ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં ગરમીનો પારો ઓક્ટોબરમાં રહ્યો સૌથી ઊંચો, જાણો કેટલાં ડિગ્રી નોંધાયું
Last Updated: 03:26 PM, 2 November 2026
ADVERTISEMENT
નવરાત્રી દરમિયાન ગરબે રમતા ખેલૈયાઓને માત્ર શારીરિક થાક જ નહીં, પરંતુ ગરમ હવામાનનો પણ સામનો કરવો પડ્યો હતો. ઓક્ટોબર મહિના દરમિયાન અમદાવાદ સહિત સમગ્ર વિસ્તારમાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું નોંધાયું હતું. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)ના વિશ્લેષણ મુજબ અમદાવાદમાં ઓક્ટોબર દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં એક ડિગ્રી અને સરેરાશ લઘુતમ તાપમાન ૧.૯ ડિગ્રી વધુ રહ્યું હતું.
ADVERTISEMENT
હવામાન વિભાગના આંકડા અનુસાર ૧થી ૩૧ ઓક્ટોબર દરમિયાન અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન ૩૬.૭ ડિગ્રી સેલ્સિયસ અને સરેરાશ લઘુતમ તાપમાન ૨૩.૬ ડિગ્રી નોંધાયું હતું. તેની સામે ૧૯૯૧થી ૨૦૨૦ના સમયગાળાના હવામાનના રેકોર્ડ મુજબ ઓક્ટોબરનું સામાન્ય સરેરાશ મહત્તમ તાપમાન ૩૫.૬ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૧.૮ ડિગ્રી હતું. આમ, આ વર્ષે બંને તાપમાન સામાન્ય કરતાં વધુ રહ્યાં હતાં.
કેટલાક ઓનલાઈન હવામાન પોર્ટલના આંકડા મુજબ ૨૦૨૧થી ૨૦૨૫ દરમિયાન ઓક્ટોબરમાં મહત્તમ તાપમાન ૩૧થી ૩૩ ડિગ્રીની આસપાસ રહેતું હતું. તેની સરખામણીએ આ વર્ષે તાપમાનનો પારો વધુ ઊંચો રહ્યો હતો.
ADVERTISEMENT
હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યું છે કે સામાન્ય રીતે નવરાત્રીનો સમય એવો હોય છે, જ્યારે રાતના તાપમાનમાં ઘટાડો શરૂ થાય છે અને વાતાવરણ વધુ આહ્લાદક બને છે. આ સમયગાળામાં ન તો વધુ ગરમી હોય છે કે ન તો કડકડતી ઠંડી, જોકે આ વર્ષે સમગ્ર વિસ્તારમાં ઉત્તરથી ઉત્તર-પૂર્વ દિશાના પવનો ફૂંકાયા હતા. મહત્તમ અને લઘુતમ બંને તાપમાન સામાન્ય કરતાં નીચાં રહ્યાં હોય તેવા દિવસો બહુ ઓછા નોંધાયા હતા.
ઓક્ટોબરમાં પાંચ દિવસ તાપમાન ૩૮ ડિગ્રીને પાર
ADVERTISEMENT
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઓક્ટોબર દરમિયાન અમદાવાદમાં પાંચ દિવસ એવા હતા, જ્યારે મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કેટલાક દિવસોમાં તો તાપમાનના કારણે વાતાવરણ ઉનાળાની શરૂઆત જેવું અનુભવાયું હતું.
ઓક્ટોબરના અંતિમ દિવસોમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત અર્નબની અસર પણ જોવા મળી હતી. આ વાવાઝોડાના કારણે વાદળછાયું વાતાવરણ, પવન અને વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના અહેવાલ મુજબ વધુ એક તીવ્ર ચક્રવાત મુરાસુ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પાર કરી રહ્યો હતો અને તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી હતી.
ADVERTISEMENT
ઉત્તર ભારતમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં પણ અનુભવાઈ હતી. રવિવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૩.૬ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ૧.૩ ડિગ્રી ઓછું હતું, જ્યારે લઘુતમ તાપમાન ૨૨.૬ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ૩.૫ ડિગ્રી વધુ હતું.
નવેમ્બરમાં પણ સામાન્ય કરતાં વધુ ગરમીની હવામાન વિભાગની આગાહી
ADVERTISEMENT
હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા વ્યક્ત કરી નથી. રવિવારે માત્ર નલિયામાં લઘુતમ તાપમાન ૨૦ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. અહીં લઘુતમ તાપમાન ૧૮.૬ ડિગ્રી રહ્યું હતું.
આ પણ વાંચોઃ હીરા પેઢીના એકાઉન્ટન્ટને ઓફિસની જ ડેટા ઓપરેટર સાથે પ્રેમલીલા ભારે પડી, પત્નીએ કરી જાહેરમાં ધોલાઈ
ADVERTISEMENT
સમગ્ર ગુજરાતમાં મહત્તમ તાપમાન ૩૩થી ૩૬ ડિગ્રી વચ્ચે રહ્યું હતું. હવામાન વિભાગે નવેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતાં વધુ ગરમ હવામાન રહેવાની આગાહી કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT