ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / VIDEO : વડોદરામાં ભાજપ કોર્પોરેટરે પાલિકાના અધિકારી સાથે કરી મારામારી, જુઓ વીડિયો
Last Updated: 04:05 PM, 2 November 2026
ADVERTISEMENT
વડોદરામાં વોર્ડ નંબર-4ના ભાજપના કોર્પોરેટર મયુર ચોવટિયાની દાદાગીરી સામે આવી છે. VMCના વરસાદી ગટરના આસી એડિશનલ એન્જિનિયર પ્રકાશ રોહિતને માર્યો માર હતો. કોર્પોરેટર પોતાના સાગરીતો સાથે અધિકારી પર તૂટી પડ્યો હતો. ખોડીયારનગરના રામદેવનગર પાસે આ મારામારી થઈ હતી. સમગ્ર મામલો બાપોદ પોલીસ સ્ટેશને પહોચ્યો હતો.
ADVERTISEMENT
વોર્ડ નંબર-4ના ભાજપના કોર્પોરેટર મયુર ચોવટિયાની લુખ્ખી દાદાગીરીથી અધિકારીઓમાં રોષ (વડોદરામાં ભાજપના કોર્પોરેટરની દાદાગીરી સામે આવી છે. વોર્ડ નંબર-4ના ભાજપના કોર્પોરેટર મયુર ચોવટિયાએ પોતાના માણસો સાથે VMCના વરસાદી ગટરના આસી. એડિશનલ એન્જિનિયર પ્રકાશ રોહિતને ઢોર માર માર્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. કોર્પોરેટરે અધિકારીને, તું અહીંયા કોણે પૂછીને કામ કરે છે તેમ કહીને બોલાચાલી કરીને માર માર્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન.) #Vadodara #BJP #MayurChowatia #VMC #GujaratPolitics #VTVDigital
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 2, 2026
અધિકારી સાઇટ પર કામ કરતા હતા તે સમયે કોર્પોરેટર પોતાના સાગરીતો સાથે પહોંચી ગયા ત્યારે કોર્પોરેટરે અધિકારીને તું અહીંયા કોને પૂછીને કામ કરે છે તેમ કહી બોલાચાલી કરી
ADVERTISEMENT
બોલાચાલી બાદ કોર્પોરેટરે પોતાના સાગરીતો સાથે અધિકારીને માર માર્યો હતો.
આખો બનાવ શું બન્યો?
ADVERTISEMENT
ખોડીયાર નગર પાસે આવેલા રામદેવ નગરમાં પાણીના મુદ્દે આજે બપોરે સ્થાનિક કોર્પોરેટર મયુર ચોવટીયા અને પાણી પુરવઠાના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા ત્યારે કોર્પોરેટર અને અધિકારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી તેમાંથી ઉગ્ર સ્વરૂપ ધારણ થતા બંને વચ્ચે મારામારી થઈ હતી. જેમાં કોર્પોરેટરને માર પડ્યો હોવાનો વીડિયો વાયરલ થયો હતો આ અંગે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને કોર્પોરેટરે પોલીસ સ્ટેશન પહોંચી જઈ ફરિયાદ નોંધાવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ અમેરિકામાં ગેરકાયદે રહેતા ગુજરાતીઓમાં ભયનો માહોલ, અનેક લોકોએ નોકરી અને ફોન નંબર બદલ્યા
ADVERTISEMENT
વીડિયો થયો વાયરલ
કોર્પોરેટર અને પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓ વચ્ચે થયેલી મારામારીનો વીડિયો વાયરલ થતા ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપમાં ચાલતી ચર્ચા મુજબ હાલના કોર્પોરેટર મયુર ચોવટીયા કેટલીક જગ્યાએ પોતાનું વર્ચસ્વ જમાવવા માટે ઉગતા સૂરજને પૂજો અને અગાઉના કોર્પોરેટરનું પતી ગયું છે જેથી મને પૂછ્યા સિવાય કામ કરવું નહીં તેવી જીદ પણ તેઓ અધિકારીઓ પર રોફ જમાવતા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT