ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હીરા પેઢીના એકાઉન્ટન્ટને ઓફિસની જ ડેટા ઓપરેટર સાથે પ્રેમલીલા ભારે પડી, પત્નીએ કરી જાહેરમાં ધોલાઈ
Last Updated: 02:29 PM, 2 November 2026
ADVERTISEMENT
સામાન્ય રીતે પતિ-પત્ની વચ્ચેના વિવાદ ઘરની ચાર દીવાલોમાં જ રહેતા હોય છે, પરંતુ સુરતના કતારગામમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં અંગત સંબંધોનો વિવાદ રસ્તા પર જાહેર તમાશો બની ગયો હતો. હીરાની પેઢીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા પતિને ઓફિસની જ ડેટા ઓપરેટર યુવતી સાથે પ્રેમ કરવો ભારે પડી ગયો હતો. પતિ પોતાની પ્રેમિકા સાથે બાઈક પર જતો હતો ત્યારે પત્નીએ તેને રંગેહાથ ઝડપી લીધો હતો. ત્યારબાદ રસ્તા વચ્ચે જ પતિ અને તેની પ્રેમિકા સાથે મારામારીનો હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ પરિવારજનોએ ઉતારી લીધો હતો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
મળતી માહિતી પ્રમાણે, સુરતના કતારગામ વિસ્તારમાં હીરાની પેઢીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા યુવકને પોતાની જ ઓફિસમાં ડેટા ઓપરેટર તરીકે કામ કરતી યુવતી સાથે પ્રેમસંબંધ હતો. પતિના આ સંબંધ અંગે જાણ થતાં પત્નીએ તેને રંગેહાથ ઝડપી લેવાનું નક્કી કર્યું હતું. આ માટે પત્ની પોતાની સાસુ અને ભાભીને સાથે લઈને કારમાં પતિનો પીછો કરવા નીકળી હતી. દરમિયાન પતિ પોતાની પ્રેમિકા સાથે બાઈક પર જતો હોવાનું જોવા મળતાં પત્નીએ કારથી તેમનો રસ્તો આંતર્યો હતો. ત્યારબાદ પતિ અને તેની સાથે રહેલી યુવતીને જાહેરમાં જ ઝડપી પાડ્યાં હતાં. અચાનક પત્ની અને પરિવારજનો સામે આવી જતાં બંને માટે સ્થિતિ મુશ્કેલ બની ગઈ હતી.
ADVERTISEMENT
પતિને પ્રેમિકા સાથે રંગેહાથ પકડતાં જ પત્નીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. તેણે રસ્તા વચ્ચે જ પતિને ચંપલ અને દંડાથી માર મારવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં, પતિ સાથે રહેલી પ્રેમિકાને પણ પત્નીએ છોડ્યા નહોતી. પ્રેમિકાના વાળ પકડીને તેને બેફામ માર માર્યો હતો. આ દરમિયાન રસ્તા પર લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં અને સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સુરતમાં પત્નીએ પતિને પ્રેમિકા સાથે રંગેહાથ ઝડપ્યો, અને પછી જે દ્રશ્યો સર્જાયા...! #Surat #HusbandWife #RelationshipDrama #Gujarat #VTVDigital https://t.co/3Qh9ZeNAxP
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 2, 2026
ADVERTISEMENT
આ સમગ્ર ઘટનાનો વીડિયો પરિવારજનોએ પોતાના મોબાઈલમાં ઉતારી લીધો હતો. રસ્તા વચ્ચે પતિ અને તેની પ્રેમિકાની ધોલાઈનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જાહેરમાં થયેલો હોબાળો અને મારામારી જોવા મળી રહી છે. પતિની ઓફિસની જ મહિલા કર્મચારી સાથેના સંબંધને લઈને શરૂ થયેલો વિવાદ હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : એક પિતાને દીકરીનો મોબાઈલ ફેંકવો ભારે પડ્યો, જોતજોતામાં જ સામાન્ય તકરાર હત્યામાં પરિણમી
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં જ કતારગામ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મામલો થાળે પાડ્યો હતો. બીજી તરફ, મારામારીનો ભોગ બનેલી યુવતીએ પત્ની સહિત ત્રણ મહિલાઓ વિરુદ્ધ પોલીસમાં NC (નોંધપાત્ર સિવાયની ફરિયાદ) નોંધાવી છે. પોલીસે ફરિયાદને આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.