ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મોટી આફતનો સંકેત ! તાલાળામાં 12 મિનિટમાં ભૂકંપના 3 આંચકા, લોકો ઘરો-દુકાનોમાંથી બહાર દોડ્યાં
Last Updated: 04:30 PM, 24 October 2026
ADVERTISEMENT
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા અને તેની આસપાસના પંથકમાં આજે બપોરના સમયે ફક્ત 12 મિનિટમાં ભૂકંપના 3 આંચકા આવતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો. બપોરે 1.58 વાગ્યાથી લઈને 2.10 વાગ્યા સુધીના ટૂંકા ગાળામાં એટલે કે માત્ર 12 મિનિટની અંદર ભૂકંપના બેક-ટુ-બેક ત્રણ આંચકા નોંધાયા હતા. એક પછી એક સતત આવેલા આ આંચકાઓને કારણે લોકો પોતાના ઘરો અને દુકાનોમાંથી બહાર દોડી આવ્યા હતા.
ADVERTISEMENT
વધુ વાંચો : અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં લાગી ભયાનક આગ, 15થી વધુ વાહનો બળીને ખાખ
12 મિનિટમાં ભૂકંપના 3 આંચકા
ADVERTISEMENT
સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરના અહેવાલ મુજબ, ભૂકંપનો પહેલો આંચકો બપોરે 1.59 વાગ્યે અનુભવાયો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૨.૪ની નોંધાઈ હતી. ત્યારબાદ માત્ર ત્રણ જ મિનિટ પછી એટલે કે બપોરે 2.02 વાગ્યે બીજો આંચકો આવ્યો હતો, જે 2.9ની તીવ્રતાનો હતો. જ્યારે બપોરે ૨.૧૦ વાગ્યે ૧.૭ની તીવ્રતાનો ત્રીજો આંચકો નોંધાયો હતો. ટૂંક સમયમાં જ સતત આંચકા આવતાં સમગ્ર વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો