ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં લાગી ભયાનક આગ, 15થી વધુ વાહનો બળીને ખાખ
Last Updated: 03:47 PM, 24 October 2026
ADVERTISEMENT
અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશન પરિસરમાં શોર્ટ સર્કિટને કારણે ભયાનક આગ ફાટી નીકળી હતી જેમાં જપ્ત કરાયેલા 15થી વધુ વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. સદનસીબે ફાયર વિભાગે સમયસર આગ પર કાબુ મેળવી લેતા મોટું નુકસાન થતું અટકી ગયું હતું.
ADVERTISEMENT
ધૂમાડાના ગોટેગોટે દેખાયો
ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્ટેશન અને આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી, અને આકાશમાં ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા દૂર-દૂર સુધી ફેલાતા નજરે પડ્યા હતા.
ADVERTISEMENT
ઘણા વાહનોમાં પેટ્રોલ હોવાને કારણે આગ વધુ ભડકી
ઘણા વાહનોમાં ઇંધણ હોવાના કારણે આગે વધુ ઉગ્ર સ્વરૂપ પકડ્યું હતું, જેનાથી થોડીવાર માટે ભયનો માહોલ સર્જાયો હતો.
ADVERTISEMENT
ફાયરબ્રિગેડે આગ પર મેળવ્યો કાબૂ
ADVERTISEMENT
પોલીસ સ્ટેશનમાં આગ લાગ્યાની માહિતી મળતાની સાથે જ ફાયરબ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ ભારે જહેમત અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લીધો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.