ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદીઓ પાણી ભરીને રાખજો, કાલે આ વિસ્તારોમાં પાણીનો કાપ, મનપાએ કરી આ અપીલ

અમદાવાદ / અમદાવાદીઓ પાણી ભરીને રાખજો, કાલે આ વિસ્તારોમાં પાણીનો કાપ, મનપાએ કરી આ અપીલ

Published By: Vishal Khamar

Last Updated: 04:54 PM, 24 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં 25 ઑક્ટોબરે કોતરપુર વૉટર વર્ક્સને ઓછું કાચું પાણી મળતાં પાંચેય ઝોનમાં પાણી વિતરણ ઘટવાની શક્યતા. જાણો કયા વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાઈ શકે છે.

ADVERTISEMENT

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તાર સહિત આશરે 70 ટકા વિસ્તારમાં પાણી પૂરું પાડતા કોતરપુર વૉટર વર્ક્સમાં આવતીકાલે, 25 ઓક્ટોબરના રોજ પાણી વિતરણમાં ઘટાડો થવાની શક્યતા છે. નર્મદા મુખ્ય નહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેડ રેગ્યુલેટર પાસે પાણીના સ્તરમાં વધઘટ થવાને કારણે આજે, 24 ઓક્ટોબરે કોતરપુર વૉટર વર્ક્સને પૂરતા પ્રમાણમાં કાચું પાણી (રૉ-વૉટર) મળી શક્યું નથી. તેના કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં આવતીકાલે પાણી ઓછા દબાણથી અથવા ઓછા પ્રમાણમાં મળવાની સંભાવના છે.

પાંચેય ઝોનમાં પાણી વિતરણ પર અસર

કોતરપુર વૉટર વર્ક્સ ખાતે ઉપલબ્ધ પાણીના જથ્થા અનુસાર પાણીનું શુદ્ધીકરણ કરીને શહેરના મધ્ય, પશ્ચિમ, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનનાં વૉટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનોને પાણી પૂરું પાડવામાં આવશે. જોકે, પાણીનો જથ્થો મર્યાદિત હોવાથી 25 ઓક્ટોબરે પાંચેય ઝોનમાં પાણી વિતરણમાં ઘટાડો રહેશે. આ પરિસ્થિતિને કારણે શહેરના અનેક વિસ્તારોમાં રહેતા નાગરિકોને પાણીની અછતનો સામનો કરવો પડી શકે છે.

આ વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાવાની શક્યતા

પાણી વિતરણમાં ઘટાડાની અસર સાબરમતી, ચાંદખેડા, મોટેરા, રાણીપ, નવા વાડજ, વાસણા, પાલડી, નવરંગપુરા, નારણપુરા, સ્ટેડિયમ, શાહપુર, દરિયાપુર, માધુપુરા, શાહીબાગ, જમાલપુર, ખાડિયા, નરોડા, નિકોલ, વિરાટનગર, બાપુનગર, ઠક્કરબાપાનગર, ગોમતીપુર, સૈજપુર, કુબેરનગર, સરદારનગર, એરપોર્ટ, લાંભા, મણિનગર, ઇસનપુર, કાંકરિયા, વટવા, નારોલ, ઓઢવ, રામોલ અને હાથીજણ સહિતના વિસ્તારોમાં જોવા મળી શકે છે. આ વિસ્તારોમાં 25 ઓક્ટોબરના રોજ નાગરિકોને સામાન્ય દિવસોની સરખામણીએ ઓછું અથવા નહિવત્ પાણી મળી શકે છે.

નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ

પાણીની ઉપલબ્ધતામાં ઘટાડાની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. નાગરિકોએ શક્ય હોય ત્યાં સુધી અગાઉથી જરૂરી પાણીનો સંગ્રહ કરી રાખવો અને બિનજરૂરી પાણીનો વપરાશ ટાળવો જોઈએ.

આ પણ વાંચોઃ દિલજીતથી ક્યાંય મોંઘા છે અરિજિત સિંહ, ભાવ અધધધ 11.8 લાખ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ટૂરની શરૂઆત થશે

નોંધનીય છે કે નર્મદા મુખ્ય નહેરમાં પાણીના સ્તરમાં થતી વધઘટને કારણે ઊભી થયેલી આ સ્થિતિની અસર શહેરના પાંચેય ઝોનમાં પાણી વિતરણ પર પડશે. તેથી નાગરિકોએ પાણીનો મર્યાદિત જથ્થો ધ્યાનમાં રાખીને દૈનિક વપરાશનું આયોજન કરવું જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad water shortage Ahmedabad water supply Kotarpur Water Works

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ