ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / દેશમાં LPGની માંગમાં 12 % નો ઘટાડો, તો બીજી તરફ વધી પેટ્રોલ-ડીઝલની ડિમાન્ડ, જાણો કેમ?

Business / દેશમાં LPGની માંગમાં 12 % નો ઘટાડો, તો બીજી તરફ વધી પેટ્રોલ-ડીઝલની ડિમાન્ડ, જાણો કેમ?

Published By: Nidhi Panchal

Last Updated: 02:48 PM, 2 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક તરફ ઘરોમાં રસોઈ માટે વપરાતા LPG સિલિન્ડરની માંગ ઘટી રહી છે, તો બીજી તરફ પેટ્રોલ અને ડીઝલનો વપરાશ સતત વધી રહ્યો છે. ઓક્ટોબર 2026ના આંકડાઓમાં જોવા મળેલા આ મોટા ફેરફાર પાછળ મધ્ય પૂર્વનો તણાવ, ગેસના પુરવઠામાં વિક્ષેપ અને બદલાતી ઇંધણની પસંદગી જેવા કારણો સામે આવ્યા છે.

ADVERTISEMENT

દેશમાં ઇંધણના વપરાશને લઈને એક ચોંકાવનારી સ્થિતિ સામે આવી છે. સામાન્ય રીતે ઘરોમાં રસોઈ માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતા LPG સિલિન્ડરના વપરાશમાં ઘટાડો થઈ રહ્યો છે, જ્યારે રસ્તા પર દોડતાં વાહનો માટે જરૂરી પેટ્રોલ અને ડીઝલની માંગમાં વધારો નોંધાયો છે. ઓક્ટોબર 2026ના તાજેતરના આંકડા આ બદલાતી સ્થિતિ તરફ ઈશારો કરી રહ્યા છે. એક તરફ LPGનો વપરાશ ઘટ્યો છે, તો બીજી તરફ પેટ્રોલ અને ડીઝલની માંગમાં વધારો થયો છે. ત્યારે સવાલ એ છે કે આખરે LPGનો વપરાશ કેમ ઘટી રહ્યો છે અને પેટ્રોલ-ડીઝલની માંગ કેમ વધી રહી છે?

lpg-simple

પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (PPAC)ના તાજેતરના આંકડા મુજબ, ઓક્ટોબર 2026માં દેશમાં પેટ્રોલના વપરાશમાં ગયા વર્ષની સરખામણીમાં 3.11 ટકાનો વધારો નોંધાયો છે. આ સાથે પેટ્રોલનો કુલ વપરાશ વધીને 3.77 મિલિયન ટન પર પહોંચ્યો છે. વાહનોની અવરજવર અને માર્ગ પરિવહન સાથે જોડાયેલી પ્રવૃત્તિઓમાં વધારો થવાને કારણે પેટ્રોલની માંગ મજબૂત રહી હોવાનું માનવામાં આવે છે.

ડીઝલની માંગમાં પણ નોંધપાત્ર વધારો થયો

માત્ર પેટ્રોલ જ નહીં, પરંતુ ડીઝલની માંગમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. PPACના આંકડા અનુસાર, ગયા વર્ષની સરખામણીમાં ઓક્ટોબરમાં ડીઝલના વપરાશમાં 11.69 ટકાનો વધારો નોંધાયો છે. આ સાથે ડીઝલનો કુલ વપરાશ વધીને 8.15 મિલિયન ટન થયો છે. દેશમાં માર્ગ પરિવહન, માલસામાનની હેરફેર અને વિવિધ વાણિજ્યિક પ્રવૃત્તિઓમાં વધારો થવાને કારણે ડીઝલની માંગમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. વાહનોનો ઉપયોગ સતત મજબૂત રહેતા પેટ્રોલ અને ડીઝલ બંનેના વપરાશમાં વધારો થયો છે.

LPGના વપરાશના આંકડા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહ્યા

બીજી તરફ LPGના વપરાશના આંકડા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહ્યા છે. ઓક્ટોબર 2026માં દેશમાં LPGના વપરાશમાં વાર્ષિક ધોરણે 12.11 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા બાદ LPGનો કુલ વપરાશ ઘટીને 2.64 મિલિયન ટન થયો છે. સામાન્ય રીતે ઘરોમાં રસોઈ માટે LPG સિલિન્ડરનો ઉપયોગ થતો હોવાથી વપરાશમાં થયેલો આ ઘટાડો ચર્ચાનો વિષય બન્યો છે. ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલની માંગ વધતી હોય ત્યારે LPGના વપરાશમાં ઘટાડો થવા પાછળનાં કારણો સમજવા જરૂરી બન્યા છે.

એક મુખ્ય કારણ મધ્ય પૂર્વમાં ચાલી રહેલો તણાવ

LPGના વપરાશમાં ઘટાડા પાછળનું એક મુખ્ય કારણ મધ્ય પૂર્વમાં ચાલી રહેલો તણાવ હોવાનું માનવામાં આવે છે. મધ્ય પૂર્વમાં સર્જાયેલી પરિસ્થિતિને કારણે ઇંધણના આંતરરાષ્ટ્રીય પુરવઠા પર અસર પડી છે. ભારત પોતાની LPGની જરૂરિયાતનો મોટો હિસ્સો અન્ય દેશોમાંથી આયાત કરે છે. આવી સ્થિતિમાં પુરવઠામાં વિક્ષેપ સર્જાતાં દેશમાં LPG સિલિન્ડરની ઉપલબ્ધતા અને કિંમતો પર અસર જોવા મળી છે. છેલ્લા કેટલાક સમયથી LPG સિલિન્ડરના ભાવમાં વધારો થવાથી સામાન્ય પરિવારોના ઘરખર્ચ પર પણ તેની અસર પડી રહી છે. ભાવમાં વધારાને કારણે લોકો LPGના વપરાશમાં ઘટાડો કરી રહ્યા હોવાની શક્યતા છે.

આ પણ વાંચો : હીરા પેઢીના એકાઉન્ટન્ટને ઓફિસની જ ડેટા ઓપરેટર સાથે પ્રેમલીલા ભારે પડી, પત્નીએ કરી જાહેરમાં ધોલાઈ

આ ઉપરાંત સરકાર દ્વારા LPGના વિકલ્પ તરીકે પાઇપ્ડ નેચરલ ગેસ એટલે કે PNGને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. મધ્ય પૂર્વમાં તણાવને કારણે LPGના પુરવઠામાં વિક્ષેપ પડ્યા બાદ જ્યાં PNG કનેક્શનની સુવિધા ઉપલબ્ધ છે ત્યાંના રહેવાસીઓને LPGમાંથી PNG પર સ્વિચ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. PNG પાઇપલાઇન મારફતે સીધો ઘરમાં પહોંચતો હોવાથી સિલિન્ડર બુક કરાવવાની અને તેની ડિલિવરીની રાહ જોવાની જરૂર રહેતી નથી. આથી કેટલાક વિસ્તારોમાં લોકો LPGના બદલે PNG અપનાવી રહ્યા હોવાની શક્યતા પણ LPGના વપરાશમાં ઘટાડાનું એક કારણ બની શકે છે. જોકે, LPGની માંગ ઘટવાની સામે પેટ્રોલ અને ડીઝલની માંગમાં વધારો થવા પાછળનું કારણ અલગ છે. દેશમાં વાહનોની અવરજવર, માર્ગ પરિવહન અને વાણિજ્યિક પ્રવૃત્તિઓમાં વધારો થતાં પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ મજબૂત રહ્યો છે. માલસામાનની હેરફેરથી લઈને રોજિંદા વાહનવ્યવહાર સુધી ડીઝલ અને પેટ્રોલની જરૂરિયાત રહેતી હોવાથી તેની માંગમાં વધારો નોંધાયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

LPG Consumption Petrol Demand Diesel Demand

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ