ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / સરાઝા હોટલ દારૂપાર્ટી કેસ : પોલીસની કાર્યવાહી સામે પરષોત્તમ પીપળીયા અને વકીલ સુરેશ ફળદુએ ઉઠાવ્યા સવાલ

શંકા / સરાઝા હોટલ દારૂપાર્ટી કેસ : પોલીસની કાર્યવાહી સામે પરષોત્તમ પીપળીયા અને વકીલ સુરેશ ફળદુએ ઉઠાવ્યા સવાલ

Published By: Vishal Khamar
Reported By: Bhavesh Sondarva

Last Updated: 06:35 PM, 2 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના હાઈપ્રોફાઈલ દારૂપાર્ટી કેસમાં રાજકીય ગરમાવો વધ્યો. પાટીદાર અગ્રણી પરસોતમ પીપળીયાએ પોલીસની કાર્યવાહી, લેન્ડર્સ-સપ્લાયર્સ સુધી ન પહોંચવા અને ગુનો નોંધાયા પહેલાં નામોની યાદી ફરતી થવા અંગે સવાલો ઉઠાવ્યા.

ADVERTISEMENT

રાજકોટ: શહેરની સરાઝા હોટેલમાં દારૂ પાર્ટી દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ હવે આ મામલે સામાજિક સ્તરે વિવાદ ઊભો થયો છે. પકડાયેલા પાટીદાર સમાજના યુવક-યુવતીઓનાં નામ જાહેર કરવામાં આવતાં પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. રાજકોટના સામાજિક આગેવાન પરષોત્તમ પીપળીયાએ આ મામલે પોલીસની કાર્યવાહી અને ગુજરાતમાં દારૂબંધીના અમલીકરણ સામે નારાજગી વ્યક્ત કરી છે.

પરષોત્તમ પીપળીયાએ જણાવ્યું હતું કે, સમગ્ર ઘટનામાં કાયદાકીય કાર્યવાહી સામે તેમને કોઈ વાંધો નથી, પરંતુ યોગ્ય પ્રાથમિક તપાસ કર્યા વગર યુવક-યુવતીઓનાં નામ જાહેર કરવાં એ ગંભીર બાબત છે. ખાસ કરીને જે લોકોએ દારૂનું સેવન કર્યું નથી, તેવા લોકોનાં નામ પણ જાહેર કરીને તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.

નામ જાહેર કરવા બદલ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ

પીપળીયાએ સવાલ ઉઠાવ્યો હતો કે, મીડિયાને પકડાયેલા લોકોનાં નામ પોલીસ દ્વારા જ આપવામાં આવ્યાં હતાં. જો આ લોકો સામે હજુ સુધી કોઈ એફઆઈઆર નોંધાઈ નથી, તો તેમનાં નામ જાહેર કરવા પાછળ જવાબદાર કોણ છે? કોઈપણ જાતની પ્રાથમિક તપાસ કર્યા વિના મહિલાઓ સહિતના લોકોનાં નામ જાહેર કરીને તેમની બદનામી કરવામાં આવી છે, જે શરમજનક બાબત છે. આ માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી થવી જોઈએ.

ગુજરાતમાં દારૂબંધીના અમલીકરણ સામે સવાલ

તેમણે ગુજરાતમાં દારૂબંધીની નીતિ અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમના મતે રાજ્યમાં દારૂબંધી હોવા છતાં તેનો યોગ્ય રીતે અમલ થતો નથી. માત્ર દારૂનું સેવન કરનારાઓને પકડીને કાર્યવાહી કરવાને બદલે દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોણ જવાબદાર છે, તેની પણ તપાસ થવી જોઈએ.

તેમણે વધુમાં દાવો કર્યો હતો કે, હાલ લગ્ન પ્રસંગોમાં પણ મોટા પ્રમાણમાં દારૂનું સેવન થતું હોવાની ચર્ચા છે. અંદાજે 85 ટકા લગ્નોમાં દારૂ વિના પ્રસંગો થતા નથી. ત્યારે માત્ર પીનારાઓ સામે કાર્યવાહી કરવાને બદલે દારૂના સપ્લાય અને તેના સ્ત્રોત સુધી પોલીસ પહોંચે તે જરૂરી છે.

પરમિટ પ્રથામાં પારદર્શિતાની જરૂર

પરષોત્તમ પીપળીયાએ દારૂની પરમિટ વ્યવસ્થા અંગે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ અગાઉ આશરે રૂ.20 હજારની આસપાસ મળતી પરમિટની કિંમત હવે વધીને રૂ.1 લાખ સુધી પહોંચી ગઈ છે. તેમણે આ વ્યવસ્થાને ભ્રષ્ટાચારનું કેન્દ્ર ગણાવી પરમિટ પ્રથા બંધ કરવાની માગ કરી હતી.

તેમણે સૂચન કર્યું હતું કે, ગિફ્ટ સિટીની જેમ દારૂ સંબંધિત નીતિ અને વ્યવસ્થા અંગે પણ સ્પષ્ટ નિયમો, યોગ્ય સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અને પારદર્શક વ્યવસ્થા તૈયાર થવી જોઈએ. આ સમગ્ર મામલે પીપળીયાએ સ્પષ્ટ કર્યું હતું કે તેમનો વિરોધ કાયદાકીય કાર્યવાહી સામે નહીં, પરંતુ તપાસ પૂર્ણ થયા પહેલાં લોકોનાં નામ જાહેર કરીને તેમની સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાની પ્રક્રિયા સામે છે. હવે આ મુદ્દે પોલીસ તંત્ર શું સ્પષ્ટતા કરે છે તેના પર સૌની નજર છે.

આ પણ વાંચોઃ હરણીકાંડ બાદ બે વર્ષથી બંધ કાંકરિયા બોટિંગ ફરી શરૂ કરવાની AMCની તૈયારી, 20 બોટ થશે કાર્યરત, જાણો કેટલી હશે ટિકિટ ?

રાજકોટ હાઈપ્રોફાઈલ દારૂપાર્ટી કેસમાં પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ

રાજકોટની સરાઝા હોટલમાં યોજાયેલી હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલનો મામલો હવે વધુ ચર્ચામાં આવ્યો છે. આ કેસમાં પોલીસની કાર્યવાહી સામે પાટીદાર અગ્રણીઓ બાદ હવે વકીલ સુરેશ ફળદુએ પણ સવાલો ઉઠાવ્યા છે. સુરેશ ફળદુના જણાવ્યા મુજબ, પોલીસે સમગ્ર મામલે અનેક કાયદાઓનું અલગ રીતે અર્થઘટન કર્યું છે. સામાન્ય રીતે ઘટનાસ્થળેથી તમામ મુદ્દામાલનો કબજો લેવામાં આવતો હોય છે, ત્યારે આ કેસમાં પોલીસની કામગીરી અનેક શંકાઓ ઊભી કરે છે. વધુમાં, ગુનાહિત પ્રવૃત્તિમાં કારનો ઉપયોગ થયો નથી તેવું પોલીસ દ્વારા કરવામાં આવેલું અર્થઘટન પણ ચર્ચાનો વિષય બન્યું છે. વકીલ સુરેશ ફળદુએ જણાવ્યું કે પોલીસની કામગીરી દરોડાની શરૂઆતથી જ શંકાના દાયરામાં જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે સરાઝા હોટલમાં યોજાયેલી હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ મામલે કુલ 38 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Purushottam Pipaliya Rajkot Liquor Party Case Rajkot Liquor Scandal

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ