ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદીઓ પાણી ભરીને રાખજો! આજે શહેરના પાંચેય ઝોનમાં પાણી વિતરણ પર અસરની શક્યતા
Last Updated: 06:33 AM, 25 October 2026
ADVERTISEMENT
Ahmedabad Water Cut : અમદાવાદ શહેરના નાગરિકો માટે પાણી અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આજે એટલે કે 25 ઑક્ટોબરને રવિવારના રોજ અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ પર અસર થવાની શક્યતા છે. શહેરના પૂર્વ વિસ્તાર સહિત આશરે 70 ટકા વિસ્તારમાં પાણી પૂરું પાડતા કોતરપુર વૉટર વર્ક્સને પૂરતા પ્રમાણમાં કાચું પાણી ન મળતાં આ સ્થિતિ ઊભી થઈ છે. પરિણામે શહેરના અનેક વિસ્તારોમાં સામાન્ય દિવસોની સરખામણીએ ઓછા પ્રમાણમાં અથવા ઓછા દબાણથી પાણી મળી શકે છે.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, નર્મદા મુખ્ય નહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેડ રેગ્યુલેટર પાસે પાણીના સ્તરમાં વધઘટ થવાને કારણે ગઇકાલે એટલે કે, 24 ઑક્ટોબરના રોજ કોતરપુર વૉટર વર્ક્સને પૂરતા પ્રમાણમાં કાચું પાણી મળી શક્યું નહોતું. પાણીની આવકમાં ઘટાડો થતાં ઉપલબ્ધ જથ્થા પ્રમાણે પાણીનું શુદ્ધીકરણ કરીને શહેરના વિવિધ વૉટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનો સુધી પાણી પહોંચાડવામાં આવશે. જોકે, પાણીનો જથ્થો મર્યાદિત હોવાથી આજે એટલે કે 25 ઑક્ટોબરના રોજ શહેરના પાંચેય ઝોનમાં પાણી વિતરણમાં ઘટાડો થવાની શક્યતા છે. આથી અનેક વિસ્તારોના રહેવાસીઓએ પાણીનો ઉપયોગ સમજી-વિચારીને કરવો પડશે.
ADVERTISEMENT
કોતરપુર વૉટર વર્ક્સમાંથી પાણીના પુરવઠામાં ઘટાડાની અસર શહેરના મધ્ય, પશ્ચિમ, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં જોવા મળી શકે છે. પાણીની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને વૉટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનોને પાણી પૂરું પાડવામાં આવશે. આથી કેટલાક વિસ્તારોમાં પાણી ઓછા દબાણથી અથવા ઓછા પ્રમાણમાં મળવાની સંભાવના છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
પાણી વિતરણમાં ઘટાડાની અસર અમદાવાદના અનેક વિસ્તારોમાં જોવા મળી શકે છે. જેમાં સાબરમતી, ચાંદખેડા, મોટેરા, રાણીપ, નવા વાડજ, વાસણા, પાલડી, નવરંગપુરા, નારણપુરા, સ્ટેડિયમ, શાહપુર, દરિયાપુર, માધુપુરા, શાહીબાગ, જમાલપુર અને ખાડિયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નરોડા, નિકોલ, વિરાટનગર, બાપુનગર, ઠક્કરબાપાનગર, ગોમતીપુર, સૈજપુર, કુબેરનગર, સરદારનગર, એરપોર્ટ, લાંભા, મણિનગર, ઇસનપુર, કાંકરિયા, વટવા, નારોલ, ઓઢવ, રામોલ અને હાથીજણ સહિતના વિસ્તારોમાં પણ પાણી વિતરણ પર અસર થવાની શક્યતા છે. આ વિસ્તારોમાં રહેતા નાગરિકોને 25 ઑક્ટોબરના રોજ પાણીની અછતનો સામનો કરવો પડી શકે છે. જોકે, દરેક વિસ્તારમાં પાણીની ઉપલબ્ધતા અને દબાણમાં કેટલી અસર થશે તે અંગેની ચોક્કસ વિગતો સ્થાનિક પુરવઠાની સ્થિતિ પર આધારિત રહેશે.
ADVERTISEMENT
પાણીની ઉપલબ્ધતામાં ઘટાડાની સંભાવનાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. નાગરિકોએ અગાઉથી દૈનિક જરૂરિયાત મુજબનું પાણી ભરી રાખવું અને બિનજરૂરી વપરાશ ટાળવો જોઈએ. ખાસ કરીને પીવા, રસોઈ, સ્નાન અને અન્ય આવશ્યક કામો માટે પાણીનું યોગ્ય આયોજન કરવું જરૂરી છે, જેથી પુરવઠામાં ઘટાડો થાય તો પણ મુશ્કેલી ઓછી પડે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો