ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 03:03 PM, 2 November 2026
ADVERTISEMENT
મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના ભોકર ગામમાં આવેલી નેશનલ બેન્કમાં ધોળેદિવસે થયેલી કરોડોની લૂંટનો અંત ફિલ્મી ઢબે આવ્યો હતો. હથિયારધારી ચાર લુટારા બેન્કમાંથી રોકડ અને સોનું લૂંટીને ફરાર થયા હતા. જોકે સતર્ક બેન્ક કર્મચારી, ગામલોકો અને પોલીસની સંયુક્ત કાર્યવાહીના કારણે લુટારાઓનો ૧૭ કિલોમીટર સુધી પીછો કરવામાં આવ્યો હતો. અંતે ચારેય આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લેવામાં આવ્યા હતા અને લૂંટનો સમગ્ર મુદ્દામાલ પણ પાછો મેળવી લેવાયો હતો.
ADVERTISEMENT
શનિવારે બપોરે ૨.૪૫થી ૩.૧૫ વાગ્યાની વચ્ચે આશરે પાંચ હજારની વસ્તી ધરાવતા ભોકર ગામની બેન્કમાં લૂંટની ઘટના બની હતી. બેન્કમાં સામાન્ય કામગીરી ચાલી રહી હતી ત્યારે હેલ્મેટ પહેરેલા ચાર શખ્સો અચાનક અંદર ઘૂસી આવ્યા હતા. ઓળખ છુપાવવા માટે તેમણે ચહેરા પર રૂમાલ બાંધ્યા હતા. તે સમયે બેન્કમાં અન્ય કોઈ ગ્રાહક હાજર નહોતો.
લુટારાઓએ બેન્કના કર્મચારીઓ પર હુમલો કર્યો હતો અને ગોળી પણ ચલાવી હતી. ત્યાર બાદ તેઓ રૂ. ૧૨.૩૦ લાખ રોકડ અને ૨૭ કિલો ગીરવે મૂકેલું સોનું લઈને ફરાર થઈ ગયા હતા. લૂંટાયેલા સોનાની કિંમત આશરે રૂ. ૩૪.૪૦ કરોડ હોવાનું જણાવાયું છે.
ADVERTISEMENT
ગામ લોકોની સતર્કતાથી લુટારા ઝડપાયા
લૂંટની જાણ થતાં જ બેન્ક કર્મચારી, ગામલોકો અને પોલીસ સક્રિય થઈ ગયા હતા. લુટારાઓને પકડવા માટે શરૂ થયેલા પીછામાં ગામલોકોએ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આશરે ૧૭ કિલોમીટર સુધી પીછો કર્યા બાદ પોલીસ ચારેય આરોપીઓને ઝડપી લેવામાં સફળ રહી હતી. તેમની પાસેથી લૂંટાયેલો સમગ્ર મુદ્દામાલ પાછો મેળવી લેવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
પોલીસ તપાસમાં સામે આવ્યું કે ચારેય આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ધરપકડ કરાયેલા શંકર જસક અગાઉ રાયગઢ જિલ્લા પોલીસમાં તહેનાત હતો. બેન્ક લૂંટના એક અન્ય કેસમાં તેની ધરપકડ થઈ હતી, પરંતુ થોડા મહિના પહેલાં તેને જામીન મળ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ તે અગાઉ જલગાંવ જિલ્લામાં રોકડ અને સોનાની લૂંટના કેસમાં પણ સંડોવાયેલો હતો.
આ પણ વાંચોઃ ₹25000 નુ પેન્શન વધીને ₹87500 સુધી વધી શકે છે? ફિટમેન્ટ ફેક્ટરથી સમજો આખુ ગણિત
ADVERTISEMENT
આ ઘટનાએ એક તરફ બેન્કની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા છે, તો બીજી તરફ ગામલોકોની સતર્કતા અને પોલીસની ઝડપી કાર્યવાહીને કારણે કરોડોની લૂંટનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો
8th pay commission / ₹25000 નુ પેન્શન વધીને ₹87500 સુધી વધી શકે છે? ફિટમેન્ટ ફેક્ટરથી સમજો આખુ ગણિત
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT