ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જામનગરમાં બે વયોવૃદ્ધ શખ્સોએ 12 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું, ગર્ભ રહી જતાં ફૂટ્યો ભાંડો
Last Updated: 07:53 PM, 1 November 2026
ADVERTISEMENT
સંસ્કારી નગરી ગણાતા જામનગરમાંથી માનવતાને લજવતો અને કાળજું કંપાવતો એક અત્યંત શરમજનક કિસ્સો સામે આવ્યો છે. શહેરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાડા બાર વર્ષની નાની વયની સગીરા પર બે વયોવૃદ્ધ શખ્સો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યાની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘૃણાસ્પદ કૃત્યથી સમગ્ર પંથકમાં રોષની લાગણી ફેલાઈ છે અને ચોતરફથી ફિટકાર વરસી રહ્યો છે.
ADVERTISEMENT
કેવી રીતે ફૂટ્યો ભાંડો?
ઘટનાની વિગતો મુજબ, ગત ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં (આશરે ૨ ઓગસ્ટે) પીડિત સગીરાની તબિયત લથડતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબી તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો કે સગીરા આશરે ૬ માસનો ગર્ભ ધરાવતી હતી અને હોસ્પિટલમાં તેણે અધૂરા માસે મૃત શિશુને જન્મ આપ્યો હતો. આ ભયાનક સત્ય બહાર આવતા જ સગીરાના વાલીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તાત્કાલિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ADVERTISEMENT
નરાધમોની ઉંમર જોઈને લોકો દંગ રહી ગયા
આ કેસમાં પોલીસે માનસિક વિકૃતિની હદ વટાવી ચૂકેલા બે વયોવૃદ્ધ આરોપીઓની ઓળખ કરી સકંજામાં લીધા છે. જૂનસભાઈ ઉર્ફે ભાઈ ચામડિયા (ઉંમર આશરે ૬૫ વર્ષ)અને બશીરભાઈ નૂરમહંમદ જોખિયા (ઉંમર આશરે ૬૬ વર્ષ) સમાજમાં વડીલ ગણાવવાની વયે આ પ્રકારનું કૃત્ય આચરનાર આ બંને નરાધમોની અટકાયત કરી પોલીસે તેમને જેલના સળિયા પાછળ મોકલી આપ્યા છે.
ADVERTISEMENT
સગીર સામે પણ કાર્યવાહી
ADVERTISEMENT
આ અગાઉ આ જ ગુનાના સંદર્ભમાં કાયદાના સંઘર્ષમાં આવેલા એક સગીર (કિશોર) સામે પણ કાનૂની કાર્યવાહી કરી અહેવાલ રજૂ કરાયો હતો. હાલ બંને આરોપીઓની ધરપકડ કરીને તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાની તજવીજ પૂર્ણ કરવામાં આવી છે, જ્યારે આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા સઘન તપાસ જારી છે. નાની બાળકીઓની સુરક્ષા અને સલામતી સામે સવાલો ઊભા કરતી આ ઘટનાએ જામનગરના નાગરિકોને હચમચાવી દીધા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.