ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / 2 વખત વડાપ્રધાન બનવાની ના પાડી, રેકોર્ડબ્રેક સમય સુધી પક્ષના પ્રમુખ રહ્યા, ઈટાલીની યુવતી કેવી રીતે બની રાજકારણનો હિસ્સો?
Last Updated: 05:30 PM, 2 November 2026
ADVERTISEMENT
ભારતીય રાજકારણમાં સોનિયા ગાંધીનું સ્થાન અનોખું રહ્યું છે. ઇટાલીમાં જન્મેલી એક યુવતી 1968માં ભારતના પ્રથમ રાજકીય પરિવારની પુત્રવધૂ બની અને ત્યાર બાદ લગભગ છ દાયકા સુધી દેશના રાજકીય ઇતિહાસની અનેક મહત્ત્વપૂર્ણ ઘટનાઓની સાક્ષી રહી. પતિ રાજીવ ગાંધીની હત્યાથી લઈને કોંગ્રેસનું નેતૃત્વ સંભાળવા અને વડા પ્રધાનપદની તક ઠુકરાવવા સુધીની તેમની સફર અનેક ઉતાર-ચઢાવથી ભરેલી છે. હવે ૮૦ વર્ષની વયે તેઓ પોતાની આત્મકથા 'બિલોન્ગિંગ: અ જર્ની ઑફ લવ' દ્વારા જીવનનાં અંગત અને રાજકીય પાસાં લોકો સમક્ષ રજૂ કરવા જઈ રહ્યાં છે. પુસ્તકનું વિમોચન 10 નવેમ્બરે થવાનું છે. આ પુસ્તકના કેટલાક અંશો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. એક્સપર્ટ્સ બૂક વિશે વાત કરી રહ્યા છે.
ADVERTISEMENT
સોનિયા ગાંધીની આત્મકથા 'બિલોન્ગિંગ: અ જર્ની ઑફ લવ' મુજબ તેમના ગાંધીનાં જીવનમાં રાજકારણ પ્રવેશ્યું તે પહેલાં તેઓ એક સામાન્ય પારિવારિક જીવન જીવતાં હતાં. 1991માં પતિ રાજીવ ગાંધીની હત્યા બાદ તેમણે રાજકારણથી અંતર જાળવ્યું હતું. જોકે, સમય જતાં કોંગ્રેસના નેતાઓ સાથે તેમના સંબંધો મજબૂત બન્યા. ખાસ કરીને મમતા બેનરજી, લાલુપ્રસાદ યાદવ અને માયાવતી જેવા નેતાઓ સાથે તેમણે પક્ષના રાજકીય સમીકરણો જાળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. અટલ બિહારી વાજપેયી સાથે પણ તેમના સારા સંબંધો હતા અને કોંગ્રેસનાં નેતૃત્વ હેઠળની યુપીએ સરકાર તથા ડાબેરી પક્ષો વચ્ચેના તણાવને ઘટાડવામાં તેમણે પ્રયાસો કર્યા હતા.
વડા પ્રધાન બનવાની તક બે વખત ન સ્વીકારી
ADVERTISEMENT
પોતાની જ આત્મકથામાં સોનિયા ગાંધીએ ઘણી વાતોનો પહેલીવાર ખુલાસો કર્યો છે. પુસ્તકમાં કરાયેલા ઉલ્લેખ મુજબ રાજકીય સફરમાં વડા પ્રધાનપદનો અસ્વીકાર સૌથી નોંધપાત્ર પ્રસંગ રહ્યો છે. દેશને 14 વડા પ્રધાનો મળ્યા, જેમાં નહેરુ-ગાંધી પરિવારના જવાહરલાલ નહેરુએ 17 વર્ષ, ઇન્દિરા ગાંધીએ 16 વર્ષ અને રાજીવ ગાંધીએ પાંચ વર્ષ સુધી સત્તા સંભાળી હતી. આ પરિવારમાંથી વડા પ્રધાનપદની નજીક પહોંચનારાં સોનિયા ગાંધી હતાં, પરંતુ તેમણે આ તક સ્વીકારી નહોતી. 1996માં તેમને વડા પ્રધાન બનવાની તક મળી હતી, પરંતુ તેમણે ના પાડી હતી. તે સમયે સંયુક્ત મોરચાની સરકાર રચાઈ રહી હતી અને કોંગ્રેસના સમર્થનથી જ્યોતિ બસુ વડા પ્રધાન બની શક્યાં હોત. જોકે, સીપીએમના પોલિટ બ્યૂરોના નિર્ણયને કારણે આ શક્ય બન્યું નહીં. પશ્ચિમ બંગાળના તત્કાલીન મુખ્યમંત્રી જ્યોતિ બસુએ આ નિર્ણયને ઐતિહાસિક ભૂલ ગણાવ્યો હતો.
બીજી અને સૌથી મહત્ત્વપૂર્ણ તક 2004માં આવી. કોંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં સફળતા મેળવી અને યુપીએ સરકાર રચવાનો માર્ગ મોકળો થયો. પક્ષના નેતાઓ સોનિયા ગાંધીને વડા પ્રધાન બનાવવા માગતા હતા, પરંતુ તેમણે ફરી એક વાર આ પદ સ્વીકારવાનો ઇનકાર કર્યો. તેમને આશંકા હતી કે વડા પ્રધાન બનવાથી તેમની સુરક્ષાને જોખમ ઊભું થઈ શકે છે. આ નિર્ણય બાદ તેમણે મનમોહનસિંહને વડા પ્રધાન તરીકે પસંદ કર્યા. આમ, દેશના સર્વોચ્ચ રાજકીય પદની તક હોવા છતાં તેમણે સત્તા કરતાં પક્ષના નેતૃત્વને પ્રાધાન્ય આપ્યું.
ADVERTISEMENT
ત્રણ વડા પ્રધાનના કાર્યકાળમાં સત્તાનાં કેન્દ્રમાં રહ્યાાં
સોનિયા ગાંધીની વિશેષતા એ રહી કે તેઓ પોતે વડા પ્રધાન ન બન્યાં હોવા છતાં લાંબા સમય સુધી સત્તાના કેન્દ્રમાં રહ્યાં. રાજીવ ગાંધીના કાર્યકાળ (1984-1989), પી.વી. નરસિંહરાવના કાર્યકાળ (1991-1996) અને મનમોહનસિંહના કાર્યકાળ (2004-2014) દરમિયાન તેમની રાજકીય ભૂમિકા અલગ-અલગ રીતે જોવા મળી હતી.
ADVERTISEMENT
1997માં કોંગ્રેસનું રાજકીય અસ્તિત્વ નબળું પડી રહ્યું હતું ત્યારે સોનિયા ગાંધીએ સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો. 2004ની ચૂંટણીમાં કોંગ્રેસને વિજય અપાવવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી. અધિકારો આધારિત કાયદાઓના માળખાને આગળ ધપાવવામાં પણ તેમનો ફાળો રહ્યો. માહિતીનો અધિકાર અને મનરેગા જેવી યોજનાઓ દ્વારા પક્ષને ફરી સત્તામાં લાવવામાં મદદ મળી. 2009માં કોંગ્રેસને ફરી સત્તા મળી ત્યારે પણ તેમની ભૂમિકા નિર્ણાયક રહી. બાબરી મસ્જિદના ધ્વંસ બાદ લઘુમતી સમુદાયોમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવામાં પણ તેમણે પ્રયાસો કર્યા હતા. જોકે, હિન્દુત્વની બદલાતી રાજકીય વિચારધારા અને કોંગ્રેસના ઘટતા પ્રભાવને તેઓ રોકી શક્યાં નહીં.
22 વર્ષ કોંગ્રેસનું નેતૃત્વ, અનેક દિગ્ગજોને સાથે રાખ્યા
ADVERTISEMENT
સોનિયા ગાંધી 22 વર્ષ સુધી કોંગ્રેસનાં સૌથી લાંબો સમય સેવા આપનારાં પ્રમુખ રહ્યાં. તેમના કાર્યકાળ દરમિયાન પક્ષના અનેક વરિષ્ઠ નેતાઓ અને સ્વાતંત્ર્ય સંગ્રામના વારસદારો સાથે તેમણે કામ કર્યું. ગોપાલકૃષ્ણ ગોખલે, સરોજિની નાયડુ, મોતીલાલ નહેરુ, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, મૌલાના આઝાદ, મદનમોહન માલવિયા, રાજેન્દ્રપ્રસાદ, જે.બી. કૃપલાણી અને અન્ય અનેક નેતાઓના રાજકીય વારસાને આગળ ધપાવવાનો પ્રયાસ કર્યો.
રાજીવ ગાંધીની હત્યા બાદ કોંગ્રેસના નેતાઓએ તેમને પક્ષની કમાન સંભાળવા મનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે શરૂઆતમાં ના પાડી હતી. ૧૯૯૬માં પણ કોંગ્રેસના નેતૃત્વ અંગે તેમનો નિર્ણય મહત્ત્વનો રહ્યો હતો. ત્યાર બાદ ૧૯૯૭માં સક્રિય રાજકારણમાં પ્રવેશ કરીને તેમણે પક્ષને ફરી સંગઠિત કર્યો.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ દિવાળી પછી રાજ્યમાં ફરી વળવા ભાજપ-કોંગ્રેસ તૈયાર, વિભાગમાં કામ માટે પ્રગટ ન થતા 'દેવી'ની ચારે બાજુ ચર્ચા!
સોનિયા ગાંધીનું રાજકીય જીવન માત્ર સત્તા અને હોદ્દાની સફર નથી. એક વિદેશી યુવતી તરીકે ભારત આવીને અહીંના રાજકીય અને સામાજિક જીવનમાં પોતાની જગ્યા બનાવવી, પરિવારની વ્યક્તિગત દુર્ઘટનાઓનો સામનો કરવો અને દેશના સૌથી જૂના રાજકીય પક્ષનું નેતૃત્વ કરવું—આ તમામ પાસાં તેમની આત્મકથામાં જોવા મળશે. હવે તેમનું પુસ્તક તેમના અંગત જીવન અને ભારતીય રાજકારણમાં તેમણે ભજવેલી ભૂમિકાને વધુ નજીકથી સમજવાની તક પૂરી પાડશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT