ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સર્જાઈ દુષ્કાળ જેવી પરિસ્થિતિ! સર્જાયા ભાવુક દ્રશ્યો
Last Updated: 02:43 PM, 24 October 2026
ADVERTISEMENT
કલ્યાણપુર તાલુકામાં વરસાદના અભાવે ખેતી પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. એટલું જ નહીં, પીવાના પાણી અને પશુઓ માટે ઘાસચારાની ભારે તંગી સર્જાઈ છે. ત્યારે ખેડૂત એવા પશુપાલક રામભાઈ દેવશીભાઈ લગારીયા પોતાના વહાલા પશુધનને બચાવવા અને જીવાડવા માટે માલધારી પરિવારો ભારે હૈયે અન્ય જિલ્લાઓ તરફ હિજરત કરવા મજબૂર બન્યા છે. માલધારીઓ પોતાના પશુઓને વાહનોમાં ભરીને ગામ છોડી રહ્યા હોય તેવા ભાવુક દ્રશ્યો સામે આવ્યા.
ADVERTISEMENT

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે મેઘરાજા રૂઠ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ચોમાસું પૂર્ણ થવા છતાં કલ્યાણપુર તાલુકામાં ઓછા વરસાદના કારણે ખેતીના પાક મુરઝાયા છે, તો તળાવો અને કૂવાઓ પણ ખાલીખમ બન્યા છે. પાણી અને ઘાસચારાની અછતના કારણે પશુપાલકોની મુશ્કેલી વધી છે. ચુર ગામના 4થી 5 પરિવારો 35થી 40 પશુઓ સાથે અન્ય જિલ્લાઓમાં સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. વર્ષોથી વસવાટ કરતા બાપ-દાદાના વતનને છોડીને અજાણ્યા પંથે નીકળેલા પશુપાલકો અને તેમના પરિવારજનોની આંખોમાં લાચારી અને વેદના છલકાઈ રહી છે.
ADVERTISEMENT

કલ્યાણપુર તાલુકાના ચૂર ગામના આગેવાનો અને પશુપાલકોનું કહેવું છે કે વરસાદ ન પડવાથી ખેતીની આવક તો બંધ થઈ ગઈ છે, પણ હવે માલઢોરને જીવાડવા પણ મુશ્કેલ બન્યા છે. ઘાસચારા અભાવે કેટલાક લોકોએ પોતાના પશુઓ સસ્તા ભાવે વેચી દેવા પડ્યા છે. જો સમયસર સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં નહીં આવે તો ગંભીર પરિસ્થિતિ ઉભી થશે ત્યારે ગ્રામજનોની માંગ છે કે પશુધન અને ખેડૂતોને બચાવવા માટે સરકાર તાત્કાલિક ઘાસચારાની અને પાણીની વ્યવસ્થા કરે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ રાજ્યમાંથી ઝડપાયું સેક્સ સ્ટેમિના વધારવાની દવાના નામે ચાલતા કથિત 3 બોગસ કોલ સેન્ટર, 10ની ધરપકડ
ADVERTISEMENT
અંદાજે 1700ની વસ્તી ધરાવતા ચૂર ગામમાં હાલ સ્થિતિ અત્યંત દયનીય બની છે. સરપંચ પ્રતિનિધિના જણાવ્યા મુજબ, ગામમાં અત્યાર સુધીમાં 40 જેટલા પશુઓ વેચાઈ ચૂક્યા છે. સ્થાનિકોની મુખ્ય માંગણી છે કે સરકાર સૌની યોજના મારફતે સાની ડેમમાં નર્મદાના નીર ઠાલવે. જો સાની ડેમ ભરવામાં આવે તો ચૂર સહિત આસપાસના ગામોમાં ભૂગર્ભ જળના તળ ઊંચા આવે અને પશુઓ તેમજ માનવજીવનને મોટો સહારો મળી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.