ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરામાં 4 વર્ષની બાળકી લિફ્ટમાં ફસાતાં અફરાતફરી મચી, જવાનોએ જોખમી રેસ્ક્યુ કરીને બચાવી
Last Updated: 10:03 PM, 1 November 2026
ADVERTISEMENT
વડોદરાના ગોત્રી વિસ્તારમાં બાળકીના લિફ્ટમાં ફસાવાનો બનાવ સામે આવ્યો છે. ગોત્રી વિસ્તારમાં ક્રિસ્ટલ પ્રમુખ સોસાયટીમાં લિફ્ટમાં 4 વર્ષની બાળકી ફસાઈ હતી. ગંભીર ટેકનિકલ ખામી સર્જાતા ચાર વર્ષની માસૂમ બાળકી લિફ્ટમાં કેદ થઈ ગઈ હતી. વાસણા ફાયર બ્રિગેડે સતત 3 કલાક સુધી સાહસિક ઓપરેશન હાથ ધર્યું હતું અને બાળકીને હેમખેમ બચાવી લીધી હતી.
ADVERTISEMENT
ફાયર જવાનોએ લિફ્ટના ઉપરના ભાગે પહોંચી જોખમી રેસ્ક્યુ કર્યું
ફાયર જવાનોએ લિફ્ટના ઉપરના ભાગે પહોંચી જોખમી રેસ્ક્યુ કર્યું હતું અને ભારે જહેમતને અંતે બાળકીને સુરક્ષિત રીતે બચાવી લીધી હતી. બાળકી સહીસલામત બહાર આવતા પરિવારમાં ખુશી વ્યાપી હતી. રહીશોએ ફાયર ઓફિસર અને તેમની ટીમની કામગીરીને બિરદાવી હતી.
ADVERTISEMENT
ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસરે શું કહ્યું?
વાસણા ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર નંદકિશોર સોલંકીએ જણાવ્યું હતું કે, લિફ્ટમાં બાળકી ફસાયાનો ઇમરજન્સી કોલ મળતાં જ ટીમ તાબડતોબ રવાના થઈ હતી. લિફ્ટનો રોપ તૂટેલો હોવાથી ઓપરેશન અત્યંત જોખમી હતું, પરંતુ જવાન અશોક પઢિયાર અને સાથી ટીમે કુનેહપૂર્વક બાળકીને નવજીવન આપ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.