ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ફી ભરી છતાં એડવાન્સ ફીનું દબાણ, પરીક્ષામાં ન બેસવા દેવાની ધમકી, અમદાવાદની રાજારામ સ્કૂલ વિવાદમાં, DEOની નોટીસ

શૈક્ષણિક / ફી ભરી છતાં એડવાન્સ ફીનું દબાણ, પરીક્ષામાં ન બેસવા દેવાની ધમકી, અમદાવાદની રાજારામ સ્કૂલ વિવાદમાં, DEOની નોટીસ

Published By: Hiralal Parmar
Reported By: Shubham Bhatt

Last Updated: 07:01 PM, 24 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના વટવામાં આવેલી રાજારામ વિદ્યાવિહાર શાળા સામે ગંભીર આક્ષેપો થયા છે અને જિલ્લા શિક્ષણાધિકારીએ આ ઘટનાને ગંભીર માનીને સ્કૂલને નોટીસ આપી છે.

ADVERTISEMENT

અમદાવાદથી મોટા સમાચાર સામે આવ્યા છે. વટવા વિસ્તારમાં આવેલી રાજારામ વિદ્યાવિહાર શાળા સામે ગંભીર આક્ષેપો થયા છે અને શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. DEO એ શાળાને કારણદર્શક નોટિસ ફટકારી છે. રાજારામ સ્કુલમાં ધોરણ 5 માં ભણતી એક વિદ્યાર્થિનીને ફીના મુદ્દે પ્રથમ પરીક્ષામાં ન બેસવા દેવાની ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ છે. વાલીએ DEO ને ઈ-મેલ દ્વારા રજૂઆત કરી હતી. જે બાદ deo દ્વારા શાળાને નોટીસ આપીને ખુલાસો કરવામાં આવ્યો છે. બીજી તરફ શાળાના પ્રિન્સિપાલે દાવો કર્યો છેકે, આ ખોટી ફરિયાદ છે અમે બાળકીને પરીક્ષા આપવા જ દીધી છે.

પ્રથમ પરીક્ષામાં ન બેસવા દેવાની ધમકી

રાજારામ સ્કુલમાં ધોરણ 5 માં ભણતી એક વિદ્યાર્થિનીને ફીના મુદ્દે પ્રથમ પરીક્ષામાં ન બેસવા દેવાની ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે. જેમાં વાલીના જણાવ્યા મુજબ, બાકી રહેલી બસ ફીના 9,600 રૂપિયા ભરી દીધા હોવા છતાં, શાળા દ્વારા આગામી ત્રણ મહિનાની એડવાન્સ ફી ભરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. જો તાત્કાલિક ફી નહીં ભરાય તો વિદ્યાર્થિનીને 22 ઓક્ટોબરથી શરૂ થતી પ્રથમ પરીક્ષામાં બેસવા નહીં દેવાય તેવી ધમકી અપાઈ હોવાનો આક્ષેપ છે, જેના કારણે વિદ્યાર્થિનીને માનસિક હેરાનગતિનો સામનો કરવો પડ્યો છે. deo ને સમગ્ર મામલે ફરિયાદ મળતા આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને અમદાવાદ શહેર DEO કચેરીએ શાળાને કડક આદેશ આપ્યા છે. વટવાની રાજારામ વિદ્યાવિહાર શાળા સામે ગંભીર આક્ષેપો થયા છે અને શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. DEO એ શાળાને કારણદર્શક નોટિસ ફટકારી છે. રાજારામ સ્કુલમાં ધોરણ 5 માં ભણતી એક વિદ્યાર્થિનીને ફીના મુદ્દે પ્રથમ પરીક્ષામાં ન બેસવા દેવાની ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ છે. વાલીએ DEO ને ઈ-મેલ દ્વારા રજૂઆત કરી હતી. જે બાદ deo દ્વારા શાળાને નોટીસ આપીને ખુલાસો કરવામાં આવ્યો છે. બીજી તરફ શાળાના પ્રિન્સિપાલે દાવો કર્યો છેકે, આ ખોટી ફરિયાદ છે અમે બાળકીને પરીક્ષા આપવા જ દીધી છે. શાળાના પ્રિન્સીપાલએ જણાવ્યું હતું કે, અમારી પાસે પૂરતા પુરાવા છે અને અમે deo સમક્ષ તમામ પુરાવા રજુ કરશું.

deo દ્વારા શાળાને નોટીસ

હાલ સમગ્ર મામલો જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી સુધી પહોચ્યો છે અને deo દ્વારા શાળાને નોટીસ આપીને ખુલાસો માંગવામાં આવ્યો છે. ત્યારે જો સંતોષકારક ખુલાસો નહીં મળે તો શાળા સામે નિયમાનુસાર વહીવટી કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad ahmedabad news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ