ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / લો બોલો! ટામેટા સોસમાંથી ટામેટા જ ગાયબ, આરોગ્ય વિભાગે હાથ ધરી કાર્યવાહી
Last Updated: 06:12 PM, 24 October 2026
ADVERTISEMENT
રાજકોટ: બજારમાં મળતા લાલ ચટાકેદાર સોસની ગુણવત્તા અને તેમાં વપરાતા ઘટકોને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે. રાજકોટમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી બાદ VTV NEWS દ્વારા કરવામાં આવેલી પડતાલમાં માધાપર ગામમાં આવેલી આર.બી. ફૂડ નામની પેઢી અંગે ચોંકાવનારી વિગતો સામે આવી છે.
ADVERTISEMENT

વડાપાઉં, દાબેલી, પફ અને સેન્ડવીચ જેવી ખાદ્ય ચીજોની સાથે ઉપયોગમાં લેવાતા સોસમાં ટામેટાના બદલે પપૈયાનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો દાવો સામે આવ્યો છે. સામાન્ય રીતે ટોમેટો સોસ તરીકે ઓળખાતા લાલ સોસમાં ટામેટાનો ઉપયોગ થતો હોવાની ગ્રાહકો અપેક્ષા રાખતા હોય છે, ત્યારે આ ખુલાસાએ ખાદ્ય ચીજોની ગુણવત્તા અંગે સવાલો ઊભા કર્યા છે.
ADVERTISEMENT

આર.બી. ફૂડ પેઢીમાં VTV NEWSની પડતાલ
ADVERTISEMENT
રાજકોટના માધાપર ગામમાં આવેલી આર.બી. ફૂડ નામની પેઢી ખાતે VTV NEWS દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સોસમાં ટામેટાના બદલે પપૈયાનો ઉપયોગ થતો હોવાની વિગતો સામે આવી હતી. આ મામલે પેઢીના માલિકે પણ VTV NEWS સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.

ADVERTISEMENT
માલિકનો દાવો: ટોમેટો સોસ નહીં, ફ્રૂટ પલ્પ તરીકે વેચાણ
આર.બી. ફૂડના માલિકે દાવો કર્યો હતો કે તેઓ આ ઉત્પાદનનું વેચાણ ટોમેટો સોસ તરીકે નહીં, પરંતુ ફ્રૂટ પલ્પ તરીકે કરે છે. જોકે, ઉત્પાદનનું લેબલિંગ, તેમાં વપરાતા ઘટકો અને તેનું વેચાણ કયા નામે થાય છે તે અંગેની હકીકતની સત્તાવાર તપાસ મહત્ત્વપૂર્ણ બની રહે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ અમદાવાદીઓ પાણી ભરીને રાખજો, કાલે આ વિસ્તારોમાં પાણીનો કાપ, મનપાએ કરી આ અપીલ
ગ્રાહકોના આરોગ્ય અને જાગૃતિનો મુદ્દો
ADVERTISEMENT
આ ઘટનાએ બજારમાં વેચાતી ખાદ્ય ચીજોના ઘટકો, પેકેજિંગ પરની માહિતી અને ગુણવત્તા નિયંત્રણ અંગે ચર્ચા જગાવી છે. ગ્રાહકોએ સોસ સહિતની પેકેજ્ડ ખાદ્ય ચીજોની ખરીદી કરતી વખતે તેના લેબલ, ઘટકો, ઉત્પાદન તારીખ અને અન્ય જરૂરી વિગતો તપાસવી જોઈએ. હવે આ મામલે આરોગ્ય વિભાગની તપાસમાં શું બહાર આવે છે અને સંબંધિત પેઢી દ્વારા વેચવામાં આવતા ઉત્પાદન અંગે કયા નિયમો લાગુ પડે છે, તેના પર સૌની નજર રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.