથી હરાવ્યું છે.

didha - 2026-10-30T163945.610

ચોથા ટી-20 મુકાબલામાં ભારતીય કપ્તાન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જે ટીમ માટે ઘાતક સાબિત થયો. ભારતીય બોલરો શરૂઆતથી જ સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હતા. ગ્લેન ફિલિપ્સે માત્ર 49 બોલમાં 107 રનની તૂફાની સદી ફટકારી હતી, જ્યારે માઈકલ બ્રેસવેલે 25 બોલમાં 65 રનની આક્રમક ઇનિંગ રમીને નવો ઇતિહાસ રચ્યો હતો. આ બેટધરોના જોરે ન્યુઝીલેન્ડે ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાનો સર્વોચ્ચ સ્કોર એટલે કે 20 ઓવરમાં 7 વિકેટે 259 રન બનાવ્યા હતા. આ વિશાળ લક્ષ્યના જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ માત્ર 172 રન જ બનાવી શકી હતી. ન્યુઝીલેન્ડની ઘાતકી બોલિંગ સામે જેકબ ડફીએ માત્ર 4 ઓવરમાં 23 રન આપીને 4 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી.

didha - 2026-10-30T164035.966

260 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા મેદાને પડેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત અત્યંત કંગાળ રહી હતી. સંજુ સેમસન માત્ર 2 બોલ રમીને 4 રન બનાવીને આઉટ થઈ ગયા હતા, જ્યારે ઈશાન કિશન પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા ન હતા અને જેકબ ડફીના શિકાર બન્યા હતા. ટીમની સ્કોરબોર્ડ પર માત્ર 4 રન થયા ત્યાં સુધીમાં જ 2 મુખ્ય વિકેટો પતન પામી ચૂકી હતી. આ મુશ્કેલ ઘડીમાં તમામ આશાઓ અભિષેક શર્મા અને કપ્તાન શ્રેયસ અય્યર પર હતી. બંનેએ શરૂઆતમાં સારો હાથ દેખાડ્યો, પરંતુ તેઓ પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યા.

અભિષેક શર્માએ 15 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 27 રનનું યોગદાન આપ્યું, જ્યારે કપ્તાન શ્રેયસ અય્યર 11 બોલમાં 4 ચોગ્ગા ફટકારીને 22 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. પાવરપ્લેની ઓવરોમાં જ ટીમ ઈન્ડિયાએ પોતાની 4 મહત્વની વિકેટો ગુમાવી દીધી હતી, જેના કારણે ભારતની જીતની તમામ શક્યતાઓ શરૂઆતમાં જ ધોવાઈ ગઈ હતી.

આ મુકાબલામાં બેટિંગ ઓર્ડરમાં પ્રમોટ કરવામાં આવેલા અક્ષર પટેલ પણ કંઈ ખાસ કમાલ કરી શક્યા નહીં અને 9 બોલમાં માત્ર 7 રન બનાવીને આઉટ થયા. આ ઉપરાંત, નીતિશ કુમાર રેડ્ડીએ 10 બોલમાં 2 તૂફાની છગ્ગાની મદદથી 21 રન બનાવ્યા હતા. ક્રમમાં આઠમા નંબર પર બેટિંગ કરવા આવેલા નમન ધિરે 13 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી શાનદાર 28 રનની ઇનિંગ રમી હતી.

આ પણ વાંચોઃ નિર્ણય / હવેથી આટલી સ્પીડ પર નહીં આવે ટ્રાફિક મેમો! ઓવરસ્પીડિંગના કારણે વધતા ચલણને લઇ ગડકરીનું મોટું એલાન

બીજી બાજુ, તિલક વર્માએ અંત સુધી ધીમી ગતિએ બેટિંગ જાળવી રાખી હતી. તેમણે 35 બોલમાં માત્ર 35 રન બનાવ્યા હતા. જોકે, તેમની આ ઇનિંગના કારણે હારનું અંતર થોડું મર્યાદિત ચોક્કસ થયું, પરંતુ ટીમની કારમી હાર ટાળી શકાઈ નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GlennPhillips TeamIndia INDvNZ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ