ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / ''સાંભળી લેજો, કાન ફાડીને...'', બિગબીએ કોને આપી ઓપન ચેલેન્જ?

મનોરંજન / ''સાંભળી લેજો, કાન ફાડીને...'', બિગબીએ કોને આપી ઓપન ચેલેન્જ?

Published By: Jinal Chauhan

Last Updated: 02:08 PM, 2 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર પોતાની એક પોસ્ટનો ખોટો અર્થ કાઢવામાં આવતા નારાજ થયા છે. તેમણે મીડિયા પર શબ્દોને તોડી-મરોડીને રજૂ કરવાનો આરોપ લગાવ્યો છે.

ADVERTISEMENT

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર સતત સક્રિય રહે છે અને પોતાના વિચારો રજૂ કરતા રહે છે. તાજેતરમાં તેમણે ભગવાન શ્રીકૃષ્ણની પ્રાર્થનાનો ઉલ્લેખ કરતી પોસ્ટ કરી હતી. જોકે આ પોસ્ટને અલગ જ અર્થમાં રજૂ કરવામાં આવતા તેઓ ગુસ્સે થયા છે. તેમણે લાંબી પોસ્ટ લખીને મીડિયા પર સવાલ ઉઠાવ્યા છે. સાથે જ પોતાના 5 કરોડ ફોલોઅર્સનો ઉલ્લેખ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

શ્રીકૃષ્ણની પ્રાર્થનાનો ખોટો અર્થ કાઢવાનો આરોપ

અમિતાભ બચ્ચને તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભગવાન શ્રીકૃષ્ણની પ્રાર્થના ‘હાથી ઘોડા પાલકી, જય કન્હૈયા લાલ કી’નો ઉલ્લેખ કર્યો હતો. આ પ્રાર્થના સામાન્ય રીતે ભગવાન શ્રીકૃષ્ણના જયઘોષ તરીકે કરવામાં આવે છે. જોકે અમિતાભના કહેવા પ્રમાણે તેમની આ પોસ્ટને કેટલાક મીડિયા અહેવાલોમાં અલગ જ રીતે રજૂ કરવામાં આવી હતી.તેમની ધાર્મિક પ્રાર્થનાને વિરોધીઓને પડકાર આપતી વાત તરીકે રજૂ કરવામાં આવી હતી. આ બાબતથી અમિતાભ નારાજ થયા હતા. તેમણે કહ્યું કે ભગવાન શ્રીકૃષ્ણની પ્રાર્થનાનો આ રીતે ખોટો અર્થ કાઢવો અને તેને અલગ રીતે રજૂ કરવું યોગ્ય નથી.

5 કરોડ ફોલોઅર્સનો ઉલ્લેખ કરીને આપી ચેતવણી

અમિતાભ બચ્ચને પોતાની પોસ્ટમાં સોશિયલ મીડિયા પરના 5 કરોડ ફોલોઅર્સનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે મીડિયા સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે તેમના શબ્દોને વારંવાર તોડી-મરોડીને રજૂ કરવામાં આવશે તો તેમના ફોલોઅર્સ પણ પોતાની રીતે પ્રતિક્રિયા આપી શકે છે.તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે તેમના ફોલોઅર્સમાંથી માત્ર 10 ટકા લોકો પણ પ્રતિક્રિયા આપે તો મોટી સંખ્યામાં લોકો એકસાથે સામે આવી શકે છે. જોકે આ વાત તેમણે ગુસ્સામાં લખેલી ચેતવણીના સ્વરૂપમાં રજૂ કરી હતી.

અમિતાભે મીડિયાને સંભળાવી ખરીખોટી

અમિતાભ બચ્ચને પોતાની પોસ્ટમાં મીડિયા પર ગંભીર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે દેશના લોકો મીડિયા પર વિશ્વાસ રાખે છે અને તેને સન્માન આપે છે. પરંતુ લોકોના શબ્દોને ખોટી રીતે રજૂ કરીને પોતાનો પ્રચાર કરવો યોગ્ય નથી.તેમણે મીડિયાને દેશનો પાંચમો સ્તંભ ગણાવવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. સાથે જ કહ્યું કે જ્યારે કોઈ વ્યક્તિથી ભૂલ થાય છે ત્યારે તે માફી માંગે છે અને સુધારો કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ કેટલાક લોકો પોતાની ભૂલને જાણે અધિકાર સમજીને વર્તે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ ''ભારતે 5000 વર્ષ પહેલાં જ...'', એલન મસ્કની ફ્લાઈંગ કાર પર રણબીરનો જોરદાર કટાક્ષ

ભૂલ થાય તો માફી માંગીએ છીએ: અમિતાભ

અમિતાભ બચ્ચને પોતાની પોસ્ટમાં કહ્યું કે જ્યારે તેમની તરફથી કોઈ ભૂલ થાય છે ત્યારે તેઓ તરત માફી માંગે છે અને તેમાં સુધારો કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ મીડિયા દ્વારા કરવામાં આવતી ભૂલો અંગે કોઈ જવાબદારી લેવામાં આવતી નથી તેવી તેમની ફરિયાદ હતી.તેમણે પોતાના શબ્દોમાં મીડિયા દ્વારા કરવામાં આવતી રજૂઆતને બિનજરૂરી અને હાસ્યાસ્પદ ગણાવી હતી. પોસ્ટના અંતમાં તેમણે પોતાના ફોલોઅર્સને શુભરાત્રિ કહીને વાત પૂરી કરી હતી. જોકે તેમની નારાજગી પોસ્ટના દરેક શબ્દમાં જોવા મળી હતી.

બીજી પોસ્ટમાં પણ મીડિયા સામે નારાજગી વ્યક્ત કરી

અમિતાભ બચ્ચને આ મુદ્દે બીજી પોસ્ટ પણ કરી હતી. તેમાં તેમણે ફરીથી કહ્યું કે તેઓ માત્ર એક પ્રાર્થના લખે છે અને મીડિયા તેનો ખોટો અર્થ કાઢીને તેનું અપમાન કરે છે.તેમણે લખ્યું હતું કે હવે મીડિયા તેમના હાથમાં છે અને આ વાત વિશે વિચારવાની જરૂર છે. આ પોસ્ટ દ્વારા તેમણે પોતાની નારાજગી ફરી વ્યક્ત કરી હતી. અમિતાભની આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર તેમના નિવેદનને લઈને ચર્ચા શરૂ થઈ છે.

સુરક્ષાને લઈને પણ ચર્ચામાં રહ્યા હતા અમિતાભ

અમિતાભ બચ્ચન થોડા સમય પહેલાં સુરક્ષાને લઈને પણ ચર્ચામાં આવ્યા હતા. ટાઇગર શ્રોફ સાથે જોડાયેલા શૂટિંગના એક બનાવ બાદ તેમને જાનથી મારી નાખવાની અને તેમના ઘર પર ગ્રેનેડથી હુમલો કરવાની ધમકી મળી હોવાની વાત સામે આવી હતી.આ ઘટનાને પગલે મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલા તેમના બંગલા 'જલસા'ની સુરક્ષા વધારવામાં આવી હતી. અમિતાભ બચ્ચન દર રવિવારે પોતાના ચાહકોને મળવાની પરંપરા જાળવી રાખે છે. જોકે તાજેતરમાં તેઓ ચાહકોને મળવા આવ્યા ત્યારે બુલેટપ્રૂફ કાચની અંદર જોવા મળ્યા હતા. તેમના પુત્ર અભિષેક બચ્ચન પણ સુરક્ષાની સ્થિતિ પર નજર રાખતા જોવા મળ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

VTV Gujarati Bollywood News Amitabh Bachchan News

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ