ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / 280 કિમી પ્રતિ કલાકની ઝડપ, 557 મુસાફરોની બેઠક ક્ષમતા, Wi-Fiની સુવિધાઓ, જાણો પહેલી બુલેટ ટ્રેનની તમામ ખાસિયતો!
5 ફોટો ગેલેરી
Last Updated: 05:17 PM, 2 November 2026
1/5
2/5
રેલ મંત્રાલય અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યા અનુસાર આગામી વર્ષે આ ટ્રેન દોડવાની શરૂઆત થશે. મે-જૂન 2027માં હાઈ સ્પીડ ટ્રેક પર ટ્રાયલ શરૂ થવાની શક્યતા છે જ્યારે ઓગસ્ટ 2027 સુધીમાં કોમર્શિયલ સેવા શરૂ કરવાનો લક્ષ્યાંક છે. 508 કિલોમીટરના આખા મુંબઈ-અમદાવાદ કોરિડોર પહેલાં સુરત-વાપીના 97 કિલોમીટરના સેક્શન પર પહેલી બુલેટ ટ્રેન ચલાવવામાં આવશે.
ADVERTISEMENT
3/5
4/5
આ બુલેટ ટ્રેન લગભગ 202 મીટર લાંબી હશે અને તેમાં 8 કોચ હશે જેમાં ચાર મોટર કાર અને ચાર ટ્રેલર કાર. તેમાં આશરે 557 મુસાફરો બેસી શકશે. સાત સ્ટાન્ડર્ડ ક્લાસ કોચમાં 3×2 સીટિંગ અને એક એક્ઝિક્યુટિવ ક્લાસ કોચમાં 2×2 સીટિંગની વ્યવસ્થા છે. જેમાં દિવ્યાંગ મુસાફરો માટે પણ અલગ જગ્યા રાખવામાં આવી છે.
ADVERTISEMENT
5/5
મુસાફરોને મળશે આધુનિક HVAC સિસ્ટમ, નોઈઝ કંટ્રોલ, અંગ્રેજી-હિન્દી અને સ્થાનિક ભાષાઓમાં એલસીડી ઇન્ફોર્મેશન ડિસ્પ્લે, ઓટોમેટેડ જાહેરાતો અને વાઈ-ફાઈ આધારિત ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ. એર્ગોનોમિક સીટો, પહોળી બારીઓ, એલઈડી લાઈટિંગ, ચાર્જિંગ પોઈન્ટ, બાયો-ડાઈજેસ્ટર ટોયલેટ, વ્હીલચેર ફ્રેન્ડલી ડોર અને ઇમરજન્સી કમ્યુનિકેશન સિસ્ટમ જેવી સુવિધાઓ પણ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ