ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / VTV વિશેષ / ગાંધીનગરના સમાચાર / દિવાળી પછી રાજ્યમાં ફરી વળવા ભાજપ-કોંગ્રેસ તૈયાર, વિભાગમાં કામ માટે પ્રગટ ન થતા 'દેવી'ની ચારે બાજુ ચર્ચા!
Last Updated: 09:00 AM, 25 October 2026
ADVERTISEMENT
ADVERTISEMENT
દર વખતની જેમ આ વર્ષે પણ રાજ્યમાં ચૂંટણી વહેલી આવશે, એવી ચર્ચાએ તૂલ પકડ્યું છે. કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ એક સભામાં નિવેદન આપ્યું ને મામલો ગરમાયો. પણ ભાઈ આવી ચર્ચા તો 2017 અને 2022ની ચૂંટણીમાંય થઈ હતી, અને પછી શું થયું એ આપણને બધાને ખબર છે. આ વખતે પણ ભાજપ તો વહેલી ચૂંટણીની વાતો ફગાવી જ રહ્યું છે. પણ ગાંધીનગરની ગલીઓના સૂર અલગ છે. અલનીનોને કારણે દુકાળ જેવી પરિસ્થિતિ છે, વીજકાપ માથા પર છે, તો ક્યાંક ખરેખર તો ચૂંટણી વહેલી નથી આવવાની ને? આપણે તો નાના માણસ વહેતી વાતો સાંભળીએ અને તમને કહીએ, હવે જે થાય એ ખરું!
ADVERTISEMENT
એક સમયે કચ્છના કલેક્ટર તરીકે જવાબદારી સંભાળી ચૂકેલા આનંદ પટેલ ફરી કચ્છ પહોંચ્યા છે. આ વખતે તેઓ કચ્છના પ્રભારી સચિવ બન્યા છે. કચ્છના કલેક્ટર તરીકે તેમનો કાર્યકાળ બિનવિવાદિત રહ્યો હતો, સાથે જ સ્થાનિક ધારાસભ્યો અને સાંસદોને પણ તેમની સાથે સારું ફાવે છે. હવે વિધાનસભાની ચૂંટણી પહેલા કચ્છમાં કોઈ ગણગણાટ થાય, એ પહેલા જ સરકારે આનંદ પટેલને કચ્છ મોકલી દીધા છે. જેથી સ્થાનિક નેતૃત્ત્વ સાથે સંકલનનો અભાવ જેવા મુદ્દા બને જ નહીં. આમ તો કચ્છના કલેક્ટર પછી આનંદ પટેલને ગાંધીનગરમાં કમિશનર ઓફ સ્કૂલ્સ તરીકે મોકલાયા હતા, પરંતુ લાગે છે, સરકારને ફરી તેમની વધુ જરૂરિયાત કચ્છમાં વર્તાઈ છે. હવે આને ચૂંટણી સાથે કોઈ લેવાદેવા છે કે નહીં, એ તો રામ જાણે, પણ આનંદ પટેલ માટે કચ્છની જવાબદારી અગત્યની તો છે.
ADVERTISEMENT
ના ના, એટલે બંને બથ્થમ બથ્થા નથી આવવાના. આ તો શું હવે નેતાઓની સિઝન આવી છે. ચૂંટણીનુ વર્ષ આવશે એટલે બંને પક્ષના નેતાઓએ પોતાનું કામકાજ શરૂ કરી દીધું છે. બેઠકોનો દોર ચાલી રહ્યો છે, પ્રવાસોની સાથે રાજકીય કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. ભાજપમાં તો પ્રદેશ કક્ષાએથી જુદા જુદા મોરચા દ્વારા દિવાળી બાદ સ્નેહમિલનના કાર્યક્રમો ગોઠવાઈ જ ગયા છે. દિવાળી પતે એટલી વાર છે. આ વખતે પ્રદેશના નેતાઓની સાથે કેન્દ્રીય નેતૃત્ત્વ પણ હાજરી આપી શકે છે. બીજી બાજુ કોંગ્રેસમાં પણ જાણે પ્રાણ ફૂંકાયો છે. રણદીપ સૂરજેવાલા સતત જિલ્લાઓ અને ઝોનવાર કાર્યક્રમો કરવા જઈ રહ્યા છે, તો ભાજપની સ્થિતિ જ્યાં કપરી હોય, ત્યાં કોંગ્રેસને મજબૂત કરવા મથી રહ્યા છે. આગામી દિવસોમાં તો કોંગ્રેસમાં નવી નિમણૂંકો પણ થાય એવી શક્યતા છે.
ADVERTISEMENT
હા, ભાઈ સાચું જ વાંચ્યું અત્યારથી જ બજેટનો ધમધમાટ છે. વાત એવી છે કે 2027માં વિધાનસભાની ચૂંટણી યોજાશે, એટલે હાલની સરકારનું આ અંતિમ બજેટ હશે. હવે ઈતિહાસ સાક્ષી છે કે ચૂંટણીના વર્ષે બજેટ પણ આકર્ષક હો. ત્યારે રાજ્ય સરકાર ખાસ જોગવાઈઓ સાથે જાહેરાતો કરે એના માટે સરકારે અત્યારથી જ કમર કસી લીધી છે. ગાંધીનગરમાં દરેક વિભાગમાં બેઠકો થઈ રહી છે. નવી યોજનાઓ, વર્તમાન ખર્ચ, નવા વિકાસકાર્યો આ મુદ્દા ચર્ચાઈ રહ્યા છે. પહેલા અધિકારી કક્ષાએ અને પછી મંત્રીઓ આ કામ આગળ ધપાવશે, છેલ્લે સીએમ અને ડેપ્યુટી સીએમ મહોર મારશે. બટ એક સેકન્ડ... આ બજેટથી લોકોને ફાયદો થશે કે પછી ભાજપની સરકારને?!!!
ADVERTISEMENT
આમ તો અંધશ્રદ્ધામાં માનવું ના જોઈએ, પણ કેટલીક ઘટનાઓ હોય જ છે એવી કે વિશ્વાસ ના થાય. આ જુઓને અમદાવાદમાં મહેસૂલ વિભાગના એક મહિલા અધિકારી છે, જે પોતાની ઓફિસમાં આવતા જ નથી. દેવી તો અમે એટલે કહ્યું કે હમણાં જ નવરાત્રિ ગઈ છે, અને આપણી સંસ્કૃતિ પ્રમાણે દરેક મહિલા આપણા માટે દેવી જ ગણાય. પણ આ દેવીજી જે પોતાને લેખિકા પણ ગણાવે છે, એ મહેસૂલ વિભાગની કચેરીમાં પ્રગટ જ નથી થતા. ઓફિસમાં તો વાતો એવી છે કે પાડોશી રાજ્યમાં એક મોટા ગજાના પરિવાર સાથે તેઓ જોડાયેલા છે, એટલે વર્ષને વચલે દા'ડે પાછા ક્યારેક ઓફિસે આંટો મારી જાય છે અને સહી કરીને જતા રહે છે. ગુજરાત સરકારમાં તો ઓપરેશન ગંગાજળ ચાલે છે, પણ અહીંયા સુધી એ ગંગાનું જળ પહોંચશે કે કેમ એ કહેવું હાલ થોડુ અઘરું છે!
ADVERTISEMENT
IAS અધિકારીઓની તો બદલી થઈ ગઈ. હવે IPS અધિકારીઓ રાહ જોઈને બેઠા છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ થાય એ પહેલા ફરી IAS અધિકારીની બદલીની તો શક્યતા દેખાતી નથી, પણ પોલીસ અધિકારીઓમાં દિવાળી પછી મોટા ફેરફાર જોવા મળી શકે છે. ત્રણ વર્ષ એક જ જગ્યાએ કાઢનાર અધિકારીઓની ફેરબદલ થશે, પણ જિલ્લા પોલીસ વડા અને રેન્જ આઈજી પણ બદલાઈ શકે છે. DySP, PI સહિત ઘણા અધિકારીઓ પણ પોતાની બદલીની રાહ જોઈ રહ્યા છે. હવે બસ જોવાનું એ છે કે કોણ ક્યાં મૂકાય છે?
સંકળાયેલા મુદ્દાઓ