ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરત સાયબર સેલની સૌથી મોટી સફળતા, 410 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો
Last Updated: 07:30 PM, 24 October 2026
ADVERTISEMENT
સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચે શેરબજારમાં ટ્રેડિંગ અને રોકાણના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી એક આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
આ ભેજાબાજ આરોપીઓ ભોળા ગ્રાહકોને ફસાવવા માટે બોગસ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા. તેઓ નકલી કરંટ એકાઉન્ટ્સ બનાવીને તેમાં રોકાણકારોના નાણાં જમા કરાવતા હતા.
તાજેતરમાં જ આ ગેંગે સુરતના એક ફરિયાદીને શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી હતી. બોગસ એપના માધ્યમથી વિશ્વાસમાં લઈને આરોપીઓએ ફરિયાદી પાસેથી 24.38 લાખ રૂપિયાથી વધુની રકમ પડાવી લીધી હતી.
ADVERTISEMENT
કોણે નોંધાવી પહેલી ફરીયાદ?
24.38 લાખ રૂપિયા ગુમાવનાર પીડિતની ફરીયાદ બાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવી હતી અને આરોપીઓની ધરપકડ કરી હતી.
ADVERTISEMENT
96 બેંક એકાઉન્ટ અને 410 કરોડનું મહાકૌભાંડ
પૂછપરછમાં પોલીસને 96 જેટલા શંકાસ્પદ બેંક એકાઉન્ટ્સની માહિતી મળી છે. દેશભરના અલગ અલગ રાજ્યોમાં આ ગેંગ વિરુદ્ધ 338 જેટલી ફરિયાદો અગાઉથી જ નોંધાયેલી છે. આ તમામ ફરિયાદોનો આંકડો ભેગો કરતા અત્યાર સુધીમાં 410 કરોડ રૂપિયાથી વધુના કથિત ફ્રોડનો અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીઓએ તેમને HB Ultra અને IISL Sec નામની બોગસ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. ત્યારબાદ ટ્રેડિંગ એકાઉન્ટ બનાવડાવી, તેમાં રોકાણ કરાવવાનું શરૂ કર્યું હતું. ફરિયાદી પાસેથી અલગ-અલગ બેંક એકાઉન્ટમાં કુલ રૂ.23,38,800 ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.