ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / એક પિતાને દીકરીનો મોબાઈલ ફેંકવો ભારે પડ્યો, જોતજોતામાં જ સામાન્ય તકરાર હત્યામાં પરિણમી

ગુજરાત / એક પિતાને દીકરીનો મોબાઈલ ફેંકવો ભારે પડ્યો, જોતજોતામાં જ સામાન્ય તકરાર હત્યામાં પરિણમી

Published By: Nidhi Panchal

Last Updated: 11:18 AM, 2 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં એક જ સમયે બે અલગ-અલગ શહેરોમાં પરિવારના સંબંધોને હચમચાવી નાખતી હત્યાની ઘટનાઓ સામે આવી છે. સાણંદમાં પિતાએ પોતાના 10 વર્ષના પુત્રની હત્યા કરી તો સુરતના કોસાડ આવાસમાં મોબાઈલ ફેંકી દેવા જેવી બાબતે દીકરીએ જ પિતાની હત્યા કરી નાખી.

ADVERTISEMENT

જે પરિવારને સુરક્ષિત રાખવાની જવાબદારી હોય છે, એ જ પરિવારના સભ્યો એકબીજાના જીવના દુશ્મન બની રહ્યા છે. ગુજરાતમાં બનેલી બે અલગ-અલગ ઘટનાઓએ સમાજને વિચારતા કરી દીધો છે. એક તરફ અમદાવાદ જિલ્લાના સાણંદમાં પિતાએ પોતાના જ 10 વર્ષના પુત્રની હત્યા કરી નાખી, તો બીજી તરફ સુરતમાં 22 વર્ષની દીકરીએ પોતાના પિતાની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. સાણંદમાં અંધશ્રદ્ધા અને ભૂવા બનવાની માન્યતાને લઈને પિતાએ પુત્રનો જીવ લીધો હોવાનો આક્ષેપ છે, જ્યારે સુરતમાં ઘરકામ અને મોબાઈલ ફેંકી દેવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરાર લોહિયાળ હત્યામાં પરિણમી હતી. બંને ઘટનાઓમાં પરિવારના જ સભ્યો આરોપી બનતાં સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગઈ છે.

Surat

સુરતમાં મોબાઈલ ફેંકી દેતાં દીકરીએ પિતાની હત્યા કરી

સુરતના કોસાડ આવાસ વિસ્તારમાં પિતા અને પુત્રી વચ્ચે થયેલી સામાન્ય તકરારે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું. મોબાઈલ ફેંકી દેવા જેવી બાબતે થયેલી બોલાચાલી બાદ 22 વર્ષીય કાજલ ઉર્ફે વિક્રમે આવેશમાં આવીને પોતાના પિતા પર હુમલો કર્યો હતો. કાજલે કૂકરના ઢાંકણા અને છરી વડે પિતા પર હુમલો કરી તેમની હત્યા કરી નાખી હતી.

ઘરકામ બાબતે પણ પિતા અને દીકરી વચ્ચે તકરાર

પ્રાથમિક માહિતી પ્રમાણે, ઘરકામ બાબતે પણ પિતા અને દીકરી વચ્ચે તકરાર થઈ હતી. આ દરમિયાન મોબાઈલ ફેંકી દેવાની બાબતે વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો. સામાન્ય બોલાચાલીમાંથી શરૂ થયેલો ઝઘડો એટલો વધી ગયો કે દીકરીએ જ પિતાની હત્યા કરી નાખી. આ ઘટનાને પગલે કોસાડ આવાસ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

માતાએ જ પોતાની દીકરી વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

આ સમગ્ર મામલે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે માતાએ જ પોતાની દીકરી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પિતાની હત્યા અંગે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવ્યા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. અમરોલી પોલીસે આરોપી 22 વર્ષીય કાજલ ઉર્ફે વિક્રમની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. ઘરકામ અને મોબાઈલ જેવી સામાન્ય બાબતે થયેલી તકરાર અંતે હત્યા સુધી પહોંચી જતાં આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. હાલ પોલીસ દ્વારા હત્યા પાછળનાં કારણો અને સમગ્ર ઘટનાક્રમ અંગે તપાસ કરવામાં આવી રહી છે.

સાણંદમાં પિતાએ 10 વર્ષના પુત્રની કરી હતી હત્યા

બીજી તરફ, અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વિંછીયા ગામમાં પણ આવી જ રીતે પરિવારના સભ્ય દ્વારા હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અહીં 37 વર્ષીય નરેશ પટેલે પોતાના જ 10 વર્ષના એકના એક પુત્ર કરણની હત્યા કરી હોવાનો આક્ષેપ છે. નરેશે માતાજીની દેરી આગળ કરણને બંને પગથી પકડીને બે-ત્રણ વખત જમીન પર પછાડ્યો હતો અને ત્યારબાદ તેના માથામાં લાકડી મારી હતી.

ખાટલામાં મૂકીને બાજુના ખાટલા પર જ સૂઈ ગયો

પુત્રની હત્યા કર્યા બાદ નરેશ તેની લાશને ખાટલામાં મૂકીને બાજુના ખાટલા પર જ સૂઈ ગયો હતો. 10 દિવસ પહેલાં પતિ સાથે ઝઘડો થતાં ભારતીબેન પિયર જતાં રહ્યાં હતાં અને કરણને પરીક્ષાને કારણે પિતા પાસે મૂક્યો હતો. 1 નવેમ્બરની સાંજે પાડોશીએ ફોન કરીને નરેશે કરણને લાકડીથી માર માર્યો હોવાની જાણ કરતાં ભારતીબેન પરિવાર સાથે રાત્રે 9 વાગ્યે વિંછીયા ગામ પહોંચ્યાં હતાં. ત્યાં જોગણી માતાજીની દેરી પાસે કરણ લોહીલુહાણ હાલતમાં મૃત મળી આવ્યો હતો.

આ પણ વાંચો : એકના એક દીકરાનું પિતાએ કાસળ કાઢી નાખ્યું, કારણ જાણી પગ નીચેથી જમીન સરકી જશે

ભારતીબેને પતિને પૂછતાં નરેશે જણાવ્યું હતું કે તેના પિતા માતાજીના ભૂવા હતા અને તેમના પછી પોતે ભૂવો બન્યો હતો. હવે પોતાના પછી ઘરમાં કોઈ ભૂવો ન બને તે માટે કરણને બંને પગથી પકડી બે-ત્રણ વખત દેરી આગળ પછાડ્યો હતો અને માથામાં લાકડી મારી હતી. આ વાત સાંભળીને પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. ભારતીબેને પોલીસને જાણ કરતાં સાણંદ પોલીસ અને FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. કરણના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને નરેશ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાઈ છે. આમ, સાણંદમાં પિતાએ પુત્રની તો સુરતમાં દીકરીએ પિતાની હત્યા કરતાં બંને ઘટનાઓએ ગુજરાતમાં ચકચાર મચાવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sanand Child Murder Gujarat Crime Surat Father Murder

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ