ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / હરણીકાંડ બાદ બે વર્ષથી બંધ કાંકરિયા બોટિંગ ફરી શરૂ કરવાની AMCની તૈયારી, 20 બોટ થશે કાર્યરત, જાણો કેટલી હશે ટિકિટ ?

અમદાવાદ / હરણીકાંડ બાદ બે વર્ષથી બંધ કાંકરિયા બોટિંગ ફરી શરૂ કરવાની AMCની તૈયારી, 20 બોટ થશે કાર્યરત, જાણો કેટલી હશે ટિકિટ ?

Published By: Vishal Khamar
Reported By: Dipak Solanki

Last Updated: 06:36 PM, 2 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના કાંકરિયા તળાવમાં બે વર્ષ બાદ ફરી બોટિંગ શરૂ થશે. AMC દ્વારા 20 બોટ કાર્યરત કરાશે. મુલાકાતીઓ માટે ₹10 લાખનો વીમો, લાઈફ જેકેટ, રેસ્ક્યુ બોટ અને CCTV સહિતની સુરક્ષા વ્યવસ્થા કરાશે.

ADVERTISEMENT

અમદાવાદ: વડોદરાના હરણી બોટકાંડ બાદ રાજ્યભરમાં બોટિંગની સલામતીને લઈને કડક નિયમો અમલી બનાવવામાં આવ્યા હતા. જેના પગલે અમદાવાદના કાંકરિયા તળાવ પરિસરમાં છેલ્લા બે વર્ષથી બંધ રહેલી બોટિંગ સેવા હવે ફરી શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કાંકરિયા પરિસરમાં 20 બોટ કાર્યરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બોટિંગ સેવા શરૂ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા અગાઉ જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરવું ફરજિયાત રહેશે. જેમાં બોટમાં બેસનારા દરેક મુલાકાતીનો રૂ. 10 લાખનો વ્યક્તિગત વીમો, લાઇફ જેકેટ, રેસ્ક્યુ બોટ અને અન્ય સુરક્ષા ઉપકરણોની વ્યવસ્થા રાખવાની રહેશે. આ ઉપરાંત બોટિંગ સ્થળે એમ્બ્યુલન્સ પણ ફરજિયાત હાજર રાખવાની રહેશે.

સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે કાંકરિયા પરિસરમાં આશરે 24 CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. કુલ 20 બોટમાંથી 19 બોટનો ઉપયોગ બોટિંગ માટે કરવામાં આવશે, જ્યારે બે સ્પીડ બોટને રેસ્ક્યુ બોટ તરીકે ઉપયોગમાં લેવાની વ્યવસ્થા કરવામાં આવશે.

બોટિંગ માટેના નવા દર જાહેર

કાંકરિયામાં વિવિધ પ્રકારની બોટિંગ સુવિધાઓ માટે નીચે મુજબના દર નક્કી કરવામાં આવ્યા છે:

  • સ્પીડ બોટ: રૂ. 160
  • પોન્ટૂન બોટ: રૂ. 160
  • શિકારા બોટ: રૂ. 150
  • જીપ્સી બોટ: રૂ. 150
  • પેડલ બોટ: રૂ. 60

આ ઉપરાંત કાંકરિયા પરિસરમાં ફ્લોટિંગ કેફે પણ શરૂ કરવાની યોજના છે, જેના કારણે મુલાકાતીઓને જળવિહારની સાથે અલગ પ્રકારનો મનોરંજનનો અનુભવ મળશે.

AMCને ટિકિટની આવકમાંથી 15 ટકા હિસ્સો મળશે

બોટિંગના સંચાલન માટે નક્કી કરાયેલી વ્યવસ્થા મુજબ પ્રતિ ટિકિટની આવકમાંથી 15 ટકા નફાની રકમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ચૂકવવાની રહેશે.

આ પણ વાંચોઃ ઠંડીનું આગમન થતાં જ મેગા સિટી અમદાવાદમાં વધ્યા આ બીમારીના કેસ, તબીબોએ આપી ચેતવણી

હરણી બોટ દુર્ઘટના બાદ સલામતીના કારણોસર બંધ કરવામાં આવેલી બોટિંગ સેવા ફરી શરૂ થવાથી કાંકરિયા ફરવા આવતા શહેરીજનો અને પ્રવાસીઓને મોટી રાહત મળશે. જોકે, નવી વ્યવસ્થામાં સુરક્ષાના નિયમોનું કડક પાલન કરવું મુખ્ય પ્રાથમિકતા રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kankaria Lake AMC Ahmedabad News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ